facebook

Saturday 31 October 2015

reshma purohit

રેશમા પુરોહિત લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખશે


    ગુજરાતી ફિલ્મોમાં જેમ લગ્ન થતા હોય છે તેનાથી ક્યાય અલગ આપણી વાસ્તવિક જિંદગીના બંધનો હોય છે. લગ્ન બંધન એ એક જન્મો જન્મનું બંધન છે. ઉપરવાળાએ બધા માટે એક સરસ પસંદ તો ઉપરથી જ ગોઠવેલી હોય છે બસ અહીં નીચે આવીને તેને આપણે પામવાની વાર છે. ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓ પણ આ બંધનથી બાકાત નથી. જેમાં ગઈ ૯ મી તારીખે ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી રેશમા પુરોહિતને પોતાના મનનો માણીગર મળી ગયો. અત્યાર સુધી તેણે ગુજરાતી ફિલ્મોમાં સ્વબળે પોતાનું સ્થાન જમાવી રાખનાર રેશમા અત્યારે લગ્નબંધને બંધાઈ ચુકી છે. તેના લગ્ન એરેન્જ મેરેજ જ છે એટલે રેશમા પુરોહિતના ચાહકોને એમ ન થાય કે ક્યાંક રેશમાએ પ્રેમલગ્ન તો નથી કર્યા ને. બીજી એ વાત કે રેશમાએ ઇન્ડસ્ટ્રીઝના વ્યક્તિ સાથે મેરેજ નથી કર્યા. રેશમા પુરોહિત સાથે વાત કરતા તેણે કહેલું કે, મને મારી ખુશી કરતા મારા મમ્મી અને પપ્પા જે હવે હયાત નથી તેને ખુશ જોઇને હું બહુ જ ખુશ થાઉં છું. મારા પપ્પાને અવસાન થયાને ચારેક મહિના થયા છે જેથી મને અફ્સોસ છે કે તેઓ અમને વહેલા મુકીને ચાલ્યા ગયા. રેશમા પુરોહિતએ વધુમાં કહ્યું કે મારા પપ્પાની ખ્વાહીશ હતી કે મારા લગ્ન ધામધૂમથી તેમની હાજરીમાં થાય. રેશમા તેના પપ્પાની બહુ લાડકી દીકરી હતી. તે પણ અત્યારે તેના પપ્પાને ખૂબ મિસ કરે છે કે જો તે અત્યારે હોત તો અત્યારે જેટલો આનંદ છે તેનાથી પણ વધુ આનંદ હોત.  

    રેશમા પુરોહિતના જીવનસાથીનું નામ નિહાલ ઉપાધ્યાય છે. જેને પસંદ કરવામાં રેશમાએ કોઈ નિર્ણય નહોતો લીધો અને ફક્ત સ્વભાવ પર વારી ગઈ હતી. લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશો? ના જવાબમાં રેશમાએ જણાવ્યું કે, ફિલ્મોમાં કામ તો મારૂ ચાલુ જ રહેશે. કારણ કે મારા પતિ એવું ક્યારેય નહિ ઈચ્છે કે મને ઘરમાં બેસાડી રાખવી કે ઘરકામમાં જ પછીથી કામ કરવું. મારે ઘરમાં આમેય બહુ કામ કરવાનું આવતું નથી.

    રેશમા પુરોહિત અને નિહાલ ઉપાધ્યાયના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામી અનામી કલાકારોનો જલસો ૯ મી મેએ જોવા મળ્યો હતો. ખરેખર તેમના અભિપ્રાયો પણ મળ્યા હતા જેમાં ગુજરાતી ફિલ્મોના એક સ્ટારે કહ્યું કે, આ એક ખુશીની વાત છે કે રેશમા પુરોહિત લગ્નબંધને બંધાવા જઈ રહી છે. મારા તરફથી તેને તેના જીવનનું નવું સોપાન સદાય સુખદાયી નીવડે અને સાથે સાથે સિને મેજિક પરિવાર વતી પણ રેશમા પુરોહિતને લગ્નબંધન મુબારક.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment