facebook

Saturday 31 October 2015

samir rawal

સુભાષ ઘાઈના હસ્તે સમીર રાવલના અત્યાધુનિક સ્ટુડીઓનું મુહુર્ત




    અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મિક્સિંગના કામ માટે ૫.૧, ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ માટે ગુજરાત બહાર એટલે કે મુંબઈ જવું પડતું હતું. એના સ્થાને અમદાવાદમાં હવે આ જ ફેસીલીટી શરૂ થઇ છે. ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ ડોલ્બી રેકોર્ડીંગની સમીર રાવલે શરૂઆત કરી અને એનું મિની પ્રિવ્યુ થીયેટર પણ બનાવવામાં આવ્યું છે. દસ ફૂટ બાય છ ફૂટનો પીવીઆર સિનેમા સ્ટાઈલ સ્ક્રીન એવા નાના સિનેમામાં બેસીને તમે આખી ફિલ્મ જોઈ શકો. ત્યાં આખી ફિલ્મનું મિક્સિંગ થઇ શકે અને સિનેમામાં જે પણ ઇક્વિપમેન્ટ વપરાય છે તે તમામ સુવિધા હવે અમદાવાદના આંગણે હશે. પ્લસ એકોસ્ટીકલી અને ટેકનીકલી અત્યારનો જે કહેવાય એવો હાઈટેક સ્ટુડીઓ બનાવ્યો છે. સ્ટુડીઓ સાઉન્ડ પ્રૂફ પણ છે અને વચ્ચે ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે. નાના કામ હોય જેમકે કોઈ લો બજેટ ફિલ્મ માટે પણ અહીં ખાસ કામ કરવામાં આવશે.



    ૫.૧ સરાઉન્ડ સાઉન્ડ જો તમે મુંબઈમાં કરવો તો ૮ થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે એની જગ્યાએ આપણા અમદાવાદમાં આ જ સીસ્ટમ જેમાં ડબિંગ બેકગ્રાઉન્ડ અને મિક્સિંગ લગભગ ૨.૫ લાખ રૂપિયામાં થાય. તો ખાસ્સું અંતર ઘટી જવા પામે. આ અત્યાધુનિક સુવિધા માટે ખાસ તેમના આદર્શ જેમને તેઓ માનતા હતા તે બોલીવૂડના શોમેન સુભાષ ઘાઈના હસ્તે મુહુર્ત કરવામાં આવ્યું હતું. જેઓ પોતે સંગીતના જાણકાર છે અને પોતાનો મુક્ત આર્ટસ નામનો સ્ટુડીઓ પણ ધરાવે છે.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment