ઉમર કોલસાવાલાને સિનેમેજિક
પરિવાર તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ
૪૨ વરસની કેરિયર દરમ્યાન
ઉમર કોલ્સવાલાએ ૨૫૦ જેટલી ગુજરાતી ફિલ્મોના પી.આર.ઓ. તરીકે કામ કર્યું છે. સત્યેન
કપૂર, ઉર્મિલા ભટ્ટ, અરવિંદ પંડ્યાના સેક્રેટરી તરીકે કામ કર્યું છે. ઉપેન્દ્ર
ત્રિવેદી, હિતેન કુમાર તથા જીત ઉપેન્દ્રના પ્રચારક – પ્રમોટર તરીકે નોંધપાત્ર કામ
કર્યું છે.
ગુજરાતી – હિન્દી ફિલ્મોમાં પાછલા કેટલાય
વર્ષોથી લેખન કરી રહેલા ઉમર કોલસાવાલાએ મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને તા. ૬ મેં
ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. મૂળ જામનગરના વતની ઉમર કોલ્સવાલાએ ફાની દુનિયા છોડી
દેતા બોલીવૂડ અને ઢોલીવૂડ ક્ષેત્રે અને પત્રકારત્વ ક્ષેત્રે આઘાતની લાગણી છવાઈ છે.
૬૬ વર્ષની ઉમર ધરાવતા ઉમર કોલસાવાલા છેલ્લા ઘણા લાંબા સમયથી માંદગીના બિછાને હતા.
૬ મેં ના રોજ આવેલો હાર્ટએટેકનો હુમલો જીવલેણ સાબિત થયો હતો.
૨૪ જુલાઈ ૧૯૫૦ના રોજ જામનગર શહેરમાં જન્મેલા
ઉમર કોલસાવાલા નાનપણથી મુંબઈમાં જ રહ્યા હતા. મુંબઈની મહારાષ્ટ્ર કોલેજમાં
આર્ટસમાં ત્રીજું વરસ પૂરું કરીને ઉમર કોલ્સવાલાએ ઘરની પરિસ્થિતિને અનૂકુળ થવા
પિતાજીના કોલસાના વ્યવસાયમાં જોડાયા હતા. તેથી જ તેઓ ‘કોલસાવાલા’ તરીકે વધુ
પ્રખ્યાત હતા. શાળા - કોલેજમાં સાહિત્ય સભામાં સક્રિય રસ લેતા. તેઓ
વિવિધ સામયિકોમાં લખતા અને સ્કુલના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા પ્રગટ કરતા. ગુજરાતી
પખવાડીકના સંપાદક હતા. પત્રકારત્વનું વ્યવસાયિક ધોરણે શરૂઆત તેમણે પીઢ અને તેજસ્વી
પત્રકાર બદરી કાંચવાલા સાથે ‘પારસ’ માં જોડાઈને કરી હતી. ત્યાં સારો એવો સમય કામ
કાર્ય પછી રાજકોટથી નીકળતા જયહિન્દ ગ્રુપના અમૃતા સિને સામાયિકમાં જોડાયા. સાથે જ
ફૂલછાબ અને જી જેવા પ્રતિષ્ઠિત પેપરોમાં વરસો સુધી કોલમ લખી. જૂના કલાકારોના જીવન
પરની તેમની ફૂલછાબમાં પ્રગટ થતી ‘ગુઝરા હુઆ ઝમાના’ કોલમ ખૂબ જ લોકપ્રિય થયેલી.
‘જી’ માં ટી.વી. સીરીયલ ‘રામાયણ’ અને ‘મહાભારત’ વિષે શ્રુંખલાબંધ લેખ લખ્યા. સાથે
જ ગુજરાતી ફિલ્મો વિષે વરસો સુધી લખ્યું. સ્વ. વેણીભાઈ પુરોહિતની વિદાય પછી ‘જી’
માં હિન્દી ફિલ્મોના અવલોકનની કોલમ પણ મધુબેન કોટકે ઉમર કોલસાવાલાને સોપી
હતી.
૪૫ વરસની કેરિયર દરમ્યાન ઉમર કોલસાવાલાએ ૨૫૦
જેટલી ગુજરાતી ફિલ્મોના પી.આર.ઓ. તરીકે કામ કર્યું હતું. સત્યેન કપૂર, ઉર્મિલા
ભટ્ટ, અરવિંદ પંડ્યાના સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન
કુમાર તથા જીત ઉપેન્દ્રના પ્રચારક – પ્રમોટર તરીકે નોંધપાત્ર કામ કરી ચુક્યા હતા.
તેઓ ગુજરાતી પત્રકાર સંઘ – પ્રેસ ક્લબ, ફિલ્મ જર્નાલીસ્ટ સોસાયટીના સક્રિય સભ્ય
હતા. હાલ જો તેઓ કાર્યરત હોત તો આવતી ૨૪ જુલાઈના રોજ તેઓ ૬૪ વર્ષના થયા હોત. પણ
તેઓએ આપની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વચ્ચેથી અંધારી વિદાય લઇ લીધી તેથી તેમના
નિયમિત લેખના ચાહકોને ઘણું દુઃખ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તે જ
અભ્યર્થના સાથે ઓમ શાંતિ.
n ગજ્જર નીલેશ
ૐ શાંતિ
ReplyDelete