facebook

Tuesday 27 October 2015

koi to hai

‘કોઈ તો હૈ’ એક સસ્પેન્સ, હોરર ફિલ્મ લઈને આવી રહ્યા છે - કલ્યાણ સિંહ રાઠોડ


    રાધા રહીશું સદા સંગાથે અને સાથી જોજે સાથ ના છૂટે જેવી મનોરંજક ફિલ્મોના નિર્માતા કલ્યાણ સિંહ રાઠોડ હવે એક ડગલું આગળ એટલે કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રથી હવે તેઓ હિન્દી ફિલ્મ તરફ વળ્યા છે. તેઓ હાલ એક સસ્પેન્સ હિન્દી મુવી બનાવી રહ્યા છે જેનું શીર્ષક છે ‘કોઈ તો હૈ’. જેનું શુટિંગ માઉન્ટ આબુ, ઇડર અને અમદાવાદના ઘેઘુર લોકેશનો પર કરવામાં આવ્યું છે. કારણ કે ફિલ્મનો વિષય એક સસ્પેન્સ અને આત્મા સંબંધી છે. કલાકારોમાં જય ચૌધરી, દિવ્યા ભટ્ટ, હેતલ દરબાર અને વિપુલ રાઠોડ તથા ખલનાયકના રોલમાં સુનીલ છે તથા ફારુખભાઈ પણ છે. થોડા સમય પહેલા કલ્યાણ સિંહે બે ફિલ્મો પ્રેમને વિષય લઈને બનાવી તો જયારે પૂછવામાં આવ્યું કે આ ફિલ્મ તમે હોરર બનાવી રહ્યા છો તો તેમણે કહ્યું કે તે ગુજરાતી ફિલ્મો હતી. જે મારે ફક્ત ગુજરાતના જ પ્રેક્ષકો માટે તેને જોઇને બનાવવાની હતી તેથી મે તેમાં પ્રેમનો વિષય પસંદ કરેલો. આ ફિલ્મ હવે જે હિન્દી બનાવી રહ્યો છું તેને મારે ભારતના ઓડીયન્સને ધ્યાનમાં રાખીને બનાવવાની યોજના હતી. જેથી મે એક હોરર સાથે સાથે તેમાં મે પ્રેમનો વિષય સામેલ કર્યો જ છે. ફિલ્મનો વિષય જુનો છે મે કહીએ તો ચાલે. કારણ કે ફિલ્મમાં એક પછી એક મર્ડર થતા રહે છે જે કોણ કરી રહ્યું છે? શું કોઈ માણસ છે? શું કોઈ ખલનાયક છે? શું કોઈ પશુ છે? કે પછી કોઈ આત્મા છે? આવા ઘણા સસ્પેન્સ આ ફિલ્મમાં દર્શકોને જોવા મળવાના છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક કલ્યાણ સિંહ રાઠોડ છે. ફિલ્મની કથા – પટકથા અને સંવાદો જય ચૌધરીએ લખ્યા છે જેઓ દર્શકોને સસ્પેન્સથી જકડી રાખે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ રહી છે. ફિલ્મના હોરર દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે કયુમ મોમીને. ફિલ્મના ગીતોનું રેકોર્ડીંગ અનવર શેખ સારેગામા સ્ટુડીઓ ખાતે થયું છે. ફિલ્મના ગીતો અત્યારથી મોબાઈલ પર રીંગ ટોન બનીને ફરી રહ્યા છે. જેમાં એક આઈટમ સોંગનો તડકો પણ લગાવવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીક તૈયાર કર્યું છે હિતેશ આનંદે. ફિલ્મનું ટ્રેલર હાલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે જેને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલા પણ ગુજરાતના ઘણા નિર્માતાઓ ગુજરાત છોડીને બહારની ફિલ્મો બનાવવા ગયા છે. જેનું પરિણામ નજર સમક્ષ છે. કોઈ નિર્માતાને બોલીવૂડ ફળ્યું છે તો કોઈ પછડાટ ખાઈને પાછા પણ હતા ત્યાં ને ત્યાં જ આવી ગયા છે.

પ્ર – તમારી ત્રણેય ફિલ્મોની વાર્તા શું છે?
ઉ – મારી દરેક ફિલ્મોની વાર્તા અલગ અલગ છે. પણ ગુજરાતી ફિલ્મોમાં તમામ લવસ્ટોરી આધારિત વાર્તાઓ જ હોય છે. માટે મે પણ આ જ વાર્તા પર પ્રયોગ કર્યા છે. હું એવી ફિલ્મો બનાવું છું જે પ્રેક્ષકોને પસંદ આવે. મારી મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળ રહી છે. પ્રેક્ષકોએ મારી ફિલ્મોને સારો પ્રતિભાવ આપ્યો છે. માટે મારી આવનારી ફિલ્મ ‘હીરો ૭૮૬’ મોટી સંખ્યાના પ્રેક્ષકો સુધી પહોંચે એવી મનોરંજક ફિલ્મ બનાવી છે.
    આ ફિલ્મમાં નવા જ લોકેશન ઉપર પસંદગી ઉતારી હતી. જે ગુજરાતી સિનેમામાં પ્રથમવાર શૂટ થયું છે. જેમાં રાજસ્થાનના રણ વિસ્તાર તથા હેરીટેજ વિસ્તાર જેવા લોકેશન ઉપર ‘હીરો ૭૮૬’ ને શૂટ કરી છે.

પ્ર – શું તમને રાજસ્થાનમાં શૂટ કરતા કોઈ અડચણ આવેલી?
ઉ – હા બહુ જ, સૌથી પહેલા તો ભાષાની, ત્યાં મારવાડી અને આપણી ગુજરાતી પણ મારૂ મન મક્કમ હતું. કે અહીં બોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોનું શુટિંગ થાય તો આપણી ગુજરાતી ઢોલીવૂડની ફિલ્મનું શુટિંગ કેમ નહિ? બસ, એ જ રીતે મે ‘હીરો ૭૮૬’ નું ઘણું ખરૂ શુટિંગ કર્યું. જેમાં ત્રણ ગીતોનું શુટિંગ પણ રાજસ્થાનના લોકેશન પર શૂટ કર્યા. બહુ મજા આવી ત્યાં.
પ્ર – તમારી પહેલી ફિલ્મ ‘રાધા.....’ ને કેવો રિસ્પોન્સ મળ્યો હતો?
ઉ – જબરદસ્ત, એકદમ હીટ. ખૂબ સારો આવકાર ગુજરાતના પ્રેક્ષકો તરફથી મને મળ્યો હતો. મારી આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને તેમના નાના ભાઈ ઈશ્વર ઠાકોરને સૌપ્રથમવાર એકસાથે મે ‘રાધા’ માં ચમકાવ્યા હતા.

પ્ર – વિક્રમ ઠાકોર સાથે તમે આગળ કામ કરશો?
ઉ – જરૂર, મારી પાસે એક સરસ પ્રોજેક્ટ છે. જેના ઉપર સ્ક્રીપ્ટનું કામ ચાલુ છે. જો વિક્રમ પાસે તારીખો હશે તો ચોક્કસ સાથે કામ કરીશું.
પ્ર – તમારી ત્રણેય ફિલ્મોમાં ઈશ્વર ઠાકોરને મુખ્ય અભિનેતા તરીકે કાસ્ટ કર્યો, તો તેને રીપીટ કરવાનું કારણ જણાવશો?
ઉ – ઈશ્વર ઠાકોર એક ઉમદા કલાકાર છે. તે પ્રોડક્શન ટીમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે. તેનામાં સુપરસ્ટાર બનવાના ગુણ છે. જે મને દેખાય છે. વાર્તાને સારી રીતે સમજીને સરસ અભિનય આપે છે. મે ‘રાધા’ માં જ તેના પારખા લઇ લીધા હતા. પછી મે ‘સાથી’ પણ તેને જ લઈને બનાવી અને હવે ‘હીરો ૭૮૬’ માં પણ મે ત્રીજી વખત તેને જ રીપીટ કર્યો છે. અમારી બંને વચ્ચે તાલમેલ બહુ જ સારો છે અને તે સમયસર શુટિંગ પર હાજર થઇ જાય છે. આટલો મોટો સ્ટાર હોવાનું પણ તેને અભિમાન નથી.
પ્ર – કલ્યાણ સિંહ તમારી ત્રણેય ફિલ્મોના ગીત સંગીત ઘણા જ પોપ્યુલર થયા ને લોકમુખે પણ ગવાય છે તો તમને કેવું લાગે છે?
ઉ – ફિલ્મનું એક મહત્વનું પાસું તેનું ગીત સંગીત તો ફિલ્મનું મહત્વનું અંગ ગણાય છે. જો સારૂ ગીત સંગીત હશે તો પ્રેક્ષકો ફરીફરીને ફિલ્મ માણવા આવી શકે. હા, મને સંગીતમાં સમજ પડે છે. જેમ કે ‘રાધા’ નું ગીત કેટલું સારૂ બન્યું છે હવે ‘સાથી’ નું ગીત અને ‘હીરો ૭૮૬’ ના ગીતો પણ સારા બન્યા છે.
પ્ર – કલ્યાણ સિંહ તમે નવોદિત કલાકારોને ખૂબ ચાન્સ આપો છો?
પ્ર – હા, મે નવા કલાકારોને મારી ફિલ્મમાં લીધા છે. તેનું કારણ એ છે કે, આજે નવા કલાકારોમાં પણ ટેલેન્ટ છે જે હું પારખી શકું છું. એક સમયે હું પણ નવોદિત હતો. મે પણ ઇન્ડસ્ટ્રીઝમાં આવવા સંઘર્ષ કર્યો છે. સફળતા એકદમ મળતી નથી. હું પણ મહેનત કરીને જ આગળ આવ્યો છું.
પ્ર – આપના કોઈ ગોડફાધર?
ઉ – ણા કોઈ જ નહિ, મારી મહેનત અને મારા નસીબ. મે વિડીઓ આલ્બમથી મારી કેરિયર શરૂ કરી હતી. તેમાં મારૂ નસીબ જોર પકડતું ગયું ને હું આજે નિર્માતા દિગ્દર્શક સુધી પહોંચી ગયો.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment