સંજય મૌર્યની વાત આ લેખમાં વાંચો અંદરખાનેથી
તેના વિષે ન જાણેલી એવી વાત
એક
પિતાનો લાડકવાયો દીકરો જે તેના જ પિતાથી દૂર જાય છે કારણ કે તેના પિતાનું તે જે
જગ્યા પર રહેતા હોય છે તેટલા વિસ્તારમાં અને તેનાથી પણ આગળ એક સારૂ એવું નામ હોય
છે. જેના લીધે તેમને તેમનું બાળક પર આની કોઈ અસર ના પડે તેથી તે પોતાના દીકરાને
દૂર મોકલી દે છે અને ત્યાં તે નાના નાના બાળકોને ડાન્સની તાલીમ આપે છે. જ્યાં
હીરોને હિરોઈન સાથે પ્રેમ થાય છે. તે યુવતીનો મુખ્ય ઉદ્દેશ્ય હીરોની સાથે પ્રેમ
કરીને તેના બાપ સુધી પહોચવાનો હોય છે. જેમાં તે યુવતી અને તેનો બાપ ભાગીદાર હોય
છે. જે વ્યક્તિ સારા કામો કરતો હોય તેના હજારો દુશ્મનો હોય છે એમ જ અહીં પણ એવું જ
છે. આપણા ભારતવર્ષમાં કોઈ વ્યક્તિ જો સીસ્ટમ સામે લડે ચેહ તો તેને ફક્ત ને ફક્ત
ભોગવવાનું જ આવે છે. તેને મારવા માટે ગુંડા તત્વો આવે છે અને ગમે તેમ કરીને તેને
પતાવી જ દેવો બસ. સીસ્ટમ સામે લડવાવાળાની સાથે આવું જ થાય છે. અમુક સંજોગોના કારણે
હીરોના પિતાનું મૃત્યુ થાય છે. ત્યારબાદ હીરો તેના ગામડે આવે છે તે તેના બાપનો
બદલો લઇ શકે તેટલો સક્ષમ પણ નથી હોતો. છતાં પણ તેના હાથે એક મર્ડર થઇ જાય છે. તો
હીરો તેના પિતાના મૃત્યુ માટે હિરોઈનને કેમ જવાબદાર ગણે છે? હીરોના હાથે કોનું ખૂન
થઇ જાય છે? આવા કેટલાય સવાલોના જવાબ માટે દર્શકોએ મારધાડથી ભરપુર ફિલ્મ ‘એક
શુરવીર’ જોવી જ પડશે. જેના નિર્માતા આર. કે. રાજપૂત છે અને દિગ્દર્શન કર્યું છે
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા વિક્રમ રાજપૂતે. ‘એક શુરવીર’ એક એક્શન ફિલ્મ
હોવા છતાં તેમાં એક પણ કેબલ ફાઈટ બતાવવામાં નથી આવી. એક યુવાન જે એક મચ્છર પણ નથી
મારી શકતો તે સમય જતા કેવી રીતે ‘એક શુરવીર’ બનીને આખી ફિલ્મમાં ઉભરી આવે છે તે
બતાવવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ‘એક શુરવીર’ માં ટાઈટલ રોલ
સંજય મૌર્ય ભજવતા નજરે પડશે. જેની સામે હિરોઈન પ્રેયસી નાયક છે. જે ‘ધ ક્લોઝ ડોર’
માં પણ હતી.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મનું શુટિંગ પૂરું થઇ ગયું છે. ફિલ્મના
નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરીને મને ખૂબ જ આનંદ થયો. હું તેમનો ખૂબ ખૂબ
આભાર માનું છું કે આ એક્શન ફિલ્મ માટે તેઓએ મારી પસંદગી કરી. વિક્રમ રાજપૂત સાથે
મારી આ પ્રથમ ફિલ્મ છે. તેમણે હું એક સોશ્યલ મીડિયાની સાઈટ પર જે ફોટા અપલોડ કરું
છું તે જોયા અને તેઓએ મનોમન નક્કી કરી લીધેલું કે આ રોલ માટે તેઓ મને જ લેવા ઈચ્છે
છે. એટલે હું એને મારું નસીબ માનું છે કે મને જેવો જોઈતો હતો તેવો જ રોલ કરવા
મળ્યો. મારી અત્યાર સુધીની ફિલ્મોમાં જો મારો ખરો અભિનય જે અંદરથી નીકળે મીન્સ કે
વાસ્તવિકતા મને આ ફિલ્મમાં જોવા મળી.
સંજય
મૌર્ય વિષેની વાત અંદરખાનેથી
ગાંધીનગરની એડિશનલ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક સમયે ગુજરાતી ફિલ્મનો હિરો
સંજય મોર્યે એક કેસ
પ્રકરણે ઉપસ્થિત રહ્યો હતો. આ સમયે ન્યાયાધિશ વી.એ.બુધ્ધ ડાયસ પર બેઠા હતા. તે સમયે હિરો સંજય મોર્યએ પોતાનો મોબાઇલ કાઢીને
તેમના વકિલ સંજયસિંહ
વાઘેલાને ફોન કર્યો હતો. ચાલુ કોર્ટમાં ઉપરોક્ત બનાવ બનતા ન્યાયાધિશે તેની ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલીક કોર્ટડયુટી
પોલીસને બોલાવવામાં
આવી હતી. ન્યાયાધિશ બુધ્ધે ફિલ્મ અભિનેતા સંજય મોર્યનો મોબાઇલ જપ્ત કરવાનું કહેતા તેનો મોબાઇલ તાત્કાલીક
અસરથી જપ્ત કરવામાં આવ્યો હતો. એકાએક
બનેલી ઉપરોક્ત ઘટનાથી ફિલ્મોમાં અનેક
ગુંડાઓને એકીસાથે ચિત્ત કરનાર ફિલ્મ
અભિનેતાનો પરસેવો
છુટી ગયો હતો. તેણે આ બાબતે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટે કડક વલણ અપનાવવાનો નિર્ણય લીધો
હોય તેમ તેને માફ કર્યો નહતો.
જોકે, ન્યાયાધિશે આ બનાવ સંદર્ભે ફિલ્મ
અભિનેતાને પ૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે ફિલ્મ
અભિનેતાએ ઉભાઉભા ભરી દીધો હતો અને પોતાનો
મોબાઇલ છુટો કરાવ્યો હતો.આ ઘટનાથી કોર્ટમાં રમુજ પ્રસરી ગઇ હતી સાથે કાયદાથી કોઇ પર નહિ હોવાનું ન્યાયાધિશે
સાબિત કરી આપ્યુ હતું.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment