facebook

Tuesday 6 October 2015

bharati patel

શોર્ટ ફિલ્મ દ્વારા ગુજરાતી પડદે પર્દાપણ કરી રહેલી - ભારતી પટેલ
પોતાની માતાને જ પોતાની પ્રેરણામૂર્તિ માનતી ભારતી થોડા સમય બાદ એટલે કે આવનારા સમયમાં એક ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ કરતી પણ જોવા મળવાની છે.


    ગુજરાતી ફિલ્મોમાં નવા વર્ષમાં નવા નવા ચેહરાઓ આવી રહ્યા છે તો ગુજરાતી દર્શકોને તો ફિલ્મો માટે એક અલગ જ રૂચી રહેશે કે જુના કલાકારોના અભિનય જોઇને થાકી ગયા હોય તો આવી જાઓ હવે નવા કલાકારોને જાણવા અને તેમનો અભિનય જોવા. આવતી ફૂલ ગુલાબી ઠંડીમાં હવે હિરોઇનોના ફૂલ ગુલાબી ચેહરાઓ જોઇને પણ હવે દર્શકો ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરશે. તેવી જ એક ન્યુકમર એક્ટ્રેસ એટલે ભારતી પટેલ ટૂંક સમય પહેલા જ એક શોર્ટ ફિલ્મ દ્વારા ગુજરાતી અભિનય ક્ષેત્રે પર્દાપણ કર્યું. ચેહરા પર પડતી લાલીમાં ખરેખર કેટલાય દર્શકો તલ્લીન થઇને પ્રેમની ભાષામાં કંઇક લખી નાખે તો કહેવાય નહિ. મનમોહક અદાઓની આ રાણીને પહેલેથી જ અભિનય પ્રત્યે એક એવું ગાંડપણ હતું કે તે જયારે નાની હતી ત્યારે પણ અવારનવાર સ્કુલમાં કોઈ ફંક્શન કે કોઈ સ્પર્ધા હોય ત્યારે તેમાં અચૂક ભાગ લેતી અને પોતાના લાજવાબ અભિનય દ્વારા તેના સહધ્યાયીઓને પણ ગૌરવ થાય તેવું પર્ફોમન્સ આપતી હતી. ધીરે ધીરે આ અભિનય કરવાની ધગશ ક્યારે શોખ બની ગયો અને ક્યારે તે ફિલ્મોમાં મોટા રૂપેરી પડદે ચમકશે તેવા સપનાઓમાં રાચવા માંડી. આપણા સમાજમાં એક કહેવત છે કે જે લોકો સપના જુએ છે તેના જ સપના પૂરા થાય છે. તેમજ ભારતીએ પણ એક સપનું જોયેલું કે તે પણ એક સારી એક્ટ્રેસ બને અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે.

    ગુજરાતી ફિલ્મોમાં શરૂઆત તો થઇ અશોક સાકરિયાની ફિલ્મ ‘મામાનું ઘર કેટલે’ થી. જેમાં તેને પાત્ર તો મળ્યું પણ પોતાની અભિનય ક્ષમતા બતાવવાનો પૂરો અવકાશ ના મળ્યો. કારણ કે તેમાં તેનું પાત્ર બહુ નાણું હતું. છતાં પણ તેણે પડદા પર અભિનયની શરૂઆત તો કરી જ દીધી. માસુમ ચેહરો અને નટખટ સ્મિત રેલાવતી ભારતીએ આલ્બમોમાં પણ કામ કર્યું છે જેમાં તેનું ખૂબ જ પ્રખ્યાત થયેલું આલ્બમ ‘મેલડીમાંની મહેર’ જેમાં ભારતીનો અભિનય જોઇને તેને તેના સાથીઓએ અભિનયમાં આગળ આવવા વધારે પ્રોત્સાહિત કરી હતી અને હમણાજ ટૂંક સમય પહેલા જ નિર્માતા દિનેશ પી. મહેતા અને કરણ સાથળીયા તથા દિગ્દર્શક કરણ સાથળીયાની ‘ઓમ શિવ શંભુ ડાયરા રમઝટ ગ્રુપ પ્રસ્તુત એક શોર્ટ ફિલ્મ ‘પ્રીતમ તારી પ્રીતમાં ભડકે વિજોગણ (એક અમર પ્રેમકથા)’ માં અભિનય કરતી જોવા મળશે. મે જયારે સવાલ કરેલો કે તમને ભૂત પ્રેતથી દર લાગે છે તો ભારતીએ હસતા હસતા કહેલું કે ના હું આ ફિલ્મમાં પણ એક ભૂતનું જ પાત્ર ભજવી રહી છું તેથી ભૂતોથી દર લાગવાનો પ્રશ્ન જ નથી.

પ્ર – પ્રથમવાર કેમેરા સામે આવીને કેવું લાગ્યું?
ઉ – મને અભિનયનો શોખ નાનપણથી હતો કે અભિનય ક્ષેત્રે જવું જ છે એટલે મને સહેજ પણ દર નહોતો લાગતો. સાથે મને મારા પહેલા આલ્બમમાં સૌરભ રાજ્યગુરુએ ઘણી મદદ કરી હતી. જેથી મારી કામ કરવાની હિંમત વધી હતી. મને નાનપણથી જ અભિનયનો શોખ હોવાથી અને જયારે હું મારા ગામમાં નવરાત્રીમાં જયારે મારૂ પર્ફોમન્સ આપતી હતી ત્યારે ત્યાં પણ મે કેમેરા સામે જ પોતાના હાવભાવ રજૂ કરેલા. તેથી કેમેરા સામે આવીને મને દર તો સહેજ પણ નહોતો લાગ્યો.

પ્ર – તમારો ડ્રીમ રોલ?
ઉ – મારો મનપસંદ રોલ કે પછી જે મે જોયેલું એક સપનું કહો તે મને ફિલ્મી પડદે ઇન્સ્પેક્ટર બનવાની તમન્ના છે. એક એવી ઇન્સ્પેક્ટર જે અસામાજિક તત્વોને ધૂળ ચાટતા કરી નાખે.

    પોતાની માતાને જ પોતાની પ્રેરણામૂર્તિ માનતી ભારતી થોડા સમય બાદ એટલે કે આવનારા સમયમાં એક ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ કરતી પણ જોવા મળવાની છે. ‘મુરલીધર લમસ’ ના પ્રોડક્શનમાં બનનારી એ ફિલ્મ ‘તું મારી રાધા ને હું તારો શ્યામ’ છે. ભારતી પટેલ આવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ ઉજળું કરી બતાવે તેવી સિને મેજિક પરિવાર તરફથી શુભેચ્છા.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment