facebook

Wednesday 28 October 2015

kuldeep makwana

ફિલ્મનો પ્રીમિયર નિર્માતા કુલદીપ મકવાણાના શહેર વલસાડ ખાતે ૨૨ મે એ યોજાશે. જેમાં ફિલ્મના તમામ લીડ કલાકારો હાજરી આપશે


    નિર્માતા કુલદીપ મકવાણાની ફિલ્મ ‘સાજન તારા વિના સુની જીંદગી’ જે ફિલ્મ ૨૨ મે ના દિવસે રીલીઝ થવા જઈ રહી છે. આર.કે.સી. ફિલ્મ્સ પ્રોડકશન (વલસાડ) ના બેનરમાં બનેલી આ ફિલ્મમાં આજના હાર્ડ એન્ડ ફાસ્ટ જમાનામાં યુવાનો પોતાના માતા પિતાના કહ્યામાં ન હોય અને પછી જે ભોગવવું પડતું હોય છે તે અને બીજો મહત્વનો મુદ્દો અત્યારે ચગેલો છે તે એ કે ભ્રુણ હત્યા, સ્ત્રી શોષણ વગેરેને ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મમાં સરસ રીતે આલેખી છે. નિર્માતાની સાહિત્ય પ્રત્યેની રૂચી અને તેમના પિતાનું એક સપનું કે આવી એક ફિલ્મ બનાવી લોકો સમક્ષ મુકીએ જેથી વધુ નહિ તો થોડી લોકોમાં જાગૃતિ આવે. સમાજ માટે કોઈ સંદેશ, સારી સ્ટોરી, સારા ગીતો અને ફિલ્મની સારામાં સારી સ્ટારકાસ્ટ ફિલ્મને વધારે માણવાલાયક બનાવે છે. તેઓ પ્રથમવાર ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા અને આ લાઈનનો કોઈ અનુભવ તો હતો નહિ. છતાં પણ એક સાહસ કર્યું અને દિગ્દર્શક પર પસંદગી ઉતારી જે નિર્માતાની કસોટીમાં પાર ઉતરી શક્યા. જેમાં મનોજ ડોબરિયા, તનસુખ ગોહિલ અને બાબુ ગંગેર છે. કુલદીપ મકવાણા જણાવે છે કે, મને એવા એવા દિગ્દર્શકો મળેલા કે મને કહેલું કે હું તમને આટલા બજેટમાં ફિલ્મ બનાવી આપીશ પણ અમે ભરત શર્મા અને પંકજ ખત્રીના સહયોગથી આ પાર પાડી શક્યા. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વંદનભાઈ શાહ તરફથી ઘણો સહયોગ સાંપડ્યો.
પ્ર – ફિલ્મથી આપની અપેક્ષા?
ઉ – મને સો ટકા વિશ્વાસ છે કે ભલે મે પહેલી વખત ફિલ્મ બનાવી હોય પણ ફિલ્મનું મેકિંગ તગડું છે. અત્યાર સુધી જે નથી આવ્યું તે લાવવાનો પ્રયત્ન મે મારી ફિલ્મમાં કર્યો છે. જે લોકોની આતુરતા છે તેવી એકદમ ફૂલટુ ડ્રામા સ્ટોરી છે. ફિલ્મ જોઇને દર્શકો હસતા હસતા થીયેટરમાંથી બહાર નીકળશે તે મારે વલસાડમાં અને ગુજરાતના દરેક સિનેમાઘરોમાં જોવું છે. આધુનિક જમાના સાથે કદમ મેળવીને ફિલ્મમાં દરેક પાસા પર અમે એકમ સચોટ અને ધગશથી કામ કર્યું છે. જેમાં મને કલાકારોનો પણ પૂરો સપોર્ટ રહ્યો. આ મારી ફિલ્મ ‘સાજન તારા વિના સુની જીંદગી’ માં સ્ટોરીને ક્યાય પણ પાટા પરથી ઉતારવા નથી દીધી. ફિલ્મની વાર્તા અને ગીતો એકદમ સાથે આગળ વધે છે જેથી દર્શકોને પણ ફિલ્મ જોવાની મજા આવે. ક્યારેક એવું બનતું હોય છે કે ફિલ્મ ક્યાય જતી હોય ગીતો ક્યાય જતા હોય. મારી ફિલ્મમાં અમે આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે.

પ્ર – ફિલ્મના ગીતો?
ઉ – મારી ફિલ્મમાં અમે છ ગીતો મુક્યા છે જેમાં એક ડાયરો છે. બે લવ સોંગ છે’ જેને શૈલેશ – ઉત્પલ જેવા પ્રખ્યાત સંગીત બેલડીનું સંગીત સાંપડ્યું છે. અત્યારે અમે ફિલ્મના ગીતો લોન્ચ કરી દીધા છે જેમાં ટાઈટલ સોંગ ખૂબ કર્ણપ્રિય બન્યું છે. ‘સાસરીયે નહિ જઉં’ ગીત પણ બંને હિરોઈનો કિરણ આચાર્ય અને મરજીના દિવાન પર ફિલ્માવવામાં આવ્યું છે તે પણ ખૂબ જ લોકપ્રિય થશે. જે એવા તબક્કે ગાવામાં આવ્યું છે કે તે પોતાના પરિવારને છોડીને ક્યાય લગ્ન બંધને બંધાઈને જવા નથી માગતી. બે લવ સોંગના શબ્દોને પાર્થિવ ગોહિલ અને સાધના સરગમનો મધુરો કંઠ મળ્યો છે.
    ફિલ્મના નિર્માતા કુલદીપ મકવાણા છે. દિગ્દર્શન મનોજ ડોબરિયા, તનસુખ ગોહિલ અને બાબુ ગંગેર કરેલું. કથા – પટકથા, સંવાદ અને ગીતો મનોજ ડોબરીયાના જ છે. ફિલ્મના દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે સુનીલ વાઘેલા (જુનાગઢ) એ. સંકલનકાર છે પ્રફુલ ચૌહાણ (રંગોળી વિઝાન), ફિલ્મના કલાકારોમાં એક્શન કિગ જીત ઉપેન્દ્ર, રૂપની રાણી કિરણ આચાર્ય, નમણી નાગરવેલ મરજીના દિવાન, શ્રીકાંત સોની, દેવેન્દ્ર પંડિત, ચારુબેન પટેલ, ઝાકીર ખાન, નરેશ પટેલ, સાગર રાજ, સંજય દેવ (બોબી), કરણ રાજપૂત, મીના સલમા, આરતી, રવિના, રૂપલ મહેતા, યશોધર જાની, પારુલ વાઘેલા વગેરે છે. ડાન્સ માસ્ટર અશ્વિન માસ્ટરજી, ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે. ફિલ્મનો પ્રીમિયર નિર્માતા કુલદીપ મકવાણાના શહેર વલસાડ ખાતે ૨૨ મે એ યોજાશે. જેમાં ફિલ્મના તમામ લીડ કલાકારો હાજરી આપશે.    



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment