સન્ની દેઓલ સાથે 'ઘાયલ વન્સ અગેઈન'માં દેખાશે અમદાવાદની
હિના રાજપૂત
વર્ષ
૧૯૯૦માં
રીલિઝ થયેલી રાજ કુમાર સંતોષી નિર્દેશિત 'ઘાયલ'ની
સિકવલ 'ઘાયલ વન્સ અગેઈન'નું પૂરજોશમાં
શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં સન્ની દેઓલ
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની ભૂમિકા કરી રહ્યો છે.સન્ની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવાની સાથે સાથે નિર્માણ અને નિર્દેશનની પણ જવાબદારી સંભાળી રહ્યો છે. ફિલ્મમાં સન્ની સિવાય સોહા અલી ખાન પણ મહત્વપૂર્ણ
ભૂમિકા
કરી રહી છે. સાથે મૂળ અમદાવાદની અને
ગુજરાતી અભિનેત્રી હિના રાજપૂત પણ સન્ની દેઓલ સાથે આ
ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મ વિશે વાત કરતા હિનાએ કહ્યું હતું કે,'ફિલ્મમાં
ચાર પરિવારની વાત કરવામાં આવી છે જેમાં એક પરિવાર મારો પણ હોય છે. સન્ની દેઓલ સાથે
હીના રાજપુતના ઘણા એવા ચેલેન્જીંગ સીન છે જેને લઈને તે ઘણી જ ઉત્સાહિત છે. સન્ની
દેઓલ વિષે હીના રાજપૂતે જણાવ્યું કે તેઓ એક સારા નિર્માતા, નિર્દેશકની સાથે સાથે
એક સારા વ્યક્તિ પણ છે. તેઓએ એક સીન માટે ત્રણ દિવસ લીધા જેને જોઇને હું પ્રભાવિત
થઇ ગયેલી કે તેઓ પોતાની ફિલ્મ પ્રત્યે કેટલી કાળજી રાખે છે. સોહાઅલી ખાન વિષે
કહ્યું કે તે પણ વેરી ગુડ આર્ટીસ્ટ. આટલી મોટી અભિનેત્રી અને સ્ટાર હોવા છતાં
તેમનો સ્વભાવ એકદમ મળતાવડો છે. મારૂ પાત્ર જે ફિલ્મમાં સન્ની દેઓની ખુબ નજીક છે.
ફિલ્મ વિશે
વાત કરું તો સ્ટોરી બહુ સેન્સેટીવ છે
તેનાથી વધારે હું ફિલ્મ વિશે કશું કહીં ના શકુ.છેલ્લા
બે મહિનાથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને
આ વર્ષના અંત સુધીમાં તે પુર્ણ થઈ જાય તેવી શક્યતા છે'
અભિનેત્રી હિના રાજપૂત છેલ્લે ગુજરાતી ફિલ્મ 'રમલી
રીક્ષાવાળી'માં
મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ
ગુજરાતની એક મહિલા રીક્ષા ડ્રાઈવરની રિયલ લાઈફ પર બની છે.
આ ફિલ્મ માટે હિનાએ ખાસ રીક્ષા ચલાવવાની અને ફાઈટની ટ્રેનિંગ લીધી હતી.
No comments:
Post a Comment