facebook

Friday 30 October 2015

yunus shekh

ગુજરાતી ફિલ્મ ચલાવો અભિયાન અંતર્ગત ભાવનગરના યુવાનો દ્વારા બની રહેલી શોર્ટ ફિલ્મ ‘અનુરાગ’



    ભાવનગરના યુવાનો મિત્રો સાથે મળીને કંઇક નવું સર્જન કરી રહ્યા છે જેનો થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે. તેઓએ ટૂંક સમયમાં ૧૦ જેટલી શોર્ટ ફિલ્મો બનાવવાનો વિચાર કર્યો છે જેમાં ‘અનુરાગ’ નામની એક ફિલ્મથી તેઓએ શુભ મુહુર્ત કરીને શરૂઆત તો કરી જ દીધી છે. ફિલ્મનું શીર્ષક ‘અનુરાગ’ છે જેનો મતલબ વ્યક્તિમાં કંઇક કહેવાની ઝંખના હોય પણ તે કોઈને કહી ન શકતો હોય. જેમાં મેઈન લીડ ભૂમિકા પણ તેના પર જ આકાર લે છે. ફિલ્મ આશરે ૧૫ મીનીટની છે જેમાં પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આટલી નાની ફિલ્મ હોવા છતાં પ્રેક્ષકોને ઘણું બધું સમજાવી જાય છે. આજના યુવાનો જેઓ પ્રેમમાં પાગલ હોય તેની સાથે શું શું થઇ શકે છે તે વાત આ શોર્ટ ફિલ્મમાં બતાવવામાં આવી છે. જેમાં એક પેઈન્ટર કેવી રીતે પ્રેમમાં પડે છે અને તેની સાથે શું પરિણામ આવે હ્ચે તે જોવા જેવી અને ક્યાંકને ક્યાંક બની હોય તેવું આપણને લાગે છે. ફક્ત યુવાનો માટે જ નહિ પરંતુ યુવતીઓએ પણ આ ફિલ્મથી પાઠ લેવા જેવું છે કે તેમનો સ્વભાવ અને લાગણી બીજા માટે કેવી હોય. ટીનએજમાં જયારે પ્રેમ થઇ જાય અને જયારે એકરાર ન થઇ શકે અને જો એકરાર થઇ જાય અને સામે એક શરત પણ હોય તો? આટલા બધા સવાલોના જવાબો ફક્ત આ ફિલ્મ ‘અનુરાગ’ માં જ મળે છે.  

    બીજા માટે પોતાનું સર્વસ્વ લુટાવી દેવું પણ જેના માટે આપણે આ બધું કરતા હોઈએ તેને જ આપણા પ્રેમની ખબર ન હોય તો શું કરવું તેની સમજ નથી પડતી. આવું આજકાલના યુવાનોમાં થતું હોય છે. ફિલ્મનો વિષય એકદમ આજની પેદ્ધીને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યો છે. તમે જેને પ્રેમ કરતા હો તે પાત્ર જ તમને કોઈ રીતે કલ્પનામાં કંઇક એવું કામ કરતુ દેખાય કે જેને તમે અવગણી દો. ત્યારે કેવી અનુભૂતિ થાય તે હવે દર્શકોએ વિચારવું રહ્યું.

    ફિલ્મના દિગ્દર્શક ચિંતન ત્રિવેદી છે જેઓ આ અગાઉ છ શોર્ટ moviમુવી બનાવી ચુક્યા છે. જેમાં ‘ફ્રેન્ડશીપ ઈઝ નેવર ફેઈલ્સ, ઇટ્સ નેવર ફેઈલ્સ’ જે ફિલ્મ મિત્રતા પર હતી. ‘ધ ડીલર’ જે આખી એક્શનબેઝ ફિલ્મ હતી. ત્યારબાદ અડધા કલાકનો એક પ્રયોગ કર્યો અને ફિલ્મ બનાવી ‘ધ ડિસ્ક અ ડે ઓફ મિસ્ટ્રી’ જે ફિલ્મમાં તેઓએ સ્વતંત્ર દિગ્દર્શન કર્યું. અગાઉની બે ફિલ્મોમાં એમની સાથે નરેન્દ્ર ત્રિવેદી હતા. તે પછી ચિંતન ત્રિવેદી એક કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા. ‘કિડનેપ વન્સમોર’ નામની આ ફિલ્મ હાલ એડીટીંગમાં તૈયાર થઇ રહી છે. એક ગુજરાતી વિષયવસ્તુ સાથેની ફિલ્મ પણ પેન્ડીંગ છે જે ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે જેનું નામ ‘વુઝ રિસ્પોન્સીબલ’ છે. ટૂંક સમયમાં પહેલા એક ગુજરાત શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ નામની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં તમને સમયગાળો આપવામાં આવે કે તમારે આટલા સમયમાં કોઈપણ વિષય લઈને ફિલ્મ યિયર કરવાની રહે. જેમાં યુવા દિગ્દર્શક ચિંતન ત્રિવેદીએ ફક્ત ૯૬ કલાકના સાવ ઓછા સમયમાં એક ફિલ્મ તૈયાર કરીને નિર્ણાયકોની સામે પ્રદર્શિત કરી દીધી. જેમાં તેમણે ‘ઈઝ ધીસ ફ્યુચર’ નામની શોર્ટ ફિલ્મ બનાવી અને મજાની વાત એ છે કે ફિલ્મમાં એવી એવી ટેકનીક્સનો ઉપયોગ કરવામાં આવ્યો જે જોઇને નિર્ણાયકો પણ તેને પસંદ કરવામાં પોતાને રોકી શક્યા નહિ અને ફિલ્મને રનરઅપમાં સ્થાન મળ્યું. બીજી એ વાત કે ફિલ્મમાં એકપણ ડાયલોગ નથી. ફક્ત તે ફિલ્મ અભિનય પર જ બનાવવામાં આવી છે. જે બહુ દાદ માગી લે તેવી વાત છે. આવા સર્જકો જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવે તો કંઇક નવું પરિણામ મળી શકે છે. રેડ ક્યુબ એનીમેશન સંસ્થા તરફથી ભાવનગરમાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં ‘ઓન્લી મી’ નામની ચિંતન ત્રિવેદીની ફિલ્મને પાંચમું સ્થાન મળ્યું હતું જે ગૌરવ લેવા જેવી બાબત છે. ભલે પાંચમું સ્થાન મળ્યું પણ તેઓ ત્યાં સુધી પહોચ્યા તો ખરાને.

    ‘અનુરાગ’ નામની આ શોર્ટ ફિલ્મના નિર્માતા અર્જુનસિંહ સરવૈયા છે. જેઓ ઘણા લાંબા સમયથી એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ગુજરાતી ફિલ્મ ચલાવો નામનું અભિયાન ચલાવી રહ્યા છે. જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. નિર્માતા તરીકે બીજું નામ યુનુસ શેખ છે જેઓ આ ફિલ્મમાં ટાઈટલ રોલ પણ કરી રહ્યા છે. ‘અનુરાગ’ ફિલ્મનો હીરો પેઈન્ટર બતાવવામાં આવ્યો છે અને મજાની વાત એ છે કે યુનુસ શેખ પોતે પણ વાસ્તવિક જીંદગીમાં એક કામિયાબ પેઈન્ટર પણ છે. જેના દોરેલા ચિત્રોનો જ સમાવેશ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. દિગ્દર્શક ચિંતન ત્રિવેદી છે. કલાકારોમાં યુનુસ શેખ, દિપાલી લીંબડીયા, અમિત ગલાણી અને કલ્પેશ જોશી છે. કેમેરાવર્ક મંથન પંડ્યાએ સંભાળી હતી. એડીટીંગ ચિંતન ત્રિવેદીનું જ છે.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment