facebook

Sunday 25 October 2015

ravina tilavat

સુરતની ખૂબસૂરત રવિના ટીલાવત ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ ફિલ્મમાં


    ૨૦૧૫ નું નવું વર્ષ જોરદાર ચાલુ થઇ ગયું છે. નવી નવી ઘણી ફિલ્મો બની રહી છે અને જે બની ગઈ છે તે રજૂઆત માટે તૈયાર છે. જેમાં આ વખતે નવા નવા ચેહરાઔ દર્શકોને ગુજરાતી પડદે જોવા મળવાના છે. જેમાં એક રૂપકડી અને નાનકડી તારીકા રવિના ટીલાવત દર્શકોને પોતાના અભિનયથી મોહવા આવી રહી છે. અગાઉ ઘણા આલ્બમો કરી ચુકી છે અને અત્યારે તેની ફિલ્મ ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ માં તે એક એવી હીરોઈનનું પાત્ર ભજવી રહી છે જે પોતાના પ્રેમ માટે ત્યાગ અને બલિદાનમાં માને છે. સુરતની ખૂબસૂરત રવિના ટીલાવતને થોડા સમય પહેલા જ એક ફિલ્મના શુટિંગ દરમિયાન મળવાનું થયેલું. જેમાં ઈન્ટરવ્યું સમયે તેણે મસ્તી મજાક સાથે પોતાનો ઈન્ટરવ્યું આપ્યો. ચા પિતા પિતા ઈન્ટરવ્યું લેવાની શરૂઆત થઇ. મને એમણે કહ્યું કે મારી શરૂઆત વિષે કહું? મે કહ્યું, ના, કારણ કે મને તેમની શરૂઆત વિષે ખબર જ હતી. કે તેઓ કઈ રીતે આ લાઈનમાં પ્રવેશ્યા. મે પ્રશ્ન કર્યો.

પ્ર – આપની ફિલ્મના પાત્ર વિષે?
ઉ – ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ ફિલ્મમાં હું સેકન્ડ લીડ ભૂમિકા ભજવી રહી છું. જે પાત્રનું નામ માનસી છે. હું હીરોને એકતરફી પ્રેમ કરું છું. મારા મગજમાં એક જ વાત છે કે હીરોને પામવો કઈ રીતે? તો તેના માટે હું ઘણા બધા પ્રયત્નો તો નહિ કહું પણ કાવતરા કરૂ છું. છેલ્લે મને અહેસાસ થાય છે કે હું ફક્ત મારા સ્વાર્થ ખાતર બીજાની જીંદગી નર્ક બનાવી રહી છું.

પ્ર – રીના સોની સાથે સમાંતર ભૂમિકા મળવાથી કેવું લાગ્યું?
ઉ – મને થોડો દર તો હતો અંદરથી કે હું તેમની સાથે મારા ડાયલોગ્સ કેવી રીતે બોલીશ? પણ મને ફિલ્મના બીજા કલાકારો જેવા કે યામિની જોશી અને પરાક્રમ સિંહે મને એમાં ઘણો સપોર્ટ કર્યો કે તું જ આ પાત્ર કરી શકીશ. મને દર પણ હતો અને એક વાતની ખુશી પણ હતી કે તેઓ મારાથી સીનીયર છે તો હું તેમના પાસેથી કંઇક શીખીશ. બાકી મને રીના સોની સાથે અને ફિલ્મના તમામ કલાકારો સાથે કામ કરવાની ખૂબ મજા આવી.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા ક્રિષ્ના છે જે આ ફિલ્મમાં હીરોની ભૂમિકા પણ ભજવી રહ્યા છે અને દિગ્દર્શક પરાક્રમ સિંહ સાથે મને કામ કરવાની ખૂબ મજા પડી. મારી નિર્માતા સાથે આ પ્રથમ ફિલ્મ છે જેને મે મન મુકીને માણી છે મીન્સ કે અભિનયમાં મે ક્યાંય કચાશ નથી રહેવા દીધી. નિર્માતાને અને દિગ્દર્શકને જેવું પર્ફોમન્સ જોઈતું હતું તેવું મે આપવાનો પ્રયાસ કર્યો છે. પરાક્રમ સિંહ સાથે મે અગાઉ એક આલ્બમમાં પણ કામ કર્યું ચેહ એટલે તેમનો સ્વભાવ તો મને ખ્યાલ જ છે. કલાકાર સાથે તેઓ એકદમ નરમાશથી પોતાનું કામ પાર પડે તેવું દિગ્દર્શન તેઓએ આ ફિલ્મમાં કરી બતાવ્યું છે. તેઓની એક્ટિંગ તો બહુ જ ફાઈન છે તેઓ ગ્રેટ એક્ટર છે એમ કહીશ.
પ્ર – ભગવાન પાસે શું માંગે?
ઉ – હું અને મારી આજુબાજુના હેતલ પણ લોકો મારી સાથે છે તેઔ હંમેશા ખુશ રહે અને જે લોકો ગરીબ છે તેને માટે હું કંઇક કરી શકું એવી મારી ઈચ્છા છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment