facebook

Thursday 29 October 2015

alpesh chaudhari

તમારી અંદર રહેલી કાબેલિયત પર પણ જો તમે કાબુ ના રાખી શકો અને સફળતાના નશામાં છકી જાવ તો તે કાબેલિયત કોઈ કામની નથી - અલ્પેશ ચૌધરી


    ચૌધરી ફિલ્મ્સ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘તારો સૂર મારા ગીત’ ના વાર્તા બે ગાયકો વચ્ચેની છે જેમાં એક સિંગર ટોચ પર પંહોચે અને અને તેનામાં ઘમંડ આવી જાય છે. તમારી અંદર રહેલી કાબેલિયત પર પણ જો તમે કાબુ ના રાખી શકો અને સફળતાના નશામાં છકી જાવ તો તે કાબેલિયત કોઈ કામની નથી. જેના લીધે તમે આસમાન પર બેઠા છો ક્યારેક તેના લીધે જ તમારે જમીન પર ઉંધા માથે પછડાટ ખાવાનો વારો આવે છે. અમુક લોકો સફળતાને ઝીરવી શકતા નથી. ફિલ્મનો મૂળ પ્લોટ આ દર્શાવે છે. ફિલ્મના નિર્માતા અલ્પેશ ચૌધરી કહે છે કે, બીજી ઘણી બધી ફિલ્મો લવ સ્ટોરીના વિષય પર બને છે અને અમારે દર્શકોને કંઇક યુનિક કન્સેપ્ટ આપવો હતો. સિનેમા લાઈનની અંદર બધાને ક્રીએશન્સ રીક્વાયરમેન્ટ હોય છે. જેના માટે ક્રિએટીવ વસ્તુ કરવા માટે અમે અલગ સબ્જેક્ટ પસંદ કર્યો. હિતેન કુમારને લેવાનું ખાસ કારણ જણાવતા કહે છે કે, હિતેન કુમારનું આ ઇન્ડસ્ટ્રીઝમાં એક અલગ સ્થાન છે. તેમનો ચાહકવર્ગ બહોળો છે જેઓ હિતેન કુમાર પાછળ અથવા એમની એક્ટિંગ પાછળ પાગલ છે. આ રોલ માટે શરૂઆતથી હિતેન કુમાર તૈયાર હતા અને એમને પણ આ રોલ ખૂબ ગમ્યો હતો. બીજા હીરોની વાત કરૂ તો મારે તે પાત્ર માટે એક સામાન્ય ચેહરો ધરાવતા યુવકની જરૂર હતી. જે મને શ્યામ ઠાકોરમાં દેખાયો. ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું છે અને હું દરેક કલાકાર માટે એમ કહીશ કે, તેમણે મને ફૂલ સપોર્ટ કર્યો. નાના ભાઈની જેમ મને દરેક નાના મોટા કલાકારોએ મદદ કરી છે. મારી આખી ફિલ્મનું શૂટ થયું અને એક સરસ અનુભવ રહ્યો તેનું શ્રેય હું તમામ નાના મોટા કલાકાર અને તમામ ટેકનીશ્યનો ઉપરાંત દરેક સ્પોટબોયને આપું છું. ફિલ્મના શૂટ દરમિયાન મારો એક જ નિર્ધાર હતો કે દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરે અને બીજાના કામમાં દખલઅંદાઝી ના કરે. ફિલ્મની એક કલાકાર કરીના શાહ વિષે કહીશ કે, અગાઉ તેણે ઘણા ડ્રામા પ્લે કર્યા છે અને મોડેલીંગમાં ઘણું મોટું નામ ધરાવે છે.

    ચૌધરી ફિલ્મ્સ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘તારો સૂર મારા ગીત’ ના નિર્માતા અલ્પેશ ચૌધરી અને મનીષ ચૌધરી છે. દિગ્દર્શક મનીષ ચૌધરી છે. એસોસિએટ ડિરેક્ટર હેરી બારૈયા છે. લાઈન પ્રોડ્યુસર રાજ ઠક્કર છે. કથા – પટકથા અને સંવાદ લખ્યા છે રસિક નિર્મળે. શબ્દોને ગીતે મઢ્યા છે બલદેવસિંહ ચૌહાણ અને મનીષ પ્રજાપતિએ જેને સંગીત આપ્યું છે કમલેશ વૈદ્ય (આરોહી સ્ટુડીઓ) એ. ગીતોને સુમધુર કઠ આપેલા ગાયકો જય ચાવડા, ઐશ્વર્યા મઝમુદાર, જલ્પાબેન છે. છબીકલા વિરલ પટેલ (અનુ) ની છે. સંકલનકાર ઘનશ્યામભાઈ છે. ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે જયારે ડાન્સ માસ્ટર અશ્વિન માસ્ટર, રામદેવન અને મહેશ બલરાજ છે. કલાકારોમાં સુપર સ્ટાર હિતેન કુમાર, મીલેનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા, કિરણ આચાર્ય, શ્યામ ઠાકોર, ક્રિના શાહ, રાકેશ પુજારા, જીતું પંડ્યા, નીલેશ મિસ્ત્રી, જાગૃતિ ગોસ્વામી વગેરે પોતાની અભિનય પ્રતિભા બતાવશે.
ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું છે અને ઓગસ્ટમાં રીલીઝ કરવાની તૈયારી નિર્માતાઓ દર્શાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment