facebook

Saturday 24 October 2015

pooja kanodiya

મહેશ કનોડિયાની એકની એક દીકરીનું અવસાન : યુવાનીમાં જ કમળો ભરખી ગયો


    ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાની દીકરી પૂજાનું કમળામાંથી કમળી થઈ જતાં અવસાન થયું હતું. પૂજાની સારવાર અમદાવાદની હોસ્પિટલમાં ચાલતી હતી. જ્યાં વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. પાર્થિવ દેહને સુરત લઈ આવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં સામેલ થવા કનોડિયા પરિવાર પણ સુરત આવ્યો હતો. જ્યારે અંતિમયાત્રામાં હિતુએ બહેનને કાંધ આપી હતી. એકની એક દીકરીના અવસાનથી મહેશ કનોડીયા અપસેટ થઈ ગયા હતાં. અને ભારે આઘાતની લાગણી અનુભવી હતી. અને તેની તબિયત ખરાબ હોવાના કારણે હાજર રહ્યા ન હતા. જ્યારે મોના થીબા પણ પ્રગનેન્ટ હોવાના કારણે હાજર રહી ન હતી.
    મહેશ કનોડિયાની એકની એક દિકરી પૂજા લિવરની બિમારીથી પિડાતી હતી. આ બાબતની જાણ મહેશ કનોડિયાને થતાં તેણે નરેશ કનોડીયાને આ અંગે વાત કરી હતી. જેથી નરેશ કનોડિયાએ તેમની સારવાર અમદાવાદની એપોલો હોસ્પિટલમાં કરાવવા સુચના આપી હતી. જેથી છેલ્લા ઘણા સમયથી ત્યાં સારવાર ચાલી રહી હતી. પરંતુ બિમારી વધી જતાં છેલ્લા ૧૦ દિવસથી એપોલો હોસ્પિટલમાં પૂજાની સારવાર ચાલી રહી હતી. જેમાં પૂજાને કમળામાંથી કમળી થઈ જતાં તેમનું અવાસન થયું હતું.
    મહેશ કનોડિયાની પુત્રી પૂજાના લગ્ન સુરતમાં એમ્બ્રોઈડરી અને ડાઈંગના વ્યવસાય સાથે સંકળાયેલા ગણપતભાઈ પરમારના દિકરા હિમાંશુ સાથે ૧૭ વર્ષ પહેલા થયાં હતાં. પૂજાના ધૂમધામથી થયેલા એરેન્જ મેરેજ બાદ પૂજાને સંતાનમાં એક દીકરી જન્મી હતી. જેનું નામ પૂજાએ તેની રાશી મુજબ પ્રિયાંશી રાખ્યું હતું. પૂજાની દીકરી પ્રિયાંશી હાલ ૧૩ વર્ષની છે. અને તે રેડિયન્ટ સ્કૂલમાં ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. પૂજાના અવસાનથી પ્રિયાંશીએ માતાની છત્ર છાયા ગુમાવતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

    એકની એક અને લાડકવાયી દીકરી પૂજાના મોતના સમાચાર મહેશ કનોડીયાને મોડેકથી આપવામાં આવ્યાં હતાં. મહેશ કનોડીયાની તબિયત સારી ન હોવા છતાં તેણે જ્યારે પૂજાના મોતના સમાચાર સાંભળ્યાં ત્યારે આધાત અનુભવ્યો હતો. અને એકની એક કાળજાના કટકા સમી દીકરીના મોતના સમાચારથી ધેરા શોકની લાગણી અનુભવતાં મહેશ કનોડીયાએ રોકકળ કરી મુકી હતી. મહેશની હાલત સારી ન હોવાથી તેઓ અંતિમક્રિયામાં સુરત નહીં આવી શકે તેમ ગણપતભાઈએ જણાવ્યું હતું.
    ગુજરાતી ફિલ્મોમાં નામના મેળવી ચૂકેલા મહેશ કનોડીયાની દીકરીએ બાળપણથી જ તેની પ્રતિભા સાબિત કરી આપી હતી. પૂજા કનોડીયાએ નવ વર્ષની ઉમરથી ગાવાનું શરૂ કર્યું હતું. પિતાના ગાયનનો વારસો દીકરીમાં ઉતર્યો હોય તેમ નવ વર્ષની પૂજાએ આદ્યાશક્તિની આરતી રેકોર્ડ કરી હતી. જે આજે પણ દરેક ઘરમાં સંભળાતી જોવા મળે છે. નવ વર્ષથી ગાવાની શરૂઆત કરનારી પૂજાએ ૧૧૯ ફિલ્મોમાં પોતાના કંઠને આપ્યો હતો. પૂજાનું ''મને તારા મલકમાં લઈ જા હો રાજ વિલાયતના વરરાજા'' સૌથી વધુ ફેમસ થયેલું ગીત હતું. પૂજાને આ સિવાય ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવા બદલ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો.
    મહેશ કનોડીયાની એકની એક દીકરી પૂજાના અવસાનથી મહેશભાઈએ એકની એક દીકરી ગુમાવી છે. જ્યારે ગણપતભાઈએ જણાવ્યું હતું કે, મેં પણ મારી એકની એક પુત્ર વધુ ગુમાવી છે. જ્યારે પૂજાની એક માત્ર દીકરી પ્રિયાંશીએ તેની માતા ગુમાવી છે.  એકની એક દીકરી, એકની એક પુત્ર વધુ અને માતા ગુમાવતાં કનોડીયા અને પરમાર પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.


n  ગજ્જર નીલેશ
   


No comments:

Post a Comment