facebook

Sunday 25 October 2015

niranjan sharma

બેસ્ટ શોર્ટ ફિલ્મના એવોર્ડ વિજેતા - નિરંજન શર્મા
સફળતાના શિખર સુધી પહોંચી ગયેલ નિરંજન શર્માની આપણે થોડીક ચર્ચા કરીશું.


    દરિયામાં ડૂબકી મારીને સૌ કોઈ તરવાનું શીખી શકે પરંતુ ખાબોચિયામાં ડૂબકી લગાડી તરતા શીખે તે જ સાચો મહારથી છે. આવું જ કંઇક એક ઉમદા ડિરેક્ટર નિરંજન શર્માની પાસે છે. તેઓ ઇન્ડસ્ટ્રીઝથી ઘાને દૂર એક નાનકડા ટાઉનમાં રહીને ફિલ્મ તેમજ એક મીડિયામાં ઘણું કામ કર્યું છે. વર્ષ ૧૯૯૧ માં તેમણે એસ.એસ.સી. પાસ કરી ટેકનીકલ લાઈન જોઈન્ટ કરી. તેઓને સ્કુલ સમયથી જ મનોરંજન તથા સ્ટેજ સાથે આકર્ષણ રહેલું. પરંતુ તેમને મોકળું મેદાન નહોતું મળતું. જેથી તેઓ તેમની પ્રતિભાઓને બહાર લાવી શકતા નહોતા. તેઓ કહે છે, જયારે સ્કુલ છોડી આઈ.ટી.આઈ. માં પ્રવેશ મેળવ્યો ત્યાં મને સારૂ પ્લેટફોર્મ મળ્યું. બન્યું એવું કે આઈ.ટી.આઈ. માં મને જે ભણાવતા હતા તે પ્રોફેસરના પિતા દૂરદર્શનમાં નોકરી કરતા હતા અને મારા પ્રોફેસરે મારામાં છુપાયેલી કલાને જોઈ મને ચાલુ કોલેજ છોડી અમદાવાદ દૂરદર્શન તેમના પિતા સાથે મળવા લઇ ગયા. તો દૂરદર્શનમાં વર્ષ ૧૯૯૧ માં એક મનોરંજક શ્રેણી આવતી સબરંગ. જેમાં મને એક્ટ કરવાનો મોકો મળ્યો. જિંદગીને પ્રથમ મારી એક્ટે મને પ્રથમ પ્રાઈઝ અપાવ્યું અને મારો ઉત્સાહ વધતો ગયો. ત્યારબાદ ભણવા કરતા અભિનય ક્ષેત્રમાં મને વધુ રસ પડવા લાગ્યો. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં મને ઘણા સારા અને ખરાબ અનુભવો થવા લાગ્યા. ફિલ્મ તથા સીરીયલમાં કામ કરવાની લાલચમાં જે નહોતું આવડતું તે કામ પણ મને શીખવી દીધું. મારા મોટા ભાઈઔ કરતા હતા તે બીઝનેસ પેઈન્ટીંગનો હતો. મારા અરમાનો પૂરા કરવા માટે રૂપિયાની જરૂર પડતી અને તે માટે ઘરેથી મને મળી રહેતા પરંતુ ધૂતારાઓની ભૂખ ભાંગવા આ લોભિયો દુકાને દુકાને જઈ પેઈન્ટીંગ કરતો અને તેમાંથી જે કમાણી આવતી તે હું ખર્ચી નાખતો છતાં મને સફળતા ના મળી.

    મારા ખોટા અનુભવોના કારણે મે તે વખતે નિર્ણય લીધો કે રહેવું તો આ જ ક્ષેત્રમાં પરંતુ હવે કોઈ અલગ જ દ્રષ્ટિથી જોઈ અને મારી જાતને બદલવી પડશે. માટે મે આ જ ક્ષેત્રમાં ફિલ્મોના નિર્માણ ક્ષેત્રમાં દિગ્દર્શક તરીકે પહેલ કરી વર્ષ ૧૯૯૪ માં મે મારી જીવનની પ્રથમ એક ફિલ્મ બનાવી જેમાં મારા અંદર છુપાયેલ કલાકાર ફરી બહાર આવ્યો અને પોતાની જ બનાવેલી એડમાં એક્ટ કરી મનને સંતોષ આપ્યો. ધીરેધીરે એક મીડિયા ક્ષેત્રમાં માત્ર બે જ વર્ષમાં હું ૨૫ એડ ફિલ્મોનું નિર્માણ કરી ચુક્યો હતો. હું માત્ર ક્લાયન્ટની એડ બનાવવા ખાતર કે રૂપિયા મળતા હતા તે માટે જ નહોતો બનાવતો. પરંતુ આવનારી દરેક એડમાં હું મારો જીવ રેડતો. ઇન્ટરનેશનલ લેવલના વિચારોને હું સાદા કેમેરામાં કંડારવાની કોશિશ કરતો. ધીરેધીરે સમય વીતવા લાગ્યો અને મે મારી પોતાની કંપની રજીસ્ટર કરાવી ‘માયા મુવી ઇન્ટરનેશનલ’. ત્યારબાદ એડ ફિલ્મ તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે જરૂરી કેમેરા એડીટીંગ સેટઅપ તથા ઇક્વીપમેન્ટ્સ વસાવ્યા. આમ વર્ષ ૧૯૯૮ માં મે મારો સ્વતંત્ર બીઝનેસ લીગલી શરૂ કરી દીધો. મારી પ્રતિભા અને આવડતને ધ્યાનમાં લઇ આજે હું માહિતી ખાતું ગુજરાત રાજ્યના પેનલ નિર્માતામાં કાર્યરત છું અને માહિતી ખાતાની ઘણી ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા એક અન્ય ફિલ્મ બનાવી ચુક્યો છું.

    ટૂંક સમય પહેલા જ નિરંજન શર્માને પોતાની એક શોર્ટ ફિલ્મ માટે ઉત્તરાખંડ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મનું નામ ‘બેટર ફીલિંગ્સ’ હતું. જેમાં એક ગરીબની માનવતાની વાત કરવામાં આવી હતી. જેમાં એક ગરીબ વ્યક્તિનું પાકીટ ખોવાઈ જાય છે. જે તે તેની માતાને મોકલવાના હતા. જે પાકીટ ખોવાયાને લીધે તે તેની માતાને પૈસા મોકલી શકતો નથી. બે દિવસનો સમય વિતતા તેની માતાનો એક કાગળ આવે છે કે તે જે પાંચસો રૂપિયા મને મોકલેલા તે મને મળી ગયા છે. એટલે પેલા વ્યક્તિને નવાઈ લાગે છે કે મારૂ પાકીટ ખોવાઈ ગયું છે અને પૈસા કેવી રીતે મળ્યા? બીજા દિવસે કોઈ બીજાનો કાગળ આવે છે કે ભાઈ મને તારું પાકીટ મળ્યું છે જેમાં જે રૂપિયા હતા તે મે તારી માતાને પોસ્ટ કરી દીધા છે. જેમાં ખરેખર પાકીટ ખોવાયું નથી હોતું પણ એક ચોરે ચોરી કરી લીધું હોય છે. ફિલ્મનો કહેવાનો ભાવાર્થ એ હોય છે કે એક ચોરને માનવતા આવે છે કે માં તો બધાની એક સરખી જ હોય છે. ૧૨ મીનીટની આ ફિલ્મ આખી જીંદગી માટે ઘણું બધું કહી જાય છે. સમાજમાં હજી માનવતા મરી પરવારી નથી. જો એક ચોર સજ્જન બની શકે અને મદદ કરી શકે તો આપણે પણ કોઈપણ વ્યક્તિનું કોઈ પણ વસ્તુ લેવું ના જોઈએ. ૧૨ ફિલ્મોમાં નિરંજન શર્માની આ ફિલ્મને એવોર્ડ મળ્યો જે ખુશીની વાત છે. અત્યાર સુધીમાં તેમણે દસ જેટલી શોર્ટ ફિલ્મો બનાવી છે જેમાં તેમને પાંચથી છ બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરના અવોર્ડ મેળવી ચુક્યા છે. ‘માયા મુવી ઇન્ટરનેશનલ’ ના નિર્માણમાં બનેલી ફિલ્મના દિગ્દર્શક નિરંજન શર્મા છે. અત્યાર સુધીમાં નિરંજન શર્મા ૮૦૦ કરતા પણ વધુ એડ બનાવી ચુક્યા છે જેમાં ઉલ્લેખનીય કહી શકાય એવી એડમાં રિલાયન્સ, અદાણી, જે.કે.ગ્રુપ ઓફ કંપની, સીટી ટાઈલ્સ, એશિયન ટાઈલ્સ, હીરો હોન્ડા, યામાહા, ઇન્ટાસ ફાર્મા તેમજ ઘણી સીડ્સ કંપનીઓની એડ બનાવવાનો બહોળો અનુભવ ધરાવે છે. હિંમતનગર જેવા નાના ટાઉનમાં રહી તેઓએ છ જેટલી ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. જેમાં વર્ષ ૨૦૦૪ માં રાજકોટની જાણીતી કંપની ટાઈમ લાઈન મ્યુઝીકની ટેલી ફિલ્મ ‘વીર માંગડાવાળો’ ખૂબ જ ઓછા દિવસો અને ખૂબ જ ઓછા બજેટમાં બનાવી. ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ‘ખમ્મા મારા લાલ’ બનાવી જેમાં આરતી પટેલને પ્રથમ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં બ્રેક અપાવ્યો. ગુજરાતના દરેક સારા અને સફળતાના શિખરે પહોંચેલા કલાકારો સાથે કામ કર્યું છે. જેમાં સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, કિરણ કુમાર, નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, ચંદન રાઠોડ, તારક મહેતા ફેઈમ ઘનશ્યામ નાયક ઉર્ફે નટુ કાકા, બાલવીર ફેઈમ દેવ જોશી, કિરણ આચાર્ય, મોનાથીબા, જયેન્દ્ર મહેતા, જૈમીની ત્રિવેદી, હસમુખ ભાવસાર તથા હિન્દી ફિલ્મ જગતના અવતાર ગીલ અને કિરણ કુમાર આ ઉપરાંત ઘણા જાણીતા કલાકારો નિરંજન શર્માની એડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ઉપરાંત મુંબઈની ટોપની મોડલ્સ સાથે પણ કામ કર્યું છે.




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment