આ કલાકારોને બોલિવૂડમાં
ના મળી સફળતા, હવે ઢોલિવૂડમાં મચાવશે
ધૂમ
પહેલાં
સ્થાનિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારો બોલિવૂડમાં કામ કરવાનું તેમનું સ્વપ્નું હતું. જોકે, હવે સમય બદલાઈ ગયો
છે. હવે, બોલિવૂડમાં કામ કર્યા બાદ પણ
કલાકારો સ્થાનિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જેમ કે બંગાળી, મરાઠી
તથા ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરવા ઉત્સુક હોય છે.
હાલમાં જ બોલિવૂડમાં કામ કર્યા બાદ એવા ઘણાં કલાકારો છે, જેમણે
પોતાના
કરિયરની શરૂઆત તો બોલિવૂડથી કરી છે. તેમ
છતાંય તેમણે પ્રાદેશિક ભાષાની ફિલ્મ્સમાં કામ
કર્યું છે. પહેલાં ગુજરાતી ફિલ્મ્સને લઈને કલાકારો નાકનું ટેરવું ચઢાવી દેતા હતાં. જોકે, હવે સમય બદલાયો છે
અને ગુજરાતી ફિલ્મ્સની ક્વોલિટી પણ સુધરતા
બોલિવૂડ કલાકારો પણ હવે ગુજરાતીમાં કામ કરી રહ્યાં છે.
આજે આપણે એવા જ કેટલાંક બોલિવૂડ કલાકારો પર નજર કરીશું, જેમણે
શરૂઆત તો બોલિવૂડથી કરી પણ તક મળતાં ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે.
અભિમન્યુ સિંહ; 'ગુલાલ' તથા 'રામ-લીલા'માં દમદાર ભૂમિકા
ભજવ્યા બાદ અભિમન્યુ સિંહ ગુજરાતી ફિલ્મ 'પ્રેમજીઃ રાઈઝ ઓફ અ
વોરિયર'માં કામ કર્યું છે. 'રામ-લીલા'માં અભિમન્યુ ગુજરાતી બન્યો હતો. 'પ્રેમજીઃ રાઈઝ ઓફ અ વોરિયર'માં
અભિમન્યુ કચ્છી લુકમાં
જોવા મળ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવા છે. દર્શકોને અભિમન્યુનો લુક ઘણો જ પસંદ આવ્યો છે.
નીતિ મોહનઃ 'જબ
તક હૈં જાન'નું ગીત 'જીયા
રે...' પછી 'સ્ટુડન્ટ
ઓફ ધ યર'નું 'ઈશ્કવાલા લવ'
જેવા પાવર-પેક્ડ સોંગ્સ આપ્યા બાદ નીતિ મોહને ગુજરાતી ફિલ્મમાં પોતાનો સ્વર આપ્યો છે.
ધ્વની ગૌતમ દિગ્દર્શિત ફિલ્મ 'રોમાન્સ
કોમ્પ્લીકેટેડ'માં ગીત ગાયું છે. આ ફિલ્મ હજી રીલિઝ થઈ
નથી. આ ફિલ્મમાં
સોનુ નિગમ, જાવેદ અલી તથા નિરજ શ્રીધર જેવા ગાયકો ગીત
ગાશે, તેમ માનવામાં આવી રહ્યું છે.
નક્ષ અઝીઝઃ 'આર
રાજકુમાર'નું ગીત 'સાડી
કા ફોલ સા'. 'ફટા પોસ્ટર નિકલા હિરો'નું ગીત 'ધતિંગ ડાન્સ'થી લોકપ્રિય થનાર
ગાયક નક્ષ અઝીઝ આમ તો બંગાળી
ગાયક છે. તેણે બોલિવૂડમાં અનેક જાણીતા સોંગ્સ આપ્યા છે. નક્ષના 'ગંદી બાત', 'પૂંગી' જેવા ગીતો સંગીતપ્રેમીઓને ઘણાં જ પસંદ આવ્યા હતાં. નક્ષે ગુજરાતી ફિલ્મ 'આ તે કેવી દુનિયા'ના બે ગીતો 'નાથાલાલ' તથા 'ઓનલી કરન્સી'
ગાયા છે. આ ફિલ્મના ડિરેક્ટર તેજસ પડિયા છે.
નમ્રતા વૈદઃ ટીવી સીરિયલ 'બેઈન્તિહા'માં લાલચુ તથા ષડયંત્ર કરનારી નાની વહુ શાઝિયાની ભૂમિકા ભજવનાર ન્રમતા વૈદે પોતાની કરિયરની શરૂઆત
ગુજરાતી ટીવી સીરિયલ 'મોટી બા'માંથી કરી હતી. આ
સિવાય નમ્રતા વૈદે ગુજરાતી નાટકોમાં
પણ કામ કર્યું હતું. હવે, નમ્રતા વૈદ ગુજરાતી
ફિલ્મથી પોતાની કરિયરને
આગળ વધારી રહી છે. નમ્રતાએ 'પ્રેમજીઃ રાઈઝ ઓફ અ
વોરિયર'માં કામ કર્યું છે.
રાશિદ અલીઃ 'જાને
તુ યા જાને ના'ના ગીત 'કભી
કભી અદિતી' અને 'કહી તો' જેવા
ગીતો હિટ્સ રહ્યાં હતાં. રાશિદે પોતાના અવાજથી ચાહકોને ઘણાં જ ઈમ્પ્રેસ કર્યાં હતાં. હવે, રાશિદ અલી ધ્વની ગૌતમની ફિલ્મ 'રોમાન્સ કોમ્પલિકેટેડ'માં ગીત ગાવાનો છે. આ ફિલ્મમાં અન્ય કેટલાંક બોલિવૂડ ગાયકો પણ ગીત ગાવાના છે.
દિવ્યા મિશ્રાઃ 2014ની ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનાલિસ્ટ દિવ્યાએ અનેક મોડલિંગ પ્રોજેક્ટ્સ તથા પ્રિન્ટ કેમ્પેઈન કર્યાં છે. હવે,
તે પોતાની કરિયરની શરૂઆત બોલિવૂડ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મથી કરવા જઈ રહી છે.
દિવ્યા મિશ્રા ધ્વની
ગૌતમની ફિલ્મ 'રોમાન્સ કોમ્પલિકેટેડ'માં કામ કરી રહી છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment