અત્યાર સુધીનું હટકે ગુજરાતી આઈટમ સોંગ ‘પ્રેમના
પારખા ના લેજો માણારાજ’ માં હશે જેનું ફિલ્માંકન આરતી સોની પર થયેલું છે
હમણાં જ ટૂંક સમયમાં એક
ફિલ્મ આવી રહી છે. નિર્માતા જીત પટેલના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં હુસ્નની
મલ્લિકા અને ખૂબસુરતીની મિસાલ, હાસ્ય વેરે તો દિલની ધડકન થંભી જાય એવું માર્કનું
સ્મિત, દરેક અદા પર દર્શકો ફિદા થઇ જાય તેવું અભિનય કૌશલ્ય અને ડાન્સ એટલે પરફેક્ટ
કરી જાણે છે કે પોતાની રીતે જ નવા નવા યંગસ્ટર્સને ડાન્સની તાલીમ આપે છે. આરતી
સોની જેવું પ્યારું નામ ધરાવતી આરતીના સપનાઓ બહુ મોટા છે અને હોવા જ જોઈએ. કારણ
કે, જે લોકો સપના જુએ છે તેના જ પૂરા થાય છે. જેની વાત આપણે આગળ કરીશું પણ અત્યારે
તેમના વિષે તેમની કેરિયરને લઈને તે કેટલી ઉત્સાહિત છે તેના પર નજર ફેરવીએ. કોરિયોગ્રાફર
બનવાની ઈચ્છા હતી પણ એવું કોઈ પ્લેટફોર્મ નહોતું મળતું જ્યાં આરતી તેની પ્રતિભા
પૂરવાર કરી શકે. તે ભરતનાટ્યમ અને વેસ્ટર્ન ડાન્સની ટીચર પણ છે. છેલ્લા ત્રણ
મહિનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે તેને ઘણો સપોર્ટ આપ્યો તેવું તેઓ ખુશ થતા કહે
છે. શરૂઆત નાના પડદાથી થઇ જેમાં તેઓની પ્રથમ સીરીયલ હતી ‘સાવધાન ગુજરાત’. જેમાં
તેને એક પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ મળ્યો જે તેના માટે ગર્વની વાત હતી. ત્યારબાદ લીડ
રોલમાં એક ફિલ્મ સાઈન કરી ‘ગેંગ્સ ઓફ સુરત’ જેમાં તેના કામની કદર થઇ અને તે
ફિલ્મના ઓન લોકેશન જીત પટેલ સાથે મુલાકાત થતા તેમણે જણાવ્યું કે હું એક ફિલ્મ
બનાવી રહ્યો છું. ફિલ્મનું ટાઈટલ છે ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’. જે ફિલ્મની
ઓફર આરતી સોનીને ‘ગેંગ્સ ઓફ સુરત’ ના લોકેશન પર જ થઇ જે આરતી સોનીએ સ્વીકારી લીધી.
ટૂંક સમયમાં તેનું શૂટ શરૂ થયું અને અત્યારે તે ફિલ્મ રીલીઝ થવાને આરે આવીને ઉભી
છે. જીત પટેલ દિગ્દર્શિત ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ માં આરતી સોનીનું પાત્ર
ખૂબ જ મહત્વનું છે સાથે સાથે ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ તેના પર ફિલ્માવવામાં
આવ્યું છે. સોંગ એટલા માટે મહત્વનું છે કે તે સોંગ પાછળ જ ફિલ્મની સ્ટોરીનો પ્લસ
પોઈન્ટ હોય છે જે અત્યારે કહેવો યોગ્ય નથી. આ ઉપરાંત એક હિન્દી ફિલ્મ ‘હુડુ’ પણ
આરતી સોનીની આવી રહી છે જે ફિલ્મમાં આરતી સોનીનું પાત્ર એક ચાલબાઝ યુવતીનું છે જે
પોતાના જ પતિને મારીને બીજા સાથે અફેર રાખે છે. ફિલ્મનો સબ્જેક્ટ નવો છે જે
દર્શકોને ગમશે.
પ્ર
– તમારા પાત્ર વિષે?
ઉ
– ‘ગેંગ્સ ઓફ સુરત’ માં હું લીડ ભૂમિકા ભજવી રહી છું જે સુરતમાં જ શૂટ થયેલી ફિલ્મ
છે. મારી બીજી ફિલ્મ ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ માં મારો રોલ ખૂબ જ સરસ
લખવામાં આવ્યો છે. હું એક કોરિયોગ્રાફર પણ છું એટલે જીત પટેલે મને તેમની ફિલ્મમાં
કોરિયોગ્રાફી પર પણ હાથ અજમાવવાનું કહેલું. સાથે સાથે ફિલ્મમાં હું એક આઈટમ સોંગ
પણ કરી રહી છું જે અત્યાર સુધીનું હટકે ગુજરાતી આઈટમ સોંગ હશે. ફિલ્મમાં મારો રોલ
ગરીબ યુવતીનો છે જે પોતાની રીતે જ આગળ વધવામાં માને છે. જેના માટે તે બારમાં આઈટમ
સોંગ કરે છે જેનાથી ઘરમાં બે પૈસા આવે.
પ્ર
– ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ
– જીત પટેલ સાથે કામ કરીને મને બહુ આનંદ થયો કારણકે તેઓએ મને તેમની ફિલ્મમાં લીડ
રોલમાં લીધી અને મારી જે કોરિયોગ્રાફર બનવાની ઈચ્છા હતી ફિલ્મોમાં તે તેમણે પૂરી
કરી જેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફિલ્મના નિર્માતા હિતેશભાઈ ગોધાણી પણ
એટલા જ ખંતથી પોતાની ફિલ્મ માટે કામ કરી રહ્યા હતા કે મને તેમનું કામ જોઇને અને
મને તેમણે તેમની ફિલ્મ માટે યોગ્ય સમજી તે માટે હું એમનો પણ એટલો જ આભાર માનું
છું. ફિલ્મના સેટ પર એકદમ હળવું વાતાવરણ હતું. સૌ પોતપોતાની રીતે પોતાનું કામ કરતા
હતા. જે જોઇને મને એમ થયેલું કે જો આવા પ્રોડ્યુસરો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં
આવે તો ગુજરાતી ફિલ્મોને જે પ્રેક્ષકો નથી મળતા તે પણ આવી ફિલ્મોથી મળી રહે અને
આપણે કંઇક અંશે સફળ થઈએ.
પ્ર
– તમારા વિષે વધુ જણાવશો.
ઉ
– મે હમણાં જ એક સીરીયલ કરી છે ‘ક્રાઈમ ગુજરાત’ જે ટૂંક સમયમાં જોવા મળશે. મને
કોરિયોગ્રાફર તરીકે ફર્સ્ટ ચાન્સ જીત પટેલે આપ્યો છે. જેને મે એટલી સારી રીતે અને
મનથી કામ કરીને બખૂબી નિભાવી છે જેથી મારા કામમાં કોઈ કચાશ કે કોઈ ફરિયાદ ના રહે.
પ્ર
– ફિલ્મોમાં આવીને કેવું લાગે છે?
ઉ
– મારૂ એક સપનું હતું કે હું ગુજરાતી ફિલ્મોમાં આવું જે અત્યારે પૂર્ણ થયું છે પણ
જેમ જેમ તમારા એક એક સપનાઓ પૂરા થતા જાય છે તેમ તેમ બીજા નવા સપનાઓનો તમારા દિલમાં
આવતા જાય છે. અહીં પોતાની ક્ષમતા પૂરવાર કરવા માટે ઘણું બધું છે. મને મારી એક અલગ
ઓળખ મળે તેવી ઈચ્છા છે જે હું ગમે તેમ કરીને હાંસલ કરીશ. જેના માટે મારે દિવસ રાત
જોયા વગર ભલે ગમે તેટલું કામ કરવું પડે તો પણ ચેલેન્જ આપું છું કે એક દિવસ હું
મારું આ સપનું પૂર્ણ કરીશ. હું રોમા માણેકને મારા આઈડલ માનું છું જેની એક્ટિંગ મને
પ્રભાવિત કરી જાય છે. તેઓની એક્ટિંગ હું ઝીણવટપૂર્વક જોઉં છું અને એવું કરવાની
કોશિશ કરું છું. એમનું સ્થાન લેવું તે તો શક્ય નથી પણ તેમના જેવું કામ મને કરવું
ગમશે. હું મારી આ ફિલ્મ ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ ના પ્રક્ષકોને કહીશ કે
તમે આ ફિલ્મ જુઓ, તેમાં કેવા કેવા સંવાદો અને કેવું કેવું અભિનય કૌશલ્ય છે તેના પર
નજર કરો. મને કોરિયોગ્રાફીમાં તમે જેટલો રિસ્પોન્સ આપ્યો છે તેનાથી પણ વધુ અભિનય
બાબતે મળે તેવી મારી ઈચ્છા છે.
પ્ર
– એવું કોઈ સપનું જે પૂર્ણ થયું હોય?
ઉ
– હા, મારે ગુજરાતી ફિલ્મોની બ્યુટીફૂલ એક્ટ્રેસ પ્રીનલ ઓબેરોય સાથે કામ કરવાની
ઈચ્છા હતી જે ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ દ્વારા પૂરી થવા જઈ રહી છે. જે
અત્યારે ગુજરાતી ફિલ્મોમાં ટોપ પર છે. મને તેમની સાથે કામ કર્યાનો ખૂબ ગર્વ છે. ત્યારે
મે પાત્ર સામે ન જોતા મારા સપનાને વધુ મહત્વ આપ્યું. પ્રીનલ ઓબેરોય મૂળ ગુજરાતી ન
હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે જે આપણા માટે ગર્વસમી વાત છે.
આરતી સોનીની આવનારી ફિલ્મોમાં એક ‘લવ ડે’
આવશે જેમાં લગભગ તમામ કલાકારો હિન્દી ઇન્ડસ્ટ્રીઝમાંથી હશે તથા ફિલ્મ પણ હિન્દી જ
હશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment