facebook

Tuesday 27 October 2015

rangamanch din

વિશ્વ રંગમંચ કલાકાર દિવસ: મળો જાણીતા ગુજરાતી કલાકારોને


    ૨૭ માર્ચનો દિવસ ખાસ કરીને વિશ્વ રંગમંચના કલાકારોને માટે મનાવવામાં આવે છે. નાટકની આખી દુનિયા છે વિશ્વવિદ્યાલય કરતાંયે મોટી એવી દુનિયા. આ દિવસે આપણે જાણી લેવું જોઇએ કે કયા ખાસ કલાકારો છે જેઓએ રંગમંચને જીવંત રાખવામાં પોતાનું ખાસ પ્રદાન આપ્યું છે. આજે અહીં જેની વાત કરવામાં આવી રહી છે તેમાં ગુજરાતી કલાકારો કે જેઓએ પોતાના કોમેડી નેચરને કારણે લોકોમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે અને સાથે જ અનેક હિટ નાટકો, સીરિયલો અને ફિલ્મ્સ પણ બનાવી છે.  
    આજે અહીં આવા જ કેટલાક હિટ અને ગુજરાતી કલાકારો કે જે લોકોના માનસપટ પર પોતાના ખાસ રોલને કારણે છવાયેલા છે તેમની વાત કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ ગટુ એટલે કે દેવેન ભોજાણી, કેતકી દવે, સરિતા જોષી, અપરા મહેતા, નસરુદ્દીન શાહ અને પ્રવીણ જોષી કે જેઓએ અથાગ મહેનત અને પોતાની લગનના કારણે આટલી મોટી સિદ્ધઓ મેળવી છે.

કેતકી દવે
    ગુજરાતી તખતો ગજવનાર અભિનેત્રી સરિતા જોશી અને પ્રવીણ જોશીની મોટી દીકરી કેતકી જોશી એટલે આજે રંગભૂમિ, ગુજરાતી સિરિયલ, ગુજરાતી ચલચિત્રોનું મોટું નામ. કેતકી દવે છેલ્લાં ૨૫ વર્ષથી અભિનય ક્ષેત્રે સક્રિય છે. આમ તો તેને અભિનયનો વારસો ગળગૂથીમાંથી મળ્યો જ છે. ઘરનું વાતાવરણ પણ ફિલ્મ તથા રંગભૂમિ આધારિત હોઈ તે ફિલ્મ, સિરિયલ વગેરેમાં સહેલાઈથી પ્રવેશી શકી.
     કેતકી જોશીએ રંગભૂમિના કલાકાર રસિક દવે સાથે લગ્ન કરતાં તે જોષીમાંથી દવે બની ગઈ. રસિક દવે પણ ગુજરાતી તખતાના જાણીતા કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા છે. કેતકીએ ગુજરાતી રંગભૂમિ ઉપરાંત આઈ હેટ લવ સ્ટોરીમાં સોનમ કપૂરની માતાની ભૂમિકા પણ ભજવી છે. કેતકીએ વર્ષો અગાઉ ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં દક્ષાચાચીનું પાત્ર ભજવ્યું હતું. તેના અરરર શબ્દથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ હતી. 
     બહનેં સિરિયલમાં નીમા ફોઈ, કલ હો ના હો માં તે સૈફઅલી ખાનની માતા તરીકે અભિનય કર્યો છે.
કેતકીએ જેટલી ફિલ્મો, સિરિયલો, નાટકોમાં કામ કર્યું તે બહુ જ વખણાયાં છે. 
પ્રવીણ જોષી
    નાટ્યકાર તરીકે, દિગ્દર્શક તરીકે એટલે કે નાટ્ય-કલાકાર તરીકે જાણીતા બનતા પહેલાં પ્રવિણને અનેક તાવણીમાંથી પસાર થવું પડ્યું હતું. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. માધ્યમિક શિક્ષણ પુરું કરી પ્રવીણે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ કૉલેજ-પ્રવેશ અભ્યાસ કરવા માટે નહિ પણ આંતરકૉલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લઈ શકાય તે માટે મેળવ્યો હતો. 

પ્રવીણ જોષીની સિદ્ધિઓ
    ઈ.સ. ૧૯૫૮માં, ઈ.સ. ૧૯૬૧માં અને ઈ.સ. ૧૯૬૫માં મહારાષ્‍ટ્ર રાજ્ય દ્વારા આયોજિત નાટ્યસ્પર્ધામાં શ્રેષ્‍ઠ અભિનેતાનો ઍવૉર્ડ એમને એનાયત થયો હતો. એ જ પ્રમાણે રાજ્યકક્ષાની નાટ્યસ્પર્ધામાં શ્રેષ્‍ઠ દિગ્દર્શક તરીકે સતત પાંચ વખત પારિતોષિક પ્રાપ્‍ત કર્યું હતું. ઈ.સ. ૧૯૮૪માં ગુજરાત સરકાર તરફથી એમને મરણોત્તર ગૌરવ પુરસ્કારઅર્પણ થયો હતો. રંગભૂમિનો અભ્યાસ કરવા તથા નાટ્યકૃતિઓનું નિરીક્ષણ કરવા તે પરદેશ પણ ગયા હતા. પરદેશ જવા માટે વિદેશી સંસ્થાઓ તરફથી તેમને શિષ્‍યવૃત્તિ પણ આપવામાં આવી હતી. 

નાટકો
    રવીન્દ્રનાથ ટાગોરની વિખ્યાત કૃતિ ચિરકુમારસભાનું ગુજરાતી રૂપાંતર કૌમાર અસંભવમ્રજૂ કરી દિગ્દર્શક તરીકે પ્રવીણે નામના જમાવી. રંગભૂમિનામની નાટ્યસંસ્થામાં ચંદ્રવદન ભટ્ટનાં સહાયક બન્યાં હતાં. મીનપિયાસી, મોગરાના સાપ, કોઈનો લાડકવાયો, કૉફીનો એક કપ, મંજુ મંજુ, મહાપાપી મહાભીરુ, માણસ નામે કારગાર, સપ્‍તપદી, મોતી વેરાણાં ચોકમાં, સપનાનાં વાવેતર, ચોર બજાર, કુમારની અગાશી, સંતુ રંગીલી, સાહ્યબો ગુલાબનો છોડ, થેંક યુ મિ. ગ્લાડ અને મોસમ છલકે જેવા નાટકો પ્રવીણભાઈએ રજૂ કરી ગુજરાતી રંગભૂમિનું નવતર સ્વરૂપ ઊભું કર્યું હતું. તેમનાં નાટકોના બધા મળી લગભગ ૨,૦૦૦ પ્રયોગો થયા છે. 
સરિતા જોશી 
    ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર છે. તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેબી માં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી આજે પણ રંગભૂમિ અને ટેલીવિઝન તથા બીજી ઈતર પ્રવુત્તિમાં રત છે.
     ૧૯૮૮માં તેઓએ ભારતની સંગીત, નૃત્ય અને નાટકની રાષ્ટ્રિય અકાદમી એવી સંગીત નાટક અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ ગુજરાતી નાટકોમાં અભિનય માટે મેળવ્યો હતો. તેમના પરિવારની વાત કરીએ તો તેઓ નાટ્ય દિર્ગ્દર્શક પ્રવિણ જોશી સાથે પરણ્યા છે, પુત્રી કેતકી દવે દક્ષાના પાત્ર માટે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી માટે જાણીતા છે. તેમની પુત્રી પૂર્વી જોશી કોમેડી સરકસનાં રજૂકર્તા માટે જાણીતા છે. શરમન જોશી તેમનો ભત્રીજો થાય છે અને જાણીતી અભિનેત્રી પદમા રાણીના બહેન થાય છે.

દેવેન ભોજાણી
    દેવેન ભોજાણી ભારતીય ટેલિવિઝન કલાકાર અને દિગ્દર્શક છે. તેઓ રંગમંચ કલાકાર છે, જેઓ ગુજરાતી રંગમંચ માટે જાણીતા છે. તેઓએ ટેલિવિઝન ક્ષેત્રે પ્રથમ કદમ ૧૯૮૭માં માલગુડી ડેઝથી મૂક્યા હતા. તેમણે મુખ્ય ખ્યાતિ રમુજી પાત્રો અને સહ-કલાકાર તરીકે મેળવી છે. તેમણે સારાભાઇ વર્સિસ સારાભાઇ માટે ત્રણ દિગ્દર્શન પુરસ્કાર મેળવેલ છે - જેમાં ITA પુરસ્કાર, ધ ઇન્ડિયન ટેલી પુરસ્કાર અને અપ્સરા પુરસ્કારનો સમાવેશ થાય છે.
     દેવેનના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓએ સ્નાતક કક્ષાનું શિક્ષણ નરસી મોનજી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈથી પૂરુ કર્યું. તેમણે યુનિર્વસિટી ઓફ સર્ધન કેલિફોર્નિયામાંથી ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કર્યો હતો.
     ૧૯૮૭ થી શરૂ કરીને હાલ સુધીમાં લગભગ ૧૬ જેટલા નાટકોમાં ભાગ લઇ ચૂક્યા છે. બા બહુ ઓર બેબીમાં (ગટ્ટુ), શ્રીમાન-શ્રીમતી(વયસ્ક ચિંટુ) જેવી અનેક ઇન્સ્ટન્ટ ખીચડી (જીની) સાથેના અનેક રમૂજી નાટકો તેઓએ આપ્યા છે. જો ફિલ્મોની વાત કરવામાં આવે તો ખીચડી-ધ મુવી, ઉફ્ફ યે મહોબ્બત અને આજા સનમમાં પણ ઘણી સારી ભૂમિકા નીભાવી છે. 
અપરા મહેતા
    અપરા મહેતાનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૬૦ના રોજ થયો છે.  ભારતીય ટીવી અને બોલીવુડ અભિનેત્રી છે, જે તેમના સવિતા મનસુખ વિરાણીના પાત્રમાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી ધારાવાહિક માટે જાણીતા છે. ૧૯૮૦માં તેમણે ટીવી અને ફિલ્મ અભિનેતા દર્શન જરીવાલા સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી છે. તેઓ અત્યારે જુદા રહે છે. 
     અનેક ટેલિવિઝન કાર્યક્રમો અને સાથે જ ફિલ્મોમાં ખાસ ભૂમિકા નીભાવનાર અપરા મહેતાએ સાત ફેરે, ગોલમાલ હૈ ભાઇ સબ ગોલમાલ હૈ, ક્યા હુઆ તેરા વાદા અને એક મહેલ હો સપનોં કા જેવી હિટ સીરિયલની સાથે સાથે જસ્ટ મેરિડ, તીસ માર ખાં અને યે તેરા ઘર યે મેરા ઘર જેવી ફિલ્મો પણ આપી છે.  પોતાના આ ખાસ પ્રકારના કિરદારને કારણે તે ઘર ઘરમાં પ્રચલિત બની ચૂકી છે. 
પરેશ રાવલ
    પરેશ રાવલનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં થયો હતો. તેઓનું જન્મ સ્થળ અમદાવાદ, ગુજરાત છે. સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા બાદ તેઓના પરિવારમાં આદિત્ય અને અનિરુદ્ધનો જન્મ થયો. ફિલ્મ કલાકાર, ટેલિવિઝન પ્રોડ્યુસર અને સિવિલ એન્જિનિયરની સાથે કારકિર્દી બનાવનાર પરેશ રાવલે લોકોના મનમાં એક અનેરું સ્થાન બનાવ્યું છે.  તેઓઓ ૧૯૮૪ માં પહેલી ફિલ્મ હોળી બનાવી અને મોટી હિટ ફિલ્મ હેરાફેરી ૨૦૦૦ ની સાલમાં બનાવી. અનેક ટીવી સીરિયલ્સ જેમકે તીન બહુરાણીયા, મેં એસી ક્યું હૂં માં પોતાનો આગવો કિરદાર લાવી ચૂક્યા છે. 
     પરેશ રાવલે પોતાની આગવી કારકિર્દી દરમિયાન અનેક એવોર્ડ્સ જેવા કે નેશનલ ફિલ્મ એવોર્ડ, નેશનલ ફિલ્મફેર બેસ્ટ સ્પોર્ટીંગ એવોર્ડ ફોર વો છોકરી ઓર સર,બેસ્ટ કોમેડિયન ફોર હેરા ફેરી, બેસ્ટ કોમેડિયન ફોર આવારા પાગલ દિવાના, સ્ટાર સ્ક્રીન એવોર્ડ બેસ્ટ સપોર્ટીંગ એક્ટર ફોર રાજ, બેસ્ટ કોમેડિયન ફોર હેરા ફેરી, બેસ્ટ કોમેડિયન ફોર આવારા પાગલ દિવાના આઇફા એવોર્ડ બેસ્ટ કોમેડિયન ફોર હેરા ફેરી પણ મેળવ્યા છે. 


n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment