facebook

Monday 12 October 2015

raj jataniya

વિજય ખત્રી નિર્મિત ‘આ તે કેવી દુનિયા’ નો ચોકલેટી હીરો - રાજ જતાનીયા


    આ ફિલ્મની વાર્તા અન્ય ફિલ્મો કરતા તદ્દન નોખા પ્રકારની છે અને એક ગંભીર વિષયને રમૂજભેર આવરી લે છે અને સંદેશો આપે છે કે તમારૂ કર્મ એ જ તમારૂ સાચું ચલણ છે. ફિલ્મને અનોખી બનાવવામાં ફિલ્મના નિર્માતા વિજય ખત્રી તથા દિગ્દર્શક તેજસ પડિયાએ કોઈ કચાશ છોડી નથી. તેઓ ખાતરીથી કહે છે કે તમામ દ્રષ્ટિકોણથી આ ફિલ્મ અત્યંત પરફેક્ટ બની છે. તાજેતરના સમયમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રગતિ થઇ છે પણ તેણે હજુ બહુ લાંબી મજલ કાપવાની જરૂર છે. આશા છે કે ‘આ તે કેવી દુનિયા’ માત્ર દર્શકોને જ નહિ પરંતુ સમગ્ર ઉદ્યોગની પ્રશંસા મેળવશે. તેજસ પડિયા દ્વારા લિખિત અને દિગ્દર્શિત તથા વિજય ખત્રી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સંખ્યાબંધ નવા અભિનેતાઓ અને અભિનેત્રીઓનો સમાવેશ કરાયો છે. આ ફિલ્મના સુંદર ગીતો વિજુ શાહે કમ્પોઝ કર્યા છે નક્શ અઝીઝ તથા સુપ્રિયા જોશીએ તેને કંઠ આપ્યો છે. ફિલ્મના એક હેન્ડસમ કલાકાર રાજ જતાનીયા પણ છે. ચોકલેટી ચહેરો ધરાવતા રાજની આ પ્રથમ ગુજરાતી મુવી છે. તેણે ગણેશ હેગડે સાથે પ્રોફેશનલ ડાન્સર તરીકે પોતાની કેરિયર સ્ટાર્ટ કરી. જેમાં તેઓ સ્ટેજ શો કરતા હતા. હાલ તેઓ અદાલત, ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા, હન્ટેડ નાઈટ વગેરેમાં જોવા મળે છે. અભિનયનો શોખ મૂળ તો તેમના પપ્પાનો હતો પણ તેઓ આ શોખ પોતાના જીવન દરમિયાન પૂર્ણ ન કરી શક્યા. તેથી તેઓએ પોતાના પુત્રને પોતાનો શોખ જે પોર્ન ન થયો તેથી તેમનું સપનું પૂરું કરવા આ ક્ષેત્રમાં આવવાની સલાહ આપી.

પ્ર – ફિલ્મમાં આપનું પાત્ર શું છે?
ઉ – ‘આ તે કેવી દુનિયા’ માં મારા પાત્રનું નામ આકાશ છે. ફિલ્મની સ્ટોરી બે ચોર પર છે જે લોકો એક અલાયદી જ દુનિયામાં ચાલ્યા જાય છે. જ્યાં પાપ અને પુણ્ય જ ચાલે છે પૈસાનો ત્યાં કોઈ મોલ નથી. જે ચોરનું હું પાત્ર ભજવી રહ્યો છું તે બહુ સેન્સેટીવ ચોર છે. જે કરે છે તે સમજી વિચારીને જ કરે છે. આ ચોરો પાસે ઘણા બધા રૂપિયા છે પણ તેઓ જે દુનિયામાં ગયા છે ત્યાં તો પૈસા ચાલતા નથી. તો બને ચોર આ રૂપિયાને કેવી રીતે સર્વાઈવ કરે છે તે માટે તો ફિલ્મ જોવી પડશે.
પ્ર – ફિલ્મ સાઈન કરતા સમયે શું વિચારતા હતા?
ઉ – સૌથી પહેલી વાત તો કલાકાર ગુજરાતી ફિલ્મ સાઈન કરતી વખતે સો વાર વિચારશે કે સાઈન કરૂ કે નહિ. અત્યારે તમામ ભાષાની ફિલ્મોનું એક લેવલ આવી ગયું છે. જેમકે, હિન્દી ફિલ્મો, તમિલ ફિલ્મો કે ઇવન કોઈપણ ભાષાની ફિલ્મો જુઓ તો એમ જ લાગશે કે સરસ છે. પરંતુ આપણા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આ લેવલ હજી નથી આવ્યું છતાં પણ મે આ ફિલ્મ એટલા માટે કરી કે ફિલ્મનો સબ્જેક્ટ બહુજ સરસ હતો. એક બોલીવૂડ લેવલની આ ફિલ્મ બનશે એવી મને ખાતરી હતી તેટલા માટે મે આ ફિલ્મ કરી.

પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરવાનો અનુભવ જણાવશો?
ઉ – તેજસ પડિયા એટલા ક્રિએટીવ ડિરેક્ટર છે કે આજે મને ખબર ન પડી કે ફિલ્મ કેવી રીતે કમ્પ્લીટ થઇ ગઈ. હસતા રમતા આખી ફિલ્મ કમ્પ્લીટ કરી નાખી અને બીજું કે ફિલ્મના નિર્માતા વિજયજી બહુ જ ગ્રેટ પર્સન છે. આજે એમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે તે ખરેખર કાબિલ-એ-તારીફ છે. કારણ કે, કોઈ પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મોમાં હાથ નાખતા નથી. પરંતુ એમને થયું કે ગુજરાતી લેવલ થોડું ઉપર આવે એટલે એમણે હાઈ બજેટની ગુજરાતી ફિલ્મ બનાવી.
પ્ર – પબ્લિસીટી બાબત કહેશો?
ઉ – ગુજરાતી ફિલ્મોની પબ્લિસીટી જેવી રીતે થવી જોઈએ તે નથી થતી. એટલા માટે જ અમે અલગ અલગ શહેરોમાં ફરીને પબ્લિસીટી કરી રહ્યા છીએ. આગળ પણ જે લોકો ગુજરાતી ફિલ્મો બનાવશે તે પણ વિચાર કરશે કે આપણે પણ આવી રીતે જ પ્રમોશન કરીએ. તો અમે એક નવો ચીલો ચાતરીએ છીએ કે આવી રીતે કર્યું હોય તો કંઇ નહિ તો સહેજ તો ફરક પડશેને. તો આ બધી મહેનત અમે ગુજરાતી ફિલ્મોને ઉપર લાવવા માટે જ કરી રહ્યા છીએ. તમને એક વાત કહું કે હજી ફિલ્મ રીલીઝ નથી થઇ છતાં પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એટલે ફિલ્મ સો ટકા ચાલશે જ.




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment