facebook

Saturday 31 October 2015

jeet upendra

‘વ્હાલનો વારસદાર’ નો વ્હાલસોયો પુત્ર જીત ઉપેન્દ્ર, અભિનય તેની રગેરગમાં છે


    ત્રણ દાયકા જેટલો સમય થયો જીત ઉપેન્દ્રને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં. હિન્દી અને ગુજરાતી ઉપરાંત એણે રાજસ્થાની, બંગાળી, ભોજપુરી, તમિળ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું. એકશન અભિનેતાની ઈમેજ ધરાવનાર જીત તેની ગુજરાતી ફિલ્મ શિખંડીમાં નવા અવતારમાં જોવા મળ્યા હતા. અહીં એ ફિલ્મ ઉપરાંત જિંદગી વિશે દિલથી વાત કરે છે. હિન્દી ફિલ્મો વ્યંઢળના પાત્ર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે, પણ ગુજરાતીમાં વ્યંઢળની જિંદગી પર આ પ્રથમ ફિલ્મ બની હતી. ગુજરાતી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે પરંતુ તેઓને જયારે બીજી ભાષાની ફિલ્મો વિષે પૂછવામાં આવ્યું કે તે ફિલ્મો કરતી વખતે ભાષા નથી નડતી? તો તેમણે કહેલું કે, મલયાલમ મારી માતૃભાષા એટલે એ સહેલું જ હતું. બીજી ભાષાઓમાં ફિલ્મો કરવી એ કંઈ તકલીફવાળું નથી હોતું. તેમાં કઈ મોટી વાત કે રોકેટ સાયન્સ નથી. મને નસીરુદ્દિન શાહની વાત યાદ છે. એ કહેતા કે કલાકારને કોઈ ભાષા નથી હોતી. હાલ જીત ઉપેન્દ્ર નિર્માતા શૈલેશ શાહની ફિલ્મ ‘વ્હાલનો વારસદાર’ માં આવી રહ્યા છે. જે ફિલ્મ બાપ દીકરાના સંબંધ અને સંજોગો પર આધારિત છે. ફિલ્મની વાર્તા ખૂબ સ્ટ્રોંગ લખવામાં આવી છે અને આમેય જીત પાસે જેવા તેવા પત્રોની અપેક્ષા તો તેના ચાહકો પણ નથી રાખતા.

પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે?
ઉ – ફિલ્મનો રોલ કહીશ પણ વધુ નહિ કહું. આમાં દર્શકો મને નેગેટીવ પાત્રમાં જોશે કે પોઝીટીવ પાત્ર હશે તે હું અત્યારે નહિ કહું. ફિલ્મમાં એક વ્યક્તિની જીવન સફર બતાવવામાં આવી છે. ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ અને દિગ્દર્શક વસંત નારકર સાથે હું બીજી ફિલ્મ કરી રહ્યો છું. તેમની સાથે કામ કરવાની મજા જ કંઇક અલગ હોય છે. બહુ ઓછા દિગ્દર્શકો હોય છે જે અભિનેતા બનીને કામ કરી જાણે છે. જેમાના વસંત નારકર છે. મારી પાસે તેમણે લેડી દબંગમાં કોમેડી કરાવી અને આ ફિલ્મમાં તેઓએ મારી પાસે સરસ કામ લીધું છે. તેમને અભિનયમાં જે જોઈએ છે તે તેઓ લીધા સિવાય ઝંખતા નથી. તેનામાં એ કાબેલિયત છે જે મે બીજામાં બહુ ઓછી જોઈ છે.

પ્ર – તમારા બીજા કલાકારો સાથેના અનુભવો જણાવશો.
ઉ – દિશા પટેલ સાથે આ મારી બીજી ફિલ્મ છે. તેની સાથે પણ કામ કરવાની મજા આવી. મેહુલ બુચ સાથે પણ આ મારી બીજી જ ફિલ્મ છે. (હશે છે) તેમની સાથે અગાઉ ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ માં મે કામ કરેલું છે. મારા ખાસ મિત્ર છે. સાથે સાથે ચીની રાવલ નામની અભિનેત્રી આ ફિલ્મમાં મારી પત્નીનું પાત્ર ભજવી રહી છે. શી ઈઝ માઈન્ડ બ્લોઇંગ એક્ટ્રેસ. ખૂબ જ સમજુ અને બધાથી અલગ સ્વભાવ છે તેનો. તેમની સાથે પણ કામ કરવાનું મને ગમ્યું.

પ્ર – તમે મરાઠી ફિલ્મ હજી નથી કરી?
ઉ - ઘણાં વર્ષો પહેલાં અરૂણ કર્ણાટકીની દીકરી પ્રિયા અભિનેત્રી હતી ત્યારે એમની મરાઠી ફિલ્મ કરવાનો હતો. કમનસીબે એમનું મૃત્યું થતા એ પ્રોજેક્ટ શરૂ ન થયો. મને મરાઠી ફિલ્મો કરવી છે. સારી ઓફર હશે તો ચોક્કસ સ્વીકારીશ.
પ્ર – શુટિંગ પત્યા પછી ફ્રેશ થવા શું કરો છો?
ઉ – શુટિંગ પૂરું કર્યા બાદ હું એકદમ હળવાશ અનુભવું છું. કોઈ સારા પુસ્તકો વાંચું છું. ટીવી પર જે નવા નવા પ્રોગ્રામો કે કોઈ ફિલ્મ જોઈ લઉં છું.
પ્ર – તમે તમારી કઈ ફિલ્મ આખી જોઈ છે?
ઉ – હું મારી દરેક ફિલ્મો જોવાનું ક્યારેય ચૂકતો નથી અને તે પણ થીયેટરમાં જ બેસીને જોઉં છું. કારણ કે, ત્યાં દર્શકોનો રિસ્પોન્સ જોઇને અને તેઓ મારી કઈ અભિનય અદા પર ફિદા છે તે જોઇને હું જાણું છું કે મારા ચાહકોને મારી પાસેથી શેની અપેક્ષા છે.
પ્ર – ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ – મે એમની સાથે કોઈ ફિલ્મ નથી કરી તેનું મને દુખ છે. મારા છૂટાછેડા પછી લગભગ મે છ – સાત વર્ષ સુધી કામ નહોતું કર્યું. તે દરમિયાન એક ફિલ્મ બની હતી ‘સંત શ્રી સવાભગત’. તે ફિલ્મનું કાસ્ટિંગ જયારે ચાલુ હતું ત્યારે ગોવિંદભાઈએ તેના ડિરેક્ટરને કહ્યું હતું કે, જીત ઉપેન્દ્ર નામે એક એક્ટર છે જે ઘણા સમયથી જોવા નથી મળી રહ્યો. તેમના હિસાબે હું તે રોલમાં પરફેક્ટ હતો. તેમણે મારો કોન્ટેક્ટ કર્યો ત્યારે હું તેમની સાથે જોડાયેલો. આજે જે મારા ગુરુ છે વાસુદેવજી મહારાજ જેમણે જ ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મ મે ગોવિંદભાઈની ભલામણથી કરી હતી. સંત શ્રી સવાભગત.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment