facebook

Tuesday 27 October 2015

mehul buch

સન્ની લીઓન સાથે મેહુલ બુચ ‘કુછ કુછ લોચા હૈ’ અને ‘વ્હાલનો વારસદાર’ તો ખરી જ  



    નિર્માતા શૈલેશ શાહની ફિલ્મ ‘વ્હાલનો વારસદાર’ ફિલ્મ હાલ શૂટમાં છે. જેમાં દિગ્દર્શન કરી રહ્યા છે વસંત નારકર અને ફિલ્મમાં હિન્દી ફિલ્મો અને ટીવી સીરીયલોમાં મોટું નામ અને કામ ધરાવતા મેહુલ બુચ પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે. આ અગાઉ તેઓએ લગભગ ત્રણથી ચાર જ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે જેમાં એક હમણાં જ આવેલી ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ હતી. તે ફિલ્મ પણ તેઓએ ઘણા લાંબા સમય બાદ કરી હતી. તેઓ ગુજરાતી ફિલ્મોથી એકદમ વિમુખ થઇ ગયા હતા. પરંતુ હવે પહાડી અવાજના માલિક મેહુલ બુચ ફરી ગુજરાતી દર્શકોને મનોરંજન પીરસવા આવી રહ્યા છે જેનો શ્રેય તેઓ શૈલેશ શાહને આપે છે. કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે તેઓનું નામ મે સાંભળેલું કે તેઓ ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવીનતા લાવવા દરેક ફિલ્મે નવો કોન્સેપ્ટ લઈને ફિલ્મો બનાવે છે. એટલે મને ઉત્સાહ તો હતો જ કે એવી કોઈ ફિલ્મની ઓફર આવે એટલે લઇ જ લઉં. ‘વ્હાલનો વારસદાર’ એક બાપ અને દીકરાના સંઘર્ષની કથા છે. જેમાં ઘણી બધી ગેરસમજ સર્જાય છે. બાપ પોતાના નિયમો પોતાના સપનાઓ દીકરા થકી પૂરા કરવા માંડે છે. જેના કારણે બાપ દીકરા વચ્ચે સંઘર્ષ સર્જાય છે. આગળ જતા દીકરાના કેટલાક અનિવાર્ય સંજોગોના કારણે અમુક એવી ઘટનાઓ આકાર લે છે જેના પરિણામે દીકરો બાપને નફરત કરતો થઇ જાય છે. જયારે સત્ય હકીકત સામે આવે છે ત્યારે બાપ તૂટી પડે છે. અંતે જીંદગીમાં બધું સાચવી જાય તેવી પરિસ્થિતિ આવે છે ત્યારે ઘણું મોડું થઇ ચુક્યું હોય છે. છેલ્લે બાપે દુખી થવાનો વારો આવે છે. પોતાના ખોટા અહમ અને જીવનની કેટલીક ગેરસમજને કારણે એક બાપ પોતાના વ્હાલના વારસદાર દીકરાને ખોઈ બેસે છે.

    ગુજરાતી ફિલ્મોમાં મેહુલ બુચે બહુ ઓછું કામ કર્યું છે જેમકે ૧૫ વર્ષ પહેલા આવેલી દેરાણી જેઠાણી, પછી આવી પાંખ વગરના પારેવા જેમાં તેઓને આત્મવિ શ્વાસ હતો કે આ ફિલ્મ માટે તેમને સ્ટેટ એવોર્ડ મળશે અને મળ્યો પણ ખરો. ત્યારબાદ ફિરોઝ ઈરાની અને દેવેન્દ્ર પંડિતે હરપાલદે શક્તિના અમર અજવાળા ફિલ્મના નિર્માતા જીતુભા જાડેજાને મેહુલ બુચનું નામ સૂચવ્યું. જેમાં તેમનું પાત્ર ખૂબ જ સરસ હતું પરંતુ તે ફિલ્મ જેટલી ચાલવી જોઈતી હતી તેટલી ચાલી નહિ અને નિરાશા સાંપડી. હિન્દી ફિલ્મો અને તીઓવી સીરીયલોમાં તેઓ એટલા બધા બીઝી હોય છે કે તેઓ ગુજરાતી ફિલ્મો માટે ભાગ્યે જ સમય ફાળવી શકે છે. અચાનક એક દિવસ તેમના મોબાઈલની રીંગ વાગી સામેથી અવાજ આવ્યો ‘મેહુલ બુચ બોલો છો?’ જવાબ મળ્યો હા. તે ફોન હતો વ્હાલનો વારસદાર ફિલ્મના નિર્માતા શૈલેશ શાહનો જેમણે તેમની આગામી ફિલ્મ માટે મેહુલ બુચને તેમના માટે કે એમ કહો કે તેમને ધ્યાનમાં રાખીને જ લખાયેલા રોલ માટે ઓફર કરી. મેહુલ બુચ તો જાણતા જ નહોતા કે શૈલેશ શાહ કોણ છે. પરંતુ અત્યારે તેઓ તેમની સાથે કામ કરીને કહે છે કે ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ લેવલનું પ્રોફેશનાલિઝમ મે નથી જોયું. એ માણસ ખૂબ જ સ્પષ્ટ, પારદર્શક અને ખૂબ જ પ્રોફેશનલ વ્યક્તિ છે. કદાચ હું એમ કહીશ કે આજ પછી હું ગુજરાતી ફિલ્મ વધારે કરીશ તો તેના કારણમાં શૈલેશ શાહ હશે. સાથે સાથે ફિલ્મના દિગ્દર્શક વસંત નારકર એકદમ નિખાલસ માણસ. પોતે પોતાનું કામ જાણે છે. ક્યારેય પણ તેઓએ મને મારા કામનો ભાર નથી બતાવવા દીધો. બહુ જ શાંતિથી કામ કરે છે. પંદર દિવસનું કામ ક્યારે પતી ગયું એ મને પણ ખબર નથી. એટલું સરસ શુટિંગ પૂરું થયું કે કોઈ બુમાબુમ નહિ, કોઈ કકળાટ નહિ અને મને પણ એવી જગ્યાઓ પર જ કામ કરવું ગમે છે જ્યાં ખોટા ઉપજાવેલા ટેન્શનો ન હોય.

પ્ર – જીત ઉપેન્દ્ર સાથેની તમારી કેમેસ્ટ્રી?
ઉ – જીત ઉપેન્દ્ર સાથે હું આ બીજીવાર કામ કરી રહ્યો છું. પ્રથમ ફિલ્મ હતી ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ જેમાં અમે બંને સાથે હતા. જીત અને હું એવા મિત્રો છીએ કે હું એને હંમેશા ‘બોસ’ કહીને બોલાવુ છું અને તે મને ‘ટાઈગર’ કહીને બોલાવે છે. અમારે આ લેવલના  સંબંધો છે અને વ્યક્તિ વિશેષ છે તે મારા માટે.

    આ ઉપરાંત ખુશીની વાત એ છે કે આ જયારે લખાઈ ચુક્યું હશે ત્યારે તો મેહુલ બુચની એક હિન્દી ફિલ્મ રીલીઝ પણ થઇ ગઈ હશે. તેઓ એક હિન્દી ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’ માં સન્ની લીઓન સાથે ફિલ્મી પડદે આવી રહ્યા છે. આ વિષે જયારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હું કુછ કુછ લોચા હૈ’ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. કારણ કે મુંબઈમાં ચારે બાજુ મે તે ફિલ્મના મોટા મોટા પોસ્ટર્સ જોયા છે. સન્ની લીઓન અને રામ કપૂર જેવા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળે તે ગૌરવપ્રદ બાબત છે. સૌથી વધારે આનંદ મને એ વાતનો છે કે ક્યારેક એવા પાત્રો મળે કે જેના માટે અમારે તૈયારીઓ ન કરવી પડે અને તે અચાનક થઇ જાય. ‘કુછ કુછ લોચા હૈ’ મારૂ પાત્ર રામ કપૂરના મિત્ર તરીકેનું છે. નોર્મલ મારા દેખાવ પ્રમાણેનું જ પાત્ર છે પણ અચાનક મારો ગેટઅપ એકદમ ચેન્જ થઇ જાય છે. પહેલા હું કંઇક જુદો હોઈશ અને અંતે કંઇક જુદો જે દર્શકોને જોવાની મજા પડશે. આખો દોઢ મહિનો અમે મલેશિયામાં રહીને અમે શૂટ કર્યું જ્યાં ખૂબ ધમાલ મસ્તી કરી હતી અમે લોકોએ. સન્ની લીઓન માટે મારે ખાસ એક વાત દર્શકોને જણાવવી છે કે સન્ની લીઓન એક એવી અભિનેત્રી છે જેની દરેક લોકો સારી નરસી વાતો કરે છે. મારા મનમાં પણ એક ડર હતો કે સન્ની લીઓન સાથે કામ કરૂ કે નહિ. તે કેવું કોઓપરેટ કરશે? અત્યારે મને ખુશી એ વતની છે કે સન્ની લીઓન મને મારા પર્સનલી ઓળખે છે. એના જેવી પોઝીટીવ વ્યક્તિ મે સેટ પર જોઈ નથી. એને ફક્ત કામ જ કરવું છે અને એટલી બધી શાંત છે કે કોઈ દિવસ કોઈની પણ સાથે ઝઘડો હોય જ નહિ. કોઈ ડિમાન્ડ નહિ. સરળતાથી કામ કરે કે ન પૂછો વાત. મને પૂછે કે મારી એક્ટિંગ બરાબર થઇ રહી છે કે નહિ?  



n  ગજ્જર નીલેશ    

No comments:

Post a Comment