facebook

Sunday 25 October 2015

mukesh oza

આઈટમ સોંગ માટે અમારી પસંદ મમતા સોની - મુકેશ ઓઝા

    મહિલાઓના રીક્ષા ચલાવવા પર કે કોઈપણ કારભાર સંભાળવા પર આધારિત મુકેશ ઓઝા નિર્મિત અને રમેશ કરોલકર દિગ્દર્શિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં હવે એક નવો વળાંક આવ્યો છે. ફિલ્મમાં જબરું આકર્ષણ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમ કે, આગચંપીના દ્રશ્યો, હિરોઈનની ફાઈટ, રિક્ષાવાળાઓ તરફથી મળી રહેલો સહકાર, વચ્ચે વચ્ચે કેટલાક કલાકારોની અદલાબદલી પણ થઇ ગઈ. જેમાં વધુ એક નામ હવે ઉમેરાવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મોની બક્સમ બ્યુટી મમતા સોનીનું. તેણે હવે આ ફિલ્મમાં એન્ટ્રી લઇ લીધી છે. ફિલ્મના નિર્માતા મુકેશ ઓઝાના કહ્યા પ્રમાણે મમતા સોની આ ફિલ્મમાં કોઈ પાત્ર નથી ભજવવાની પણ તેના પર એક આઈટમ સોંગ ફિલ્માવવામાં આવશે. આ પહેલા આ સોંગ પર રામલીલા ફેઈમ ભૂમિ ત્રિવેદીને સાઈન કરવામાં આવેલી પણ તેની તારીખોમાં કોઈ ફેરફાર થતા અને તે સમય ના આપી શકતા આખરે મુકેશ ઓઝાએ મમતા સોની પર પસંદગી ઉતારેલી.

પ્ર – આઈટમ સોંગ માટે મમતા સોની જ કેમ?
ઉ – મમતા સોની એટલા માટે કે ગુજરાતમાં લીડ અભિનેત્રી તરીકે અને ગુજરાતના અમુક ગ્રામીણ વિસ્તારમાં તેનો ચાહક વર્ગ બહોળા પ્રમાણમાં છે. જેણે ટૂંક સમયમાં અભિનય ક્ષેત્રમાં એક બહુ મોટી પ્રસિદ્ધિની હરણફાળ ભરી છે. અમે પહેલા ભૂમિ ત્રિવેદી પર પસંદગી ઉતારેલી પણ તેમની તારીખનો પ્રોબ્લેમ આડે આવ્યો અને અમારે એવી કોઈ અભિનેત્રીની જરૂર હતી જે આઈટમ સોંગ માટે પરફેક્ટ રહે. અમે ઘણી બધી હિરોઈનોના સોન્ગ્સ જોયા, લૂક જોયા અને છેલ્લે અમે મમતા સોની પર મહોર મારી. બીજું એ કે જેવી રીતે મમતા સોની લાઈવ પ્રોગ્રામોમાં પોતાના ચાહકોને જકડી રાખવા સક્ષમ છે તો જો તે આવું રીઅલમાં કરી શકે તો પડદા પર તો તે દર્શકોને જકડી રાખવા માટે અતિ સક્ષમ છે.
પ્ર – તમારી અર્બન ટાઈપ ફિલ્મમાં રૂરલ આઈટમ સોંગ?
ઉ – હા, અમારી ફિલ્મ અર્બન જ છે પણ અમે બંને ફિલ્મો અર્બન અને રૂરલના દર્શકોને ધ્યાનમાં રાખવા માગીને ફિલ્મમાં કંઇક નવું કરવા માંગતા હતા. મોર્ડન ટાઈપ આ ફિલ્મમાં અર્બન અને રૂરલનો ભેદ બતાવવા માટે અમે અર્બન કક્ષાને રૂરલમાંથી જે અભિનેત્રી સર્વશ્રેષ્ઠ જે છે એમને અમે પ્રસ્તુત કરીને આખી ફિલ્મ આખા ગુજરાતની અંદર તમામ વર્ગ પોતાની કહી શકે. આ એન્ગલને ધ્યાનમાં રાખીને જ અમે ફિલ્મ બનાવી છે.
    વધારે એ કહીશ કે આ પાર્ટી સોંગ છે. જે ખૂબ જ મોંઘા લોકેશન પર અમે ફિલ્માવી રહ્યા છીએ. જેમાં શહેરની મધ્યમાં એક ક્લબ પર અમે સેટ ગોઠવવાનું આયોજન બનાવ્યું છે. એટલે ખૂબ જ સરસ લોકેશન તમને આ સોંગમાં જોવા મળશે. સાથે સાથે કોસ્ટિંગ ડીઝાઈન અને ફેશન ડીઝાઈનને પણ અમે આની અંદર ઇન્વોલમેન્ટ આપ્યું છે.


n  ગજ્જર નીલેશ 

1 comment: