facebook

Tuesday 27 October 2015

yamini joshi

રણબંકા શુરવીર પ્રો. હાઉસની પરાક્રમસિંહ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં યામિની જોશી


    ગુજરાતી ફિલ્મી પડદે હવે હિરોઈનો તો ઠીક પણ ચરિત્ર ભૂમિકાઓ ભજવતા કલાકારો પણ પોતાના અદભુત ટેલેન્ટ થકી પોતાનો એક અલગ ચાહક વર્ગ ઉભો કરવામાં સક્ષમ રહ્યા છે. ભાવિની જાની, જૈમીની ત્રિવેદી વગેરે. જેમાં વધુ એક નામ અત્યારે ગુંજી રહ્યું છે તે છે યામિની જોશી. હાલ રણબંકા શુરવીર પ્રોડક્શન હાઉસમાં બની રહેલી ક્રિષ્ના નિર્મિત અને પરાક્રમસિંહ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મમાં જોવા મળવાના છે. જેમાં પરાક્રમસિંહ પ્રથમવાર દિગ્દર્શન પર અને રાજ ગોહિલ નેગેટીવ ભૂમિકા પર હાથ અજમાવી રહ્યા છે. જેમના હસવાથી વાતાવરણ પણ પવિત્ર થઇ જાય છે તેવા યામિની જોશી આ ફિલ્મમાં પરાક્રમ સિંહના પત્નીનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ જયારે દીવમાં ચાલતું હતું ત્યારે ઓન લોકેશન જ તેમને મળવાનો ચાન્સ મળ્યો. યામિની જોશી તેમના શોટ માટે રેડી થતા હતા. પ્રથમ ટેકમાં જ શોટ ઓકે કરી દેતા યુનિટ આખું હતું અને યામિની જોશી પણ. સેટ પર દરેક કલાકારને શાંત ચિત્તે નિહાળી કંઇક ને કંઇક નવું જનતા રહેતા યામિની જોશીએ તેમના અમુલ્ય સમયમાંથી થોડો સમય તેમણે સિને મેજિક માટે આપ્યો. અમે થોડીવારમાં ઇન્ટરવ્યુ લેવાની શરૂઆત કરી.

પ્ર – ફિલ્મનું આપનું પાત્ર?
ઉ – એક કુટુંબ હોય કે જેમાં એક મહિલા બંધારણવાળા વાતાવરણમાં જીવતી હોય. તે કોઈના સામે ઊંચા અવાજે બોલી ના શકે. કોઈ સામે ઘૂંઘટ ના નીચે સરકી જાય તેનું સતત ધ્યાન રાખતી રહે વગેરે. પરિવારમાં વસતા વડીલોથી ઉપરવટ ના જઈ શકે તેવા એક રૂઢીચુસ્ત પરિવારમાં મારૂ પાત્ર એક ભાભીનું છે. ભાઈઔ અને મોટાભાભી પોતાની સગી બહેનને પોતાની દીકરીની જેમ ઉછેરે છે. બંને ભાઈ અને ભાભી એવી રીતે રાખે છે કે તે બહેન જો પાણી માંગે તો દૂધ આપે તેટલો પ્રેમ વરસાવે છે. આ પ્રેમ શું છે છેલ્લે સુધી અતુટ રહ્હે છે કે કેમ તે અને અમારા પ્રેમમાં કંઇ ઉણપ આવે છે કે તે બહેન અમારી સામે જેમણે તેને વ્હાલથી ઉછેરી મોટી કરી હોય તેવા ભગવાન સમાન ભાઈ ભાભી સામે પડે છે તે જાણવા માટે દર્શકોએ ફિલ્મની રાહ જોવી પડશે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા માઈકલ (મેક) નું કામ ખૂબ જ સરસ મને લાગ્યું. મને ખુશી એ વાતે છે કે તેઓનું નેચર એકદમ સરસ છે. તેઓ કોઈના વિષે ખરાબ બોલી શકે નહિ તેવા છે. વધુમાં અમે પણ તેમની પાસેથી ઘણું જાણવા મળ્યું જે અમારા માટે સરસ પ્રસંગ હતો. બીજું કે તેઓ આ ફિલ્મમાં મેઈન લીડ ભૂમિકા પણ ભજવી રહ્યા છે પણ અમને એવું નથી લાગ્યું કે તેઓ પ્રથમવાર અભિનય આપી રહ્યા હોય. આ ઉપરાંત તેઓ અભિનયમાં અને તે પણ ફાઈટ સીન શૂટ કરવામાં તો બહુ જ ટેલેન્ટેડ છે તે મે સેટ પર જોયું છે. દિગ્દર્શક મોટા ભાઈ વિષે કહીશ કે અમારા પરિવારમાં એક વધુ ટેલેન્ટ આજ એમે જોયું. તેઓનું દિગ્દર્શન કાબિલ એ દાદ છે. તેઓ દિગ્દર્શન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે જે અમારા માટે અને ફીઈલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ગૌરવની વાત છે. લોકોએ તેમને અત્યાર સુધી અભિનયમાં જોયા છે જે હવે દિગ્દર્શનમાં પણ આવશે અને તેમના દિગ્દર્શન હેઠળ બનનારી ફિલ્મો માટે હું તેમને અભિનંદન આપું છું કે તેઓ પ્રગતિના સોપાન સર કરે.

પ્ર – મહિલા દિવસ પર કોઈ સંદેશ?
ઉ – સ્ત્રી આજે દરેક ક્ષેત્રે પોતાનું નામ લખાવી રહી છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઇક અલગ થાય મહિલાઓ દ્વારા તો મહિલા દિવસ ખરો ઉજવાય તેવું હું મારૂ માનવું છે. જે મહિલા કંઇક કામ કરવા માટે જો હિંમત બતાવી રહી હોય તો ઘરના પુરુષોએ તેમને સાથ આપવો જોઈએ. તેમનામાં રહેલી કાબેલિયત પર વિશ્વાસ મૂકી અને તેમને ખુલ્લા આસમાન પર ઉડવા દેવી જોઈએ.
પ્ર – આપની આવનારી ફિલ્મો?
ઉ – મારી આવાની ફિલ્મોમાં બે ગુજરાતી જિંદગીના જમા ઉધાર, બાંધી તુજ સંગ પ્રીત, હિન્દીમાં હમ તો ચલે પરદેસ અને સરફરોશી તથા એક અર્બન મુવી થન તો એન. આર. આઈ. આ ઉપરાંત બે ફીલ્મો માવતર અને રમલી બની રમીલા હાલ ફ્લોર પર છે. 



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment