facebook

Monday 12 October 2015

abhishek jain

 અભિષેક જૈન નું સન્માન થયું


થોડા સમય પહેલા જ ભાવનગર ખાતે એક્સેલ ક્રોપ કેર કંપની દ્વારા વિનર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનર્સ શોમાં અતિ સફળ ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ ના નિર્માતા અભિષેક જૈન વિજેતા યુવાનોને પ્રોત્સાહિત કરવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અવસરે એક્સેલ ક્રોપ કેરના એમ. ડી. દિપેશભાઇ જૈન તથા પૂજ્ય કે. પી. સ્વામી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની પ્રતિભાને નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત અભિષેક જૈનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમની ફિલ્મે ગુજરાતમાં જબ્બર પ્રતિસાદ મળ્યો છે તે જોતા તેઓ હવે તેમની ફિલ્મને વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પણ ત્યાં રીલીઝ કરવા માંગે છે. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર હોય કે ગુજરાતની બહાર હોય કે દેશની બહાર હોય. બધા જ ગુજરાતીઓ પોતાની ભાષા સાથે જોડાયેલા છે જ. એક સંસ્કૃતિ તરીકે આપણે પતંગ જેવા છીએ. આસમાને ઉડવાની આપણી બહુ આશા હોય, બધું જ છોડીને આપણે ઉડી જઈએ પણ આપણી દોરી તો નીચે જ બંધાયેલી છે. જયારે મે વિદેશમાં રાજેતા ગુજરાતીઓ સાથે વાતચીત કરી ત્યારે જાણ્યું કે એ લોકોને પણ ફિલ્મ જોયા બાદ ફિલ્મ વિષે જે વસ્તુ ગમી હોય એ છે લોકેશન્સ. એ છે લોકલ ભાષા. એ લોકો કહે છે કે અમે એ બધું યાદ કરીએ છીએ. જે માણેકચોક કે આશ્રમ રોડ કે સીજી રોડ. એ બધું અમે મિસ કરીએ છીએ. એ વિયોગની લાગણી કામ કરી જાય છે, એ એમને સૌથી વધુ આકર્ષિત કરે છે. અને બીજું ભાષા, કે આવી કેઝ્યુઅલ ભાષા અમે લોકો પણ એક જમાનામાં બોલતા હતા. હવે અહિયાં બોલાતી નથી. તો આ બંને વસ્તુઓ મારા હિસાબે વધારે કામ કરે છે.  

No comments:

Post a Comment