facebook

Saturday 10 October 2015

hemangini kaaj

‘ઘાયલ’ થી ઘાયલ થયેલી હેમાંગીની ‘લેડી દબંગ’ બનીને આવી રહી છે.


    શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મે ભારે ચર્ચા જગાવી છે. ખાસ તો તે ફિલ્મની હિરોઈન હેમાંગીની કાજના બે ડીફરન્ટ લૂકને કારણે તે ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બીજા ફિલ્મ મેકરોને આવી ફિલ્મ બનાવવા મજબૂર કર્યા હોય તેવું લાગી રહ્યું છે. શૈલેશ શાહનું બેનમુન પ્રોડક્શન અને એથી પણ ચડિયાતું વસંત નારકર જેવા ખેરખા દિગ્દર્શકનું એક એક શોટ પર દિગ્દર્શન ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મમાં ૨૦૦૭ માં મિસ દુબઈનો ખિતાબ પોતાના નામે કરેલી હેમાંગીની ડબલ રોલ ભજવી રહી છે. એક એ.સી.પી. રોમાં છે તો બીજી તેના એકદમ વિરોધાભાસી લગતી બબલીનું પાત્ર ભજવી રહી છે. આ અગાઉ પણ હેમાંગીનીએ ‘રંગીલા’ નામની એક ગુજરાતી ફિલ્મમાં ડબલ રોલ ભજવી ચુકી છે તથા ફિલ્મ ‘પ્રાણ જાય પણ પ્રીત ના જાય’ માં પણ તે એક સાથે બે જીવન જીવતી યુવતીનું પાત્ર ભજવી ચુકી છે. દરેક વ્યક્તિ પોતાનો એક આઈડલ દુનિયામાં કોઈને પણ માનતો હોય છે. એવું આપણા ગુજરાતી કલાકારોનું પણ છે. તેઓ પણ પોતાના જીવનમાં પોતાનો એક આઈડલ હોય તેવું ઈચ્છતા હોય છે અને જો તે કલાકાર પોતે જ એવું પાત્ર ભજવે જે બીજાનો આઈડલ બની જાય તો તે કલાકારને કેવી ખુશી થાય? બસ, તેવી જ ખુશી હેમાંગીનીને આ પાત્ર ભજવીને થઇ હતી. તે આ પાત્રને એટલું પસંદ કરે છે કે અત્યારે કોઈપણ મોટો કલાકાર હોય તેને પણ જો એક ઈમાનદાર ઇન્સ્પેક્ટરનું પાત્ર મળી જાય તો તે પોતાને ધન્ય સમજે છે. એક ખાસ વાત કે હીરો લોકો તો જાતે જ સ્ટંટ સીન ભજવતા થયા છે પરંતુ આ ફિલ્મમાં હેમાંગીનીએ કોઈપણ બોડી ડબલના ઉપયોગ વગર પોતાના સ્ટંટ સીન જાતે જ ભજવ્યા છે અને આખા યુનીટને રીતસરના દંગ કરી દીધા હતા. હેમાંગીની કહે છે કે હું શૈલેશ શાહ્જીની ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને આ પાત્ર માટે યોગ્ય સમજી. જો કે હું દુબઈ રહું છું અને મને શૈલેશ જીએ જોયા વગર જ આ રોલ માટે સિલેક્ટ કરી અને મને મારો ડ્રીમ રોલ કરવાનો મોકો આ ફિલ્મથી મળ્યો.
    હેમાંગીનીની સાઉથ ઇન્ડીયન ફિલ્મ ‘પરી’ ગોવા ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ માટે નોમીનેટ થઇ હતી જયારે હિન્દીમાં ‘બાપ્પા મોરિયા’ નામની ફિલ્મ ‘કાલાઘોડા ફિલ્મ ફેસ્ટીવલ’ માં બેસ્ટ એક્ટ્રેસ તરીકે નોમીનેટ થઇ ચુકી હતી.

પ્ર – આ પાત્ર એક સશક્ત મહિલાનું પાત્ર છે. તો યુવતીઓએ ઘરે બેસીને કામ જ કરવું જોઈએ કે પછી બીજી કોઈ એક્ટીવિટી પણ કરવી જોઈએ?
ઉ – એવું કંઇ નથી કે તમે ફક્ત એક કામ જ કરો. હું પર્સનલી પણ એક એક્ટ્રેસ છું છતાં પણ ઘરનું કામ કરૂ જ છું જયારે ફિલ્મોમાંથી મને થોડી નવરાશ મળે ત્યારે. અને એવું પણ નથી કે જો તમે ઘર સંભાળતા હો ત્યારે બીજું કોઈ કામ નહિ કરવાનું. મારા ખ્યાલ પ્રમાણે બધી જ મહિલાઓ અને ટીનેજર યુવતીઓ માટે આ મેસેજ છે કે કોઈ પણ મહિલા કમજોર નથી અને એ ધારે તો કંઇ પણ કરી શકે છે. પોતાના પગભર મહિલા રહી શકતી હોય તો તે સૌથી સારી વાત છે. એનાથી એના ગૃહજીવનમાં કોઈ ફરક પડતો નથી. જે ઓલમોસ્ટ ૪૦ થી ૫૦ ટકા મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે. તે પુરુષના કદમથી કદમ મિલાવીને ચાલે છે છતાં પણ તે ઘર પણ સારી રીતે સંભાળી શકે છે. સાથે સાથે એક બીજી વાત કહીશ કે આપણા બધાની ફરજ બને છે ન્યાયની સામે અવાજ ઊંચકવાનો. દરેક મહિલા અંદરથી દબંગ જ હોય છે બસ તેને શરૂઆત કરવાની જ વાર છે.   



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment