facebook

Thursday 29 October 2015

sagar shah

હું ‘રામલી રીક્ષાવાળી’ માં એક કેમિયો ટાઈપ કિરદારમાં દર્શકોને જોવા મળીશ - સાગર શાહ


    મુકેશ ઓઝા નિર્મિત અને રમેશ કરોલકર દિગ્દર્શિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં ઘણી મોટી મોટી સ્ટારકાસ્ટ એક સાથે તેઓ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું શૂટ હાલ પૂરું થઇ ગયું છે. જેમાં ફિલ્મના કલાકારોમાં લીડ ભૂમિકા હીના રાજપૂત નિભાવી રહી છે. સાથે સાથે ઘણા કલાકારોનો કાફલો પણ ફિલ્મમાં છે જેમાંથી આજે આપણે વાત કરવી છે ફિલ્મમાં કેમિયો રોલ ભજવી રહેલા સાગર શાહ વિષે. તેમની સિદ્ધિઓની વાત કરીએ તો કૃષિ દર્શન એગ્રીકલ્ચર પ્રોગ્રામ માટે ૨૫૦ થી પણ વધુ એપિસોડનું સફળ એન્કરીંગ કર્યું. ૪૫ થી પણ વધુ ગુજરાતી અને હિન્દી નાટકો કર્યા જેમાં જાણીતા નાટકોમાં પ્રેમમાં પેન્શન પછી શેનું ટેન્શન, આર્યલેન્ડ, સંજોગ, અંધાયુગ, પૂર્ણ અપૂર્ણ, બંધન અને મુક્તિ વગેરે. ગુજરાતી સીરીયલોમાં મારા સાજણજી, આનંદ ધારા, કુંવારા કોર્પોરેશન, કાકાની કમાલ, નરસિંહ મહેતા, શમણા સુખી સંસારના, લખી રાખો આરસની તકતી પર, સુંદરલાલ સપનાવાળા વગેરે માં અભિનય કર્યો. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો જય જલારામ બાપા, નીલકંઠ કરી છે આ ઉપરાંત સાગર શાહની એક ફિલ્મ સંબંધોની સોનોગ્રાફી પણ આવી રહી છે. ‘રમલી રીક્ષાવાળી’ માં સાગર શાહ એક કેમિયો ટાઈપ કેરેક્ટર નિભાવી રહ્યા છે. રમેશભાઈએ તેમને ઘરે બોલાવી સમજાવેલું કે આ પાત્ર મારી ફિલ્મ માટે ખૂબ જ મહત્વનું છે જે તું કરીશ? સાગરે તરત હા પાડી અને વાત પાક્કી થઇ. પાત્ર વિષે સાગર શાહે કહ્યું કે મારૂ પાત્ર ફિલ્મમાં યુવતીઓને ફસાવવાનું અને તેનો ગેરફાયદો ઉઠાવવાનો એવું કામ કરે છે. પરંતુ એક દિવસ તેના હાથે તે એક એવી યુવતીને ફસાવે છે જેનાથી તેની લાઈફમાં ઘણા હાસ્યાત્મક વળાંકો આવે છે. તે જે પણ યુવતીઓને ફસાવવાના વ્યહ રચતો હોય છે તેમાં એક દિવસ તે પોતે જ ફસાઈ જાય છે. સરસ પાત્ર છે જે મને કરવાની ખૂબ મજા આવી. મે આવું પાત્ર ગુજરાતી ફિલ્મમાં ક્યારેય જોયું નથી.


પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે.
ઉ – હું આ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ઓછા લોકોને જાણું છું અને હું ફિલ્મ લાઈનમાં બહુ ઓછા લોકોને મળું છું. કારણકે, મને અત્યાર સુધીમાં વિશ્વાસુ લોકો જુજ મળ્યા છે. પરંતુ રમેશ કરોલકર અને મુકેશ ઓઝાને મળીને એવું લાગ્યું કે તેઓ ખૂબ જ વિશ્વાસુ માણસો છે. જે ફિલ્મોમાં કંઇક નવું સર્જન કરી બતાવશે એવું મને તેમના કામ પરથી લાગ્યું. એમની ફિલ્મ બાબત જે ધગશ હતી તે મે જોઈ. ફિલ્મનું ઓપનીંગ સરસ રહ્યું. મુહુર્ત શોટ મારા પર લેવામાં આવ્યો. ફિલ્મના ફોટો શૂટ દરમિયાન પણ તેમના વિષે ઘણું જાણવા મળ્યું કે તેઓ ફિલ્મને ઘણી ઉંચાઈએ લઇ જશે. ફિલ્મના ફ્લોર પર બિનજરૂરી કોઈ વસ્તુ લાવવામાં નહોતી આવતી. ફિલ્મમાં કામ કરતી યુવતીઓ સાથે પણ ગેરવર્તણુક નહોતા ચલાવી લેતા. બધા જ સારા ફેમિલીમાંથી આવે છે અને તેમને ફેમીલી જેવું જ વાતાવરણ મળી રહેતું હતું. ફક્ત મુકેશ ઓઝા જ નહિ પણ દિવ્ય શાહ અને શાસ્ત્રીજી, દિગ્દર્શક રમેશ કરોલકર ચારેયનું ટીમ વર્ક કાબિલ એ દાદ હતું.



n  ગજ્જર નીલેશ  

No comments:

Post a Comment