facebook

Sunday 25 October 2015

kem re bhulay sajan tari preet

બીગ બજેટ મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું સોંગ રેકોર્ડીંગ થયું 


    વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત ગુજરાતી ફિલ્મોના જાણીતા પી.આર.ઔ. અને સીને રિપોર્ટર હર્ષદ કંડોલિયા હવે ટૂંક સમયમાં એક મલ્ટી સ્ટારર ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે વર્ષોથી પોતાની કલમનો જાદુ ચલાવી રહેલા હર્ષદ કંડોલિયાને ઘણા સમયથી એક ફિલ્મ બનાવવાનો વિચાર હતો પણ તેઓ સારી સ્ક્રિપ્ટની શોધમાં હતા. સારી સ્ક્રીપ્ટ તેમને મળતા તેઓએ તુરંત સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરી દીધું. ફિલ્મનું ટાઈટલ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ છે અને ટૂંક સમય પહેલા જ ફિલ્મના ગીતોનું રેકોર્ડીંગ સંગીતકાર મનોજ વિમલે યશ સ્ટુડીઓ ખાતે કર્યું. જેમાં ઉપસ્થિત મહેમાનોમાં હર્ષદ કંડોલિયા, મનીશ પટેલ, રાહુલ વેગડ વગેરે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા. ગીતો વિષે હર્ષદ કંડોલિયાએ જણાવ્યું કે ફિલ્મ જે રીતે આગળ વધે તે રીતે તેમાં ગીતો પણ મહત્વનો ભાગ ભજવે છે. એકથી એક ચડીયાતા સુમધુર અને કર્ણપ્રિય ગીતોની સાથે પ્રેમ અને વિરહના ગીતોનો રસથાળ છે. આ ગીતો ગુજરાતના યુવા હૈયાઓને ઘેલું લગાડશે. હવે જયારે ગુજરાતી ફિલ્મોનો ઉદય નક્કી જ છે ત્યારે આપણે પણ ગર્વ લેવા જેવી બાબત છે કે એક પત્રકાર જે આખી દુનિયાને એક નજરે જોવે છે અને હર્ષદ કંડોલિયાએ દુનિયાને જે રીતે જોઈ છે તેનો આખો ચિતાર ફિલ્મમાં વર્ણવવાનો સફળ પયત્ન કરશે.

    કંડોલિયા ફિલ્મ્સના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના નિર્માતા હર્ષદ કંડોલિયા, પ્રેમ કંડોલિયા અને મનીષ પટેલ છે. ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના દિગ્દર્શક, લેખક અને ગીતકારની ત્રેવડી ભૂમિકા રાહુલ વેગડ નિભાવી રહ્યા છે. જેને તમે આ પહેલા દર્શકોએ જેના ગીતો પર તાળીઓનો વરસાદ વરસાવેલો તે ફિલ્મ ‘રસિયા તારી રાધા રોકાણી રણમાં’ ફિલ્મના ગીતો પણ તેમણે જ લખેલા. આ ફિલ્મના ગીતોને ચાર ચાંદ લગાવનાર ગુજરાતના ખ્યાતનામ ગાયક રાજદીપ બારોટ, રાકેશ બારોટ, દિપાલી સોમૈયા, વનિતા બારોટ, તેજલ ઠાકોર, કવિતા દાસ, કાળું ચૌહાણે પોતાના સુમધુર કઠથી સજાવ્યા છે. સંવાદ પરેશ વ્યાસના છે. ફિલ્મના કલાકારોમાં રાજદીપ બારોટ, રાકેશ બારોટ, રીના સોની, જીતું પંડ્યા, રોહિત મહેતા, પરેશ વ્યાસ, યામિની જોશી, દેવેન્દ્ર પંડિત વગેરે અભિનયના ઓજસ પાથરશે. ફાઈટ માસ્ટર ઇલીયાસ શેખ છે. આ ઉપરાંત આ ફિલ્મથી યુવા ખલનાયક પ્રેમ કંડોલિયા ફિલ્મ ક્ષેત્રે ધમાકેદાર એન્ટ્રી મારી રહ્યા છે.
    વધુમાં ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયાએ જણાવ્યું કે ગુજરાતી સિનેમા અત્યારે જે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે જેવી કે સિનેમાહોલની સમસ્યા, ફિલ્મના રીલીઝની સમસ્યા વગેરે તો તેને જોઇને એક સારો પ્રયાસ છે કે તેઓ ગુજરાતી દર્શકોને કંઇક સારૂ આપે અને આવી રીતે જો સતત ફિલ્મો બનતી રહેશે તો સરકાર પણ સાથ આપશે તે વાત ચોક્કસ છે. હાલની જનરેશનને શું ગમે છે તેનું સચોટ અવલોકન કરી તેઓએ ફિલ્મની સ્ક્રીપ્ટ પર હાથ અજમાવ્યો. ઉત્તર ગુજરાતના લોકોને શું પસંદ છે, સૌરાષ્ટ્રના લોકોનો ટેસ્ટ ફિલ્મો બાબતે કેવો છે તે તમામ બાબતો તેઓએ ખાસ નોંધી હતી. પૂર્વ તૈયારી પછી જે કામ તમે કરો તેમાં ચોક્કસ સ્સાફલતા મળે છે તેવું તેમનું માનવું છે બાકી પ્રેક્ષકોના હાથમાં છે કે કોને આસમાન પર બેસાડે છે. ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં સ્ટીલ ફોટોગ્રાફી કેતન જોશી અને નટવરસિંહ ગોહિલની છે તથા પીઆરઔ યુવા પત્રકાર ગજ્જર નીલેશ છે.

n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment