facebook

Sunday 25 October 2015

raj gohil

હીરોગીરીની સાથે સાથે વિલનગીરીમાં પણ અવ્વલ - રાજ ગોહિલ


    હિન્દી ફિલ્મોમાં જેમ એક પરિવારની બોલબાલા છે તેમ હવે ગુજરાતી ફિલ્મમાં પણ એક પરિવાર આવી ગયો છે જેમાના રાજ ગોહિલનું નામ અત્યારે રોમેન્ટિક હીરો તરીકે ચર્ચામાં છે. તેમના બે મોટા ભાઈ વિજયસિંહ ગોહિલ અને પરાક્રમસિંહ ગોહિલ હાલ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે બહુ મોટું નામ ધરાવે છે. વિજયસિંહના પત્ની યામિની જોશી પણ પોતે એક ઉમદા અભિનેત્રી છે. રાજ ગોહિલને તેમના બંને મોટા ભાઈ તરફથી જ ફિલ્મોમાં કામ કરવાની પ્રેરણા મળી. હાલ તેઓ ગુજરાતી ફિલ્મોમાં કંઇક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાંની આ ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ માં તેઓ પોતાના ભાઈ પરાક્રમસિંહના દિગ્દર્શન હેઠળ અભિનય આપી રહ્યા છે અને સાથે સાથે તેમના ભાભીનો સાથ તો ખરો જ. અત્યાર સુધીમાં તેઓએ ગુજરાતી ફિલ્મોમાં આઈ લવ યુ ચંદુ, દેશ પરદેશ, રેતીના જવતલ, લઈજા પરદેશી તારા દેશમાં તે સાથે ટૂંક સમયમાં રીલીઝ થવાની છે જિંદગીના જમા ઉધાર, અન્યાયનો અંત વગેરે ફિલ્મોમાં તેઓ સોલો હીરો તરીકે ચમક્યા હતા અને ચમકવાના છે. પરંતુ નિર્માતા ક્રિષ્ના અને દિગ્દર્શક પરાક્રમસિંહની ફિલ્મ ‘ઓઢણી ઓઢી લે ગોરી મારા નામની’ ફિલ્મમાં તેઓ નેગેટીવ ભૂમિકા ભજવી રહ્યા છે જેમાં તેઓ તેમના રીઅલ ભાઈ પરાક્રમસિંહના રીલ ભાઈ બન્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં રાજ ગોહિલે આસી. ડિરેક્ટર અને સંવાદ લેખક તરીકે પણ આ ફિલ્મમાં કામગીરી બજાવી છે.

પ્ર – ફિલ્મમાં આપનું પાત્ર નેગેટીવ છે?
ઉ – હા, આ ફિલ્મમાં મારો રોલ નેગેટીવ છે. ગામના સરપંચના દીકરાની દુશ્મની વિલન સાથે હોય છે. જેમાં મારૂ પાત્ર એકદમ અલગ જે અત્યાર સુધીની મારી કોઈપણ ફિલ્મમાં નથી ભજવ્યું તેવું મને આપવામાં આવ્યું છે. તેનો સ્વભાવ બધાથી જુદો અને ગુસ્સાવાળો છે. જેને કોઈપણ વાત પર એકદમ ગુસ્સો આવી જાય છે. હું ગુસ્સાથી કામ પાર પાડું છું જયારે મારા ભાઈ બનતા કલાકાર અને મારા સગા ભાઈ પરાક્રમભાઈ શાંત સ્વભાવથી વિલનગીરી કરી જાણે છે.
પ્ર – અત્યાર સુધી હીરોગીરી અને હવે વિલનગીરી?
ઉ – મારે મારા પાત્રોમાં વૈવિધ્ય લાવવું હતું. મારે એવા પાત્રોમાં વિલનગીરી કરવી છે જે હીરો સામે જોરદાર ટક્કર લઇ શકે. જેમ કે, ડર ફિલ્મમાં શાહરૂખખાને જે પ્રકારે વિલનગીરી કરી હતી તેવા રોલ મને ભજવવાની ઈચ્છા છે. ભલે તે પાત્રો નાના હોય પણ મહત્વના હોય તેવા જ હોવા જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનું કે હીરો પણ ખરો અને પાછળથી જે એનું રૌદ્ર સ્વરૂપ દર્શકો જુએ તો દંગ રહી જાય. પહેલા તો શાંત હોય પણ પછી એવો દાવ ખેલે કે બીજા બધાના દાવ ફિક્કા પાડી દે.

પ્ર – ગુજરાતી ફિલ્મો વિષે?
ઉ – ગુજરાતી ભાષા આપણી પોતાની છે. આપણા પોતાના લોકો છે જેની વચ્ચે રહીને આપણે કામ કરવાનું છે. મને આ ઇન્ડસ્ટ્રીઝમાં મારા બંને મોટા ભાઈ તથા ભાભીનો પૂરો સહકાર મળ્યો છે કે હું અભિનયમાં આગળ વધીને તેમને પણ ગર્વ થાય એવું કંઇક કરી બતાવું. સાથે સાથે મને નાનપણથી શોખ તો હતો જ કે ફિલ્મોમાં એક્ટિંગ કરવી છે.
પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા ક્રિષ્ના પોતે જ આ ફિલ્મમાં લીડ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની આ પ્રથમ ફિલ્મ હોવા છતાં તેઓએ અમને ખૂબ જ સરસ રીતે બધી સુવિધા આપી. અમને દીવમાં કામ કરવાની ખૂબ મજા આવી રહી હતી. ત્યાના રમણીય લોકેશનો પર અમે શુટિંગની સાથે સાથે બહુ બધી મસ્તી કરી. ફિલ્મના દિગ્દર્શક મારા ભાઈ જ છે. અગાઉ મે તેમની સાથે ચાર પાંચ ફિલ્મો કરી છે. અને મોટાભાઈ સાથે કામ કરવું એટલે એકદમ છૂટ હોય કે મારા મનની વાથું એમને ડર્યા વગર કહી શકું.


n  ગજ્જર નીલેશ   







No comments:

Post a Comment