facebook

Tuesday 27 October 2015

mukesh oza

પાંચ લાખની ગ્રાન્ટ માટે ફિલ્મો બનાવવી કે ફિલ્મ માટે ગ્રાન્ટ લેવી આ બે વિષય અલગ છે - મુકેશ ઓઝા


    ગુજરાતી ફિલ્મોના વિકાસના સંદર્ભમાં હમણાં જ એક ચર્ચા થઇ જેમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠી ફિલ્મો ફરજીયાતપણે મલ્ટીપ્લેક્ષમાં દર્શાવવાનો આદેશ આપ્યો છે એવો કેબીનેટમાં ઠરાવ થયો. તો એ ઠરાવના અનુસંધાનમાં ગુજરાત સરકારને પણ આપણે રીક્વેસ્ટ કરીએ કે એટલીસ્ટ પ્રાઈમ ટાઈમમાં પણ ગુજરાતી ફિલ્મોના શો દરેક મલ્ટીપ્લેક્ષમાં દર્શાવવા જોઈએ. ગુજરાતી ફિલ્મો નબળી કેમ છે? ગુજરાતી ફિલ્મો નહિ ચલાવના ક્યા એવા કારણો છે? જેના લીધે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઉંચો આવતો નથી? જેના જવાબરૂપે નિર્માતા મુકેશ ઓઝાએ જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મોનું મેકિંગ નબળું હોવાના કારને ગુજરાતી ફિલ્મો જોતો દર્શક ધીરે ધીરે ફિલ્મો જોતો ઓછો થતો ગયો. બીજું કે, ગુજરાતી ફિલ્મોને દર્શકો મળતા નથી. મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ લગાવે અને તેનું ભાડું પણ નીકળી ના શકે એટલે નિર્માતાઓ હંમેશા નુકસાનના ભરડામાં જ જાય છે. પરંતુ સિંગલ સ્ક્રીન માટે ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને જ બનતી ફિલ્મો અને તેનો પીરીયડ સતત ચાલવાને કારણે મારું માનવું છે કે દર્શકોને પહેલેથી જ રૂરલ ફિલ્મો જોવાનો નશો ચડી ગયો. જેના લીધે હવે તે ગુજરાતી ફિલ્મોમાં નવું જોવા માંગતો જ નથી. પરંતુ જો હવે સતત આવી એકવીસમી સદીને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ ફિલ્મો બનાવશે તો દર્શકો પણ મળી રહેશે અને ફિલ્મોનું જે સ્તર નીચું ગયું છે તે પણ ઊંચું આવશે. સરકારે પણ એ ખ્યાલ રાખવો જોઈએ કે એક ફિલ્મ મેકર જયારે ફિલ્મ બનાવે ત્યારે ઘણા લોકોને રોજી રોટી મળતી હોય છે. તો એમને જીવનદાન આપવું અને એમને પ્રોત્સાહન આપવું એ સરકારની ફરજ છે.
    અત્યારે જે નવા નવા ફિલ્મ મેકરો આવી રહ્યા છે તેઓ વાસ્તવમાં સબસિડીને ધ્યાનમાં રાખીને આવતા નથી. કારણકે, સબસીડી તો અત્યારે બંધ જ છે. જેના લીધે નવી અર્બન ફિલ્મોનું પ્રમાણ પણ ધીરે ધીરે વધવા માંડ્યું છે. જેઓ ગુજરાતની ગરીમાને માન આપવા અને સાથે સાથે ફિલ્મોમાં આપણી સંસ્કૃતિને જીવંત રાખવા બદલ હું નિર્માતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છતાં જે પ્રયત્નો સરકાર તરફથી થવા જોઈએ તે થયા નથી. અને વાત જ્યાં સુધી ફિલ્મોની ગ્રાન્ટ માટેની છે તો દરેકને સબસીડી આપી દેવી એમાં હું પણ સહમત નથી. પાંચ લાખની ગ્રાન્ટ માટે ફિલ્મો બનાવવી કે ફિલ્મ માટે ગ્રાન્ટ લેવી આ બે વિષય અલગ છે. ખાસ કરીને એ જોવામાં આવ્યું છે કે, પહેલા આનો દુરુપયોગ થઇ ચુક્યો છે. પણ હવે દુરુપયોગ ના થાય એ સંબંધમાં સરકારે ગ્રેડ સીસ્ટમ રાખી અને ક્વોલીટી વાઈઝ સબસીડી આપવી જોઈએ. તો આજનો નવો નિર્માતા કે યંગ જનરેશન સારી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરે. આવા પ્રયત્નો થવા જોઈએ.

    ગુજરાતી ફિલ્મોની વાસ્તવિકતા એ છે કે ફિલ્મ મેકર કલાને હજુ ઓળખી શક્યો નથી. પહેલાના સમયમાં જે પણ કલાકારો ગુજરાતી ફિલ્મોમાં આવ્યા તેઓ જમાનાને અનૂરૂપ ફિલ્મોમાં કામ મળવાથી ચાલી ગયા. પરંતુ હવે છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષના ગાળામાં જે કલાકારોએ નવા નવા પ્રયોગો કર્યા જેમાં દર્શકો તરફથી એમને એ સન્માન ન મળ્યું જે જોઈતું હતું. જેના કારણે અમુક કલાકારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડીને મુંબઈ સ્થાયી થયા અને હિન્દી ફિલ્મો તરફ વળી ગયા. આવા બધા પાસાઓ પણ મુખ્ય ભાગ ભજવતા હોય છે. અત્યારે કલાકારોને ફિલ્મોમાં રોલ મળે છે એ જ બહુ મોટી વાત છે. એટલા રોલ માટે તરસ્યા ભૂખ્યા કલાકારો છે તો ગુજરાતની આ દયનીય સ્થિતિ કહેવાય જે વાસ્તવિકતા છે. આ બધી નબળાઈઓને સરકાર તરફથી સમર્થન મળવું જોઈએ અને એની વારંવાર રજૂઆત થવી જોઈએ. એક વાત આ સાથે ચોક્કસ કહીશ કે નબળું મેકિંગ બનાવીને ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા કરતા સારૂ મેકિંગ બનાવી અને મહત્વનું પ્રમોશન કરીને જો તમે દર્શકો સામે મુકો તો ચાલે.    



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment