facebook

Saturday 31 October 2015

premji : rise of a warrior

આજના યુવાનોને ગમે તેવી ફિલ્મ ‘પ્રેમજી’


    વિજયગિરીને ફિલ્મો બનાવવાનો ગંદો શોખ નાનપણથી જ રહ્યો છે. સાથે જો કોઈનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. તેમને સાથ મળ્યો તેમની જીવનસંગીની ટ્વિન્કલનો. તેમની સામે ફિલ્મ બનાવવી તે વિચાર મુક્યો. તરત તૈયારી શરૂ થઇ. આ જ પેશન અને ચસ્કો એમને અમદાવાદ લઇ આવ્યો. સમજો ને શમીતાભના દાનીશની (ધનુષ) જેમ આને ય ફિલ્લમ બનાવવાનું સપનું એના દિલ અને દિમાગ ઉપર ૨૪૭ વળગી રહેતું.

    ખેર, એણે એલ.ડી.આર્ટસ કોલેજમાં બી.એ. કરવાનું શરૂ કર્યું. કોલેજમાં ભણતા ભણતા જ અમદાવાદના નાટકોમાં કામ કર્યું ને પછી ગુજરાતી ચેનલમાં ટી.વી. સીરીયલ્સમાં પ્રોડક્શન અને પછી આસી. ડિરેક્ટર તરીકે જોડાયા. વિજય માટે આ સમય એવો કપરો હતો કે ઘરે પપ્પા ખેડૂત, એમને કંઇ આ ધંધો સમજાય નહિ અને સમજવા માંગે પણ નહિ. એમને તો બસ એક જ વાત, દર મહીને આવક આવે અને સરકારી નોકરી કરે એ જ કેરિયર હોય એના સિવાય બીજું કઈ નહિ. ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સધ્ધર નહિ કે આ ફિલ્ડમાં ચાન્સ લેવા માટે વિજયને કોઈ આર્થિક પીઠબળ આપી શકે. તેમ છતાં ગમે તે થાય આ જ ફિલ્ડમાં આગળ વધવું. નામ કમાવવું, પૈસા કમાવવા અને ફિલ્મ બનાવવી. અને એ પણ કોઈ જ સપોર્ટ વગર. આત્મવિશ્વાસ, ટેલેન્ટ અને સારા મિત્રો એ જ વિજયનું પીઠબળ હતું. ઘણો સમય એવો રહ્યો જેમાં એવી પરિસ્થિતિ આવેલી કે એની પાસે બાઈક હોય પણ પેટ્રોલના પૈસા ના હોય. કીટલીએ બેસીને ફિલ્મ બનાવવાની, પ્રોડક્શન હાઉસ ખોલવાની વાતો થાય પણ ત્યાં ચા પીવાના પૈસા ના હોય. ઘણીવાર તો કોઈ કામ કર્યું હોય એના પૈસા આવે એ પહેલા જ કોની ઉધારી એમાંથી ચૂકવશે એ નક્કી થઇ ગયું હોય. બસ, હવે તો અમદાવાદમાં ભાડે રહેવું ને ગમે તે રીતે ટકી રહેવું. જે કામ મનને ગમે એ જ કામ કરવું છે. કલ્પના કરો આવા સિદ્ધાંતો પકડીને ચાલવું અને સાથે પૈસા પણ કમાવવા એ કંઇ સહેલું તો નહોતું જ.

    થોડા મહિના આઈડિયાના કોલ સેન્ટરમાં જોબ પણ કરી પણ જેનું મગજ કંઇક અદભુત સર્જન કરવા માટે જ સર્જાયેલું હોય એ માણસ ક્યાં સુધી પરાણે પોતાની જાત સાથે કામ કરાવી શકે? ૨ – ૩ મહિના પછી એક પગાર છોડીને તે નોકરી છોડી દીધી. એકબાજુ ઘરેથી પૈસા કમાવવાનું દબાણ અને બીજીબાજુ પોતાનું સપનું જીવવાની ઝંખના. સમજોને કે સંઘર્ષ અને વિટંબણાના લેખા જોખાથી જ આખો દિવસ એનું મન ભરેલું રહેતું. પણ વિજયનો વિલ પાવર એકદમ સ્ટ્રોંગ. ૨૩ વર્ષની ઉંમરે લોકો માસ્ટર્સ પૂરું કરે ને વિજય ચીફ આસી. ડિરેક્ટરની પોસ્ટ પર પહોચી ગયા હતા. ઈટીવી ગુજરાતીની સીરીયલ ‘મોટી બા’ માં એને કામ મળ્યું. એ પછી કોમેડી એક્સપ્રેસ, બીજી ડોક્યુમેન્ટ્રીઔ અને ઘણી બધી ટીવી સીરીયલ્સમાં પણ અનુભવ મેળવ્યો. પણ દિલના ઊંડાણમાંથી વિજયનો અંતરાત્મા હંમેશા એને કહેતો, ‘વિજય, યુ આર નોટ મેડ ફોર ધીસ, તારૂ સપનું તો હજી બાકી જ છે’.
    અમદાવાદનું કામ છોડીને ભાઈ પહોચી ગયા માયાનગરી  ફિલ્મની શોધમાં, કામની શોધમાં, સપનાઓ સર કરવા માટે. તમે નહિ માનો થોડા મહિનાના સંઘર્ષ બાદ એને સંજય લીલા ભણશાલી પ્રોડક્શનની બોલીવૂડ ફિલ્મ ‘માય ફ્રેન્ડ પીન્ટુ’ માં કાસ્ટિંગ આસી. ડિરેક્ટર તરીકે કામ મળ્યું. ને એ પછી કામ જ બોલે. તમે તો સમજી શકો કે એક ગુજરાતીને મોકો મળે પહચી શું થાય. પછી તો જાણે વિજયના સિક્કા પડી ગયા. મુંબઈના જ એક બીજા પ્રોડકશન હાઉસની ગુજરાતી ફિલ્મમાં ચીફ આસી. ડિરેક્ટર તરીકે કામ મળ્યું અને એ ફિલ્મ એટલે એની ઓસ્કારમાં એન્ટ્રી ‘ધ ગુડ રોડ’. બસ સમજોને હવે એવરેસ્ટ આવી જ ગયું હતું. આ ફિલ્મ પછી જ વિજયે ડિરેક્ટર તરીકે કામ કરવાનું ચાલુ કર્યું. એક સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ ‘અમદાવાદી મિજાજ’ બનાવી. અમદાવાદ શહેરને સો વર્ષ પૂરા થયા ત્યારે યોજાયેલા કોમ્પીટીશનમાં આ ફિલ્મ વિજેતા બની. અને એ પછી તો આ સફળતાનો દૌર ચાલુ રહ્યો અને આજે એ જ વ્યક્તિ એક સંસ્થા બની ગઈ.
    ગયા વર્ષે ૧૧ મી જુને વિજયના ઘરે લક્ષ્મીનો જન્મ થયો અને એ જ અરસામાં એણે એની પ્રથમ ફીચર ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. જેનું નામ ‘પ્રેમજી’.
    હા, દોસ્તો આ વર્ષે વિજયની દીકરીનો પ્રથમ જન્મદિવસ જયારે આવશે એ જ દિવસે ‘પ્રેમજી નું પ્રીમિયર લોન્ચ થવાનું છે અને જુન મહિનાના એન્ડમાં આ ફિલ્મ રીલીઝ થવાની છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment