facebook

Wednesday, 2 September 2015

amar solanki

પહેલા ‘નમો સૌને ગમો’ અને હવે ‘આપનો બાપ’ આજના રાજકારણની કોમેડી – કે. અમર સોલંકી (ડેની)


    કે. અમર (ડેની) હિન્દી ફિલ્મોના નામાંકિત ડિરેક્ટરો અબ્બાસ – મસ્તાન, મેહુલ કુમાર, ટી. રામારાવ, જે. પી. દત્તા વગેરે ડિરેક્ટરો સાથે હિન્દી ફિલ્મો કરી ચૂકેલ છે. ગુજરાતી ફિલ્મો ન ચાલવાનું કારણ પૂછતાં તેઓએ જણાવેલ કે ગુજરાતી ફિલ્મો નહિ ચાલવાનું એક કારણ નિર્માતા. કારણ કે નિર્માતા જાતે જ કથા – પટકથા – સંવાદ – સંગીત – કલાકારો વગેરે નક્કી કરી લે પછી ડિરેક્ટરને શોધે, જે બિલકુલ ખોટું છે. તમે જ જવાબ આપો પહેલા મકાન બને કે નકશો? અને બીજું કારણ છે ડિરેક્ટર જેને કથા – કથાકાર – સંગીત ન ગમે છતાં ફિલ્મ બનાવી આપે એ એમ વિચારે છે કે ફિલ્મ ફ્લોપ જાય તો આપણે તો કહી દેવાનું કે નિર્માતાને જે ગમ્યું તે ખરું. અને મોટા ભાગના નિર્માતા – ડિરેક્ટરોને ફિલ્મોનો અનુભવ જ નથી બીજું હું કહું કે સારી ગુજરાતી ફિલ્મો બનાવવી હોય તો ૪૦ લાખ રૂપિયા જેવું બજેટ હોવું જોઈએ. એટલે બીજો ડિરેક્ટર આવી અને કહે હું તમને ૪૦ લાખમાં બે ગુજરાતી ફિલ્મો બનાવી દઉં. એટલે નિર્માતાને એ ડિરેક્ટર સારો લાગે પણ નિર્માતા એ ન વિચારે કે ડિરેક્ટર અનુભવી છે કે નહિ. એ પણ ન વિચારે કે ફિલ્મ કેવી બનશે. છતાં એ ફિલ્મનું બજેટ ૨૦ ને બદલે ૩૦ થી ૪૦ લાખ થઇ જ જાય. બીજી એક વાત એક ફિલ્મ બનાવવા પાછળ સૌથી વધારે સમય ડિરેક્ટરનો જાય. સારી ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરે ૫ થી ૬ મહિના કામ કરવું પડે અને ડિરેક્ટર ૫૦ હજાર કે લાખ રૂપિયામાં ફિલ્મ ડીરેક્ટ કરે. હીરો – હિરોઈન ૧૦ – ૨૦ દિવસ કામ કરી લાખો રૂપિયા લઇ જાય અને ડિરેક્ટરને ૫ – ૬ મહિના કામ કરવા છતાં પૂરા પૈસા ન મળે એ પેટ અને જીવનો બળ્યો સારી ફિલ્મ બનાવે કઈ રીતે? આજથી ૨૦ વર્ષ પહેલા સારી ફિલ્મ બનતી હતી જ. કારણ નિર્માતા -  ડિરેક્ટર અનુભવી અને જાણકાર હતા. પૂરતું બજેટ પણ હતું. હિન્દી ફિલ્મોમાં સૌથી પહેલા ડિરેક્ટરને સાઈન કરવામાં આવે છે. પછી કથા – હીરો – હિરોઈન નક્કી થાય છે. ગુજરાતી ફિલ્મોમાં મોટાભાગના ડિરેક્ટરોની કઈ કિંમત નથી. નિર્માતાઓ સમજવા જ તૈયાર નથી કે જે ડિરેક્ટરના ભરોસે તમે લાખો રૂપિયા રોકો છે તે ડિરેક્ટરને આર્થિક અને માનસિક સંતોષ મળવો જોઈએ. કમાલની વાત તો એ છે કે હીરો અને હિરોઈન પણ નિર્માતાને કહેતા નથી કે સારા અને અનુભવી ડિરેક્ટરને લો.
પ્ર – સારી ફિલ્મો બનાવવા માટે શું કરવું જોઈએ?
ઉ – સૌથી પહેલા સ્ટોરી ઉપર બરાબર કામ કરવું જોઈએ. પછી સંગીત અને વાર્તાને અનુરૂપ કલાકારો લેવા જોઈએ. સાથે સાથે સારા અને અનુભવી ડિરેક્ટર લેવા જોઈએ. બીજું પાસું ફિલ્મની પબ્લિસીટી માટે યોગ્ય બજેટ ફાળવવું જોઈએ. નિર્માતાઔ ૩૦ થી ૪૦ લાખના ખર્ચે ફિલ્મો બનાવે છે પણ પબ્લિસીટી પાછળ ૫ લાખ રૂપિયા નથી ખર્ચતા. લોકોને ખબર જ નથી હોતી કે ફિલ્મ ક્યારે આવી અને ગઈ. એટલે આજે નવા નવા નિર્માતા – ડિરેક્ટરો ફિલ્મો બનાવે છે. જૂના અને અનુભવી લોકો ભાગ્યે જ ફિલ્મ બનાવે છે. નિર્માતા એ ખાસ યાદ રાખવું જોઈએ કે ૫૦ લાખની મર્સિડીઝ ગાડીનો ડ્રાઈવર અનુભવી હોવો જોઈએ અને એનો પગાર પણ ગાડી મુજબ જોઈએ. મર્સિડીઝ ગાડીમાં રીક્ષાનો ૫૦૦ રૂપિયા વાળો ડ્રાઈવર રાખો તો ગાડીનું સત્યાનાશ કરી નાખે. એક વાત ખાસ નિર્માતા – ડિરેક્ટર – લેખક અને કલાકારોના હાથનું કામ છે સારી ફિલ્મ બનાવવી. હિટ અને ફ્લોપ તો પબ્લિક નક્કી કરશે. પહેલા સારી ફિલ્મો તો બનાવો. અનુભવી અને સમજદાર લોકો જ સારી ફિલ્મ બનાવી શકે પછી ભલે તે નવા હોય.

    હાલ તો કે. અમર સોલંકી દિગ્દર્શિત ફિલ્મ ‘નમો સૌને ગમો’ પર ટૂંક સમય પહેલા વડોદરામાં રોક લાગી હતી. શુક્રવારે રીલીઝ થયેલી 'નમો સૌને ગમો' ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા થયેલી માંગણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વાંધો ફગાવી દીધો હતો. શનિવારે ચૂંટણી પંચની ટીમ દ્વારા વડોદરાના એક થિયેટરમાં ફિલ્મ જોવાઈ હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, તેના નામ અને પોસ્ટર્સ બાબતે નિર્ણય રાજ્ય ચૂંટણી પંચ પર છોડી દેવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ રાવે જણાવ્યું હતું કે, આજે એક ટીમ દ્વારા ફિલ્મ જોવામાં આવી છે. તેમાં કાંઇ જ વાંધાજનક જણાતું નથી. ફિલ્મની જાહેરાતમાં ફોટો અને નામ અંગેનો જે વાંધો છે તે બાબતે રાજ્ય ચૂંટણી પંચ નિર્ણય કરશે. કોંગ્રેસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ અંગે ચોક્કસ પણે કહી શકાય કે તે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ઉમેદવારના પ્રચાર માટે જ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ફિલ્મની જાહેરાતમાં ઉપરના મથાળે નરેન્દ્ર મોદીના ફોટાની ઉપર એમ લખેલું છે કે "આબેહુબ ફિલ્માંકન" જેનો અર્થ એમ થાય કે નરેન્દ્ર મોદીનું આબેહુબ ફિલ્માંકન કરેલ છે. જેથી તેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકાય.
પ્ર – ફિલ્મના વિરોધ બાબત કહેશો.
ઉ – ગુજરાતની સમજદાર જનતા જો વિરોધ કરે તો સમજી શકાય કે કોઈ કારણ હશે પણ એ જ સમજદાર જનતા ફિલ્મ જોયા વગર કોઈ જાણ વગર કે ફિલ્મમાં શું છે, કઈ બાબતે આપણે વિરોધ કરવો જોઈએ તે જાણીને વિરોધ કરે તો યોગ્ય ગણાય. કોઈને ખબર જ નથી કે આપણે વિરોધ શામાટે કરી રહ્યા છીએ. એમનેમ વિરોધ કર્યો બોલો. એક બાજુ લોકો એમ કહે છે કે ગુજરાતી ફિલ્મો સારી બનતી નથી અને જયારે સારી બની ત્યારે આવા વાંધા – વચકા કરે છે અને એ પણ જોયા વગરના.
પ્ર – ફિલ્મના ટાઈટલથી તમે આડકતરી રીતે રાજકારણ ગરમાવો છો એવું નથી લાગતું?
ઉ – ફિલ્મનું ટાઈટલ છે ‘નમો સૌને ગમો’ એટલે ‘ગીવ રીસ્પેક્ટ  ટેક રીસ્પેક્ટ. અને આડકતરી રીતે કે સીધી રીતે એક વસ્તુ જીવનમાં યાદ રાખવાની કે દરેક માણસ પોતાના સ્વાર્થ માટે જીવે છે.
પ્ર – એવી વાત પણ સાંભળવા મળી છે કે તમે જેકી શ્રોફને લઈને ગુજરાતી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે?
ઉ – મારે જેકી શ્રોફ સાથે સ્ટોરી સંભળાવવાની વાત થઇ છે આવતા મહીને પણ એ પહેલા હું એક બીજી ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યો છું જેનું નામ છે ‘આપનો બાપ’. જે ગુજરાતીમાં બનશે અને ‘આપકા બાપ’ નામે હિન્દીમાં પણ બનશે.
પ્ર – તો ત્યારે પાછો વિવાદ નહિ થાય?
ઉ – થશે જ. થશે જ. વિવાદ કરવાવાળા વિવાદ જ કરે છે. જેઓને કઈ કામ હોતું નથી તેઓ પહેલા વિવાદમાં સાથ આપશે. પરંતુ હું કહું કે આ ફિલ્મ ‘આપનો બાપ’ એક રાજકીય વિષય સાથેની કોમેડી ફિલ્મ છે. જેમાં રાજકારણમાં લોકો આવવા માટે અને જે છે તેઓ ટકી રહેવા કેવા કેવા ગતકડા કરે છે તે દર્શાવવામાં આવશે. એકદમ મનોરંજન પૂર્ણ નિર્દોષ કોમેડી ફિલ્મ છે.
પ્ર – આપને રાજકારણમાં રસ ન હોવા છતાં તમે રાજકીય વિષય જ કેમ પસંદ કરો છો?
ઉ – હવે તેમાં કેવું છે હિન્દી ફિલ્મોના એક ડિરેક્ટર જે વિષય લઈને ફિલ્મ બનાવે છે તો તે સવાલ કોઈ પત્રકારમિત્રો તેમને નથી પૂછી શકતો તો એમ કેમ? તો એનો જવાબ હું આપીશ કે લોકોએ ગુજરાતી ફિલ્મોમાં રૂટીન વાતો જ કરવી છે. રૂટીન ફિલ્મો જ બનાવવી છે અને બીજું મારા જેવો કોઈ માણસ કંઇક અલગ કરવા જઈ રહ્યો હોય ગુજરાતી ફિલ્મોમાં તો તેની નોંધ લેવાતી હોય છે. મે જે. પી. દત્તા, મેહુલ કુમાર, ટી. રામારાવ જેવા ડિરેક્ટરો સાથે ૧૨ વર્ષ આસી. ડિરેક્ટર તરીકે કામ કર્યું પછી ડિરેક્ટર બન્યો. મારી ફિલ્મો ભલે ફ્લોપ જાય પણ તમે મારી ફિલ્મ જોયા પછી એમ ન કહી શકો કે આટલી ખરાબ ફિલ્મ! મારી ફિલ્મ હિટ કે ફ્લોપ ન હોય પણ સારી તો હોય જ. ફિલ્મ એ આર્ટ છે ધંધો નહિ. આ વાત મરાઠી લોકો બરાબર જાણે સમજે છે. જયારે ગુજરાતી નિર્માતા તો પહેલા વિચારે કે આપણને પૈસા કેટલા મળે? કમાલની વાત તો એ છે કે મોટા ભાગના નિર્માતાને પૈસા તો મળતા જ નથી અને આબરૂ પણ જાય છે એ વધારાની. ગુજરાતી નિર્માતાઓ જો સારી ફિલ્મો બનાવે તો કદાચ પૈસા ન મળે પણ આબરૂ તો ન જ જાય. જ્યાં સુધી સમજદાર નિર્માતાઓ આગળ નહિ આવે ત્યાં સુધી ઓસ્કર તો શું નેશનલ એવોર્ડ પણ નહિ મળે.
પ્ર – મે સાંભળ્યું છે કે તમે આ ફિલ્મ ફ્રી માં કરી છે.
ઉ – હા, આ ફિલ્મ ‘નમો સૌને ગમો’ મે એક પણ રૂપિયો લીધા વગર કરી છે બોલો કરે છે કોઈ ડિરેક્ટર આવી રીતે ફિલ્મ? પણ મારા નિર્માતા યોગેશ બાજે મર્દાનગીથી કહ્યું કે ડેનીભાઈ તમે આ ફિલ્મ મફત કરવા તૈયાર છો એ તમારી મર્દાનગી છે તો હું મારી મર્દાનગી દેખાડું છું કે આ ફિલ્મમાં હું તમને ૨૫% ભાગીદારી આપું છું. કારણકે તમારે પણ ઘર ચલાવવાનું છે. તો તમે જ કહો નીલેશ ભાઈ કે આવા યોગેશ બાજ જેવા મર્દ પ્રોડ્યુસર મળે તો સારી ફિલ્મ બનાવવાની ઈચ્છા ના થાય?
પ્ર – તો શું કોઈ બીજો નિર્માતા તમારી પાસે સારી સ્ટોરી લઈને આવે તો તમે ફિલ્મ મફત કરશો ?
ઉ – હા, ચોક્કસ પણ નિર્માતાએ પણ પોતાની ખાનદાની દેખાડવી જોઈએ. હું જે ફિલ્મના નામમાં રૂટીન શબ્દો આવતા હોય તેવી ફિલ્મ જ નથી કરતો. ખાલી વાતું કરે છે આમ થાય ને તેમ થાય. ૨૫ લાખમાં ફિલ્મ બને ને ૩૦ લાખમાં ફિલ્મ બને. અમુક તો મે એવા લોકો પણ જોયા છે જે કહેતા હોય નિર્માતાને કે ૧૫ લાખમાં ફિલ્મ બનાવી દઉં. હા બનાવી હશે પણ એમાંથી એમની ફિલ્મ રીલીઝ કેટલી થઇ? પછી અધરોઅધર બોલે રાખે કે મે ૧૫ લાખમાં ફિલ્મ બનાવી પણ તે ફિલ્મે નિર્માતાને શું રળીને આપ્યું. કેટલા થીયેટરમાં ફિલ્મ રીલીઝ થઇ. અમુક નિર્માતા પોતે જ ફિલ્મ બનાવે, પોતે જ રીલીઝ કરે અને પોતે જ એકલા એકલા જોઇને રાજી થાય. ઉપેન્દ્ર ભાઈની ફિલ્મો ૫૦ અઠવાડિયા ચાલે, નરેશ ભાઈની ફિલ્મો ૫૦ અઠવાડિયા ચાલે. કારણકે એ લોકો તે સમયે દિલથી કામ કરતા કે આપણે સારી ફિલ્મ બનાવશું. જુના પ્રોડ્યુસરો અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં છે જ નહિ બધા નવા જ આવે છે અને આ લોકો એને ‘બકરો’ કહે છે બોલો પ્રોડયુસરને ‘બકરો’ કહેવાય? તે અન્નદાતા કહેવાય તેટલું યાદ રાખજો. એક ગુજરાતી ફિલ્મનો પ્રોડ્યુસર સો જણાના ઘર ચલાવે છે. તેને મરાય? એને મરાય નહિ એને જીવાડાય. આ લોકો તેને મારી નાખે છે.
પ્ર – એક અંગત સવાલ કરી શકું?
ઉ – એક મિનીટ. આર્ટના ક્ષેત્રમાં આવેલ માણસનું અંગત જીવન જેવું કશું હોતું નથી અને જે લોકો કહે છે તે લોકો આડંબરયુક્ત છે. કે લોકો અંગત જીવન જીવતા હોય તેને આર્ટ લાઈનમાં આવવાની જરૂર નથી.
અંગત સવાલ
પ્ર – મે એવું સાંભળ્યું છે કે તમે મુંબઈની નાટકની એક સામાન્ય કલાકારને ખૂબ જ પ્રમોટ કરો છો. તમે તમારા માટે કામ નથી માંગતા પણ એના માટે કેમ?
ઉ – પહેલી વાત કોઈપણ કલાકર સામાન્ય હોતો નથી. અસામાન્ય માણસ જ કલાકાર બની શકે. અને હું દરેક ટેલેન્ટેડ માણસોને પ્રમોટ કરું છું. એકને નહિ. તમે મારી દરેક ફિલ્મ જોઈ શકો છો.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment