facebook

Monday 12 October 2015

krishna rawal

અમારી તરફથી ગુજરાતી દર્શકોને નવા વર્ષની આ ગીફ્ટ છે - ક્રિષ્ના પંડ્યા


    ટૂંક સમયમાં રજૂ થનારી ફિલ્મ ‘આ તે કેવી દુનિયા’ નું જયારે ટ્રેલર લોન્ચ થયું ત્યારે ફિલ્મની કથા અંગે કેટલીક બાબતો બહાર આવતા રસિકોમાં આ ટ્રેલરે ભારે ઉત્સુકતા જગાવી હતી. આજની અર્થ પ્રધાન દુનિયામાં નાણાને સુપર પાવર ગણવામાં આવે છે. પરંતુ આ ફિલ્મ આપણને એવી દુનિયાના પ્રવાસે લઇ જાય છે કે જ્યાં પૈસાનો કોઈ પાવર નથી અને માણસના કર્મો જ ધ્યાનમાં લેવાય છે. ફિલ્મના આ પાસાને રમૂજી રીતે રજૂ કરતી આ ફિલ્મને રજૂ થવાના દિવસે જ ભારે પ્રતિસાદ મળવાની ગણતરી રખાઈ છે. ફિલ્મના કલાકારોમાં રાજ જતાનીયા, યતીન પરમાર, કિંજલ પંડ્યા, સુનીલ વિસરાની, જયેશ મોરે, ક્રિષ્ના પંડ્યા, રાજકુમાર કનોજીયા, ફાલ્ગુની દેસાઈ, પદમેશ પંડિત અને સનાત વ્યાસ મહત્વની ભૂમિકામાં રજૂ થશે. તો આપણે વાત કરવી છે ક્રિષ્ના પંડ્યા વિષે. ક્રિષ્ના પંડ્યા મૂળ સુરતની છે. સુરતના જ ખમણ ઢોકળા ખાઈને મોટી થઇ છે. હાલ તે મુંબઈ રહે છે જ્યાં તેણે થીયેટરમાં કામ કર્યું. સાડીઓ માટે એડ શૂટ કરી. સોની ટીવી પર પ્રસારિત થતી સીરીઝ સીઆઈડી ના એપિસોડ કરી ચુકી છે. સાવધાન ઇન્ડિયામાં પણ કામ કરી ચુકી છે. ઈટીવી પર સુશીલા બકુલા, રીતરિવાજ વગેરેમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરી ચુકી છે. જેડી મજેઠીયાની ફિલ્મ ‘ખીચડી – ધ મુવી’ માં તે મેગીના પાત્રમાં દર્શકોને જોવા મળી હતી. આ ફિલ્મ ‘આ તે કેવી દુનિયા’ તેની પ્રથમ ફિલ્મ છે.

પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે?
ઉ – આમાં મારા પાત્રનું નામ શ્રુતિ છે. એને એની લાઈફમાં ઘણું બધું કરવું છે. ત્યારબાદ એની લાઈફમાં આ બે હીરો આવે છે. જેનાથી તેની લાઈફમાં ટ્વિસ્ટ આવે છે અને એક્ચુલી શું છે તે તેને ખબર પડે છે. એની જીંદગીમાં કેમ અમુક બસ્તુઓ નથી થઇ તેના કારણો તેને ખબર પડે છે. વધુ તો ફિલ્મ માટે તમારે રાહ જોવી પડશે.
પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે કહેશો.
ઉ – ફિલ્મના નિર્માતા વિજય ખત્રી છે. જેઓ ઘણા સારા પ્રોડ્યુસર છે. અમે જયારે સેટ પર હતા તો કોઈ વસ્તુ માટે તેમણે અમને નિરાશ નથી કર્યા. અમને તેમણે સારામાં સારી ફેસીલીટી આપી છે. એક સુંદર માહોલ અમને આપ્યો છે કે અમે સારામાં સારૂ કામ કરી શકીએ. હું એમને સ્પેશ્યલ થેન્ક્સ કહેવા માગીશ કે એમને અને તેજસ પડીયાને કે મને તેમણે આ ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ આપ્યો. એમની સાથે જોડાવાનો ચાન્સ આપ્યો અને અમે એક ફેમિલીની જેમ કામ કરી રહ્યા હતા.

પ્ર – હિન્દી ફીલ્મોધ્યોગમાં આપણા જે કલાકારો સક્રિય છે તેમણે ગુજરાત માટે કંઇ કરવું જોઈએ?
ઉ – અફકોર્સ કરવું જોઈએ. કેમ નહિ કરવું જોઈએ? દરેક ગુજરાતીએ પોતાની લેંગ્વેજ માટે, પોતાના ગુજરાત માટે કરવું જ જોઈએ. આઈ થીંક ઘણા કલાકારો ગુજરાત માટે એવું ઘણું કરી ચુક્યા છે જેના પર આપણને સૌને ગર્વ થાય. એ લોકો ગુજરાતીમાં થીયેટર કરીને જ આગળ આવ્યા છે. એવું નથી કે નથી કર્યું. પરેશ રાવલનું લાસ્ટ પ્લે હમણાં જ મે જોયું ‘ફાધર’. હવે ગુજરાતી ફિલ્મોની ક્વોલીટી મળવા માંડી છે તો જે આર્ટીસ્ટો હિન્દી માટે ઇન્ટ્રેસ્ટેડ હતા તે હવે ગુજરાત તરફ આકર્ષિત થઇ રહ્યા છે. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોનો ઉદય છે અને અમારા તરફથી ગુજરાતી દર્શકોને એક નવા વર્ષની ગીફ્ટ છે.  


n  ગજ્જર નીલેશ

No comments:

Post a Comment