facebook

Saturday 24 October 2015

jayesh trivedi

સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેઓની હિન્દી ફિલ્મ ‘મનીષા’ છે - જયેશ ત્રિવેદી


    અભિનય ક્ષેત્રમાં પાંચ વર્ષથી કોઈ નાણું બાળક અભિનય કરતુ આવતું હોય તો વિચારો કે તે અત્યારે કેટલું ઘડાઈ ચુક્યું હશે? વિચારવા જેવો સવાલ છે. પણ હા, પાંચ વર્ષની ઉંમરથી જયેશ ત્રિવેદી અભિનય કરતા આવ્યા છે. સ્કુલ કોમ્પીટીશનના એક ડ્રામા પ્લે ‘ફૂટપાથના ફૂલ’ માં તેઓએ બેસ્ટ એક્ટરનું સન્માન પણ તે સમયે મેળવેલું. જે દિવસો તેઓ હજી પણ ભૂલી શક્યા નથી. તમને જો ખ્યાલ આવી જાય કે અત્યારે આપનો ગોલ્ડન પીરીયડ ચાલે છે. તો તમે આગળ વધી જ શકો છો. ત્યારબાદ ‘માલવપતિ મુંજ’ નાટકની મોનો એક્ટિંગમાં તેઓ જીલ્લા લેવલથી પણ આગળ ગયા હતા. કલોલ વખારિયા સી. જે. હાઈસ્કુલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પછીના અભ્યાસ માટે તેઓએ અમદાવાદ પસંદ કર્યું. અમદાવાદમાં કોલેજના બી.કોમ. સેકન્ડ યરમાં તેઓએ પોતાની પ્રથમ સીરીયલ ‘ગેબી જાલ’ માં આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ઘનશ્યામ આચાર્યના ડીરેક્શન હેઠળ તેમણે પોતાની કારકિર્દી દૂરદર્શન પર પ્રસારિત થતી સીરીયલ ‘ગેબી જાલ’ થી શરૂ કરી દીધી હતી. એટલે પોતાના કામના શ્રી ગણેશ કરી દીધા હતા. એ અરસામાં જયેશ ત્રિવેદીના ભાઈ સ્નેહલ ત્રિવેદી પણ દૂરદર્શન પર કાર્યરત હતા. તેથી જયેશ ત્રિવેદીએ તેમના પ્રોડક્શન હાઉસમાં કેટલીક સીરીયલો આસી. ડીરેક્ટ કરી. જેમાં ખડખડાટ, સહિયર, જશ ના માથે જોડા, માં, સંસાર વગેરે. ત્યારબાદ તેઓને લાગ્યું કે હવે આનાથી પણ એક સ્ટેપ આગળ વધી અભિનયમાં પણ હાથ અજમાવું. તો તેઓ ઘણા સમયે ‘મોટી બા’ માં એક આર્ટીસ્ટ તરીકે દર્શકોને જોવા મળ્યા. ‘સંબંધો સાગર પારના’ સીરીયલ આસી. ડીરેક્ટ પણ કરી અને એમાં અભિનય પણ આપ્યો. હાલના તબક્કે દૂરદર્શન પર તેઓની સીરીયલ ‘બકુલનું બખડજંતર’ દર્શકોનો બહોળો પ્રતિસાદ મેળવી રહી છે. વિટીવી પર ‘ક્રાઈમ ટાઈમ’ નામની સસ્પેન્સ અને એક્શન સીરીયલ પણ ચાલુ છે. પછી ધીરે ધીરે અનુભવ વધતો ગયો એમ એમ જયેશ ત્રિવેદી ઘડાતા ગયા અને અત્યારે ફિલ્મો બનાવતા થયા છે. જેમાં તેઓ શરૂઆતથી જ જાણીતા ફિલ્મ મેકર શૈલેશ શાહ સાથે ચીફ આસી. ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ‘ઓઢણી’ માં તેઓ આસી. ડિરેક્ટર તરીકે અને ‘પ્રતિશોધ’ માં એસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ‘ધ લેડી દબંગ’ માં લીડ ભૂમિકા પણ ભજવી છે અને ચીફ આસી. ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેમાં લીરીક્સ પણ જયેશ ત્રિવેદીના જ સાંભળવા મળશે. સાથે સાથે તેઓ સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પણ એક મુવી બનાવી ચુક્યા છે. જેનું નામ ‘વિચાર ક્રાંતિવીર’ હતું. જે ડો. શ્રીકાંત શર્મા પર આધારિત હતી અને ટૂંક સમયમાં તેઓ એક હિન્દી ફિલ્મ ‘મનીષા’માં પણ કામ કરી ચુક્યા છે ચીફ આસી. ડિરેક્ટર તરીકે.

પ્ર – અભિનય અને દિગ્દર્શન બંનેમાં કેવી રીતે સમય આપો છો?
ઉ – દિગ્દર્શન આવડે છે છતાં પણ હું વધારે મહત્વ અભિનયને આપું છું. કારણ કે, હું જાણું છું કે ડાયરેક્ટરને શું જોઈએ છે. સમય બંનેમાં મળી રહે છે. એના માટે કોઈ એક્સ્ટ્રા સમય ના જોઈએ. હું મારા પાત્રના ગેટઅપમાં હોઉં છું તો પણ ડીરેક્શન કરી શકું છું. મને એમાં કોઈ સમયની મુશ્કેલી નડતી નથી.
પ્ર – ‘લેડી દબંગ’ થી આપને શું અપેક્ષા છે?
ઉ – મારો અને ફિલ્મના દિગ્દર્શક વસંત નારકરનો એ પ્રયાસ રહ્યો છે કે અમે આ ફિલ્મ દરેક વર્ગને ગમે તેવી બનાવવાની કોશિશ કરી છે. હાલ ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. એક જે ટીપીકલ ફિલ્મો જુએ છે તે અને બીજા અર્બન મુવી બની રહી છે તે. તો અમે બંને વર્ગને ધ્યાને રાખીને ફિલ્મ બનાવી છે. જેના હિસાબે સિંગલ સ્ક્રીનની ફિલ્મો કે અર્બન ટાઈપ ફિલ્મો બંનેમાંથી એકેય નથી ચાલતી. એટલે અમારો પ્રયત્ન એ છે કે બંને ઓડીયન્સને અમે અમારી ફિલ્મમાં જકડી રાખીએ.

પ્ર – કેવા પ્રકારના રોલ કરવા ગમે?
ઉ – મને પ્રેમીઓના રોલ બહુ ઓછા કરવા ગમે છે. જે રોલમાં મને મારી એક્ટિંગ બતાવવાનો મોકો મળે છે તેવા રોલ હું ચોક્કસ કરું છું. મને ઝાડ ફરતે ચકરાવા લેતા કે ફારસ કરતા રોલ નથી ગમતા. મારો રોલ ભલે નાનો હોય પણ મહત્વનો હોય તે જરૂરી છે.



n  ગજ્જર નીલેશ        

No comments:

Post a Comment