સાવરકુંડલા ખાતે ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’
ફિલ્મનું દબદબાભેર મુહુર્ત યોજાયું
ગુજરાતના
સાવરકુંડલા ગામ ખાતે ટૂંક સમય પહેલા એટલે કે ગઈ ૨ જી જાન્યુઆરીના રોજ એક ગુજરાતી
ફિલ્મ ‘ઓઢણી ઓઢીલે ગોરી મારા નામની’ નું ભવ્ય રીતે મુહુર્ત કરવામાં આવ્યું. આપણા
જીવનનું કોલેજ જીવન ખરેખર પ્રેમ માટે સારૂ રહેતું હોય છે. ઘણા કિસ્સાઓ કોલેજ
લાઈફથી જ શરૂ થતા હોય છે. ત્યારે જે મસ્તી અને જિંદગીને માણવાની જે મજા છે તે કોઈ
સમયગાળામાં નથી. ત્યારે પોતાની સાથે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે શરત મારવી અને
તે જીતવા માટે કંઇ પણ કરી છૂટવું તેવી ઘણી ઘણી તમન્ના મનમાં હોય છે. જયારે કોલેજની
જ એક છોકરીને પટાવવા માટે યુવાનો ચેલેન્જ મારતા હોય છે ત્યારે અમુક વખતે સારૂ
પરિણામ આવતું હોય છે તો ક્યારેક ધાર્યા બહારનું પરિણામ આવી જાય છે. આવી જ એક
ફિલ્મનું શુટિંગ સાવરકુંડલા ખાતે હાલ ચાલુ છે. ફિલ્મમાં પ્રણય ત્રિકોણ પણ સુપેરે
રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ફિલ્મના કલાકારોમાં ક્રિષ્ના ઉર્ફે માઈકલ જેક્સન જેની
સાથે જોડી જમાવશે લાખો ચાહકોની ધડકન બની ચુકેલી અને સિને સૃષ્ટિની ખ્યાતનામ તારિકા
રીના સોની અને બીજી અદાકારા છે જીનલ રાવલ. ફિલ્મના અન્ય કલાકારોમાં ભરતસિંહ રાણા,
મીના જી, જગદીશ પટેલ, સંજય, રમેશ ઠાકોર પોતાની કલાનો કસબ અજમાવી રહ્યા છે. ફિલ્મના
નિર્માતા ક્રિષ્ના જે ફિલ્મના હીરો પણ છે. જેઓ હાલ ભારત બહાર રહે છે પણ પોતાની
માતૃભુમી અને પોતાની ગુજરાતી ભાષા પ્રત્યે અત્યંત લગાવ હોવાથી તેઓએ આ લાઈનમાં
પ્રવેશીને ગુજરાતના લોકોને કંઇક એવું આપવાની ઈચ્છા હતી જે લોકો વર્ષો સુધી યાદ
રાખે. તેથી જ તેઓએ વિચાર્યું કે શું કરીએ તો આવું શક્ય છે તો તેમને વિચાર આવ્યો કે
એક પારિવારિક અને આજની જનરેશનને ગમે તેવી ફિલ્મ બનાવવી અને તેને ગુજરાત સમક્ષ
મુકવી. જેથી પોતાની માતૃભાષાનું પણ માન જળવાઈ રહે અને લોકોને કંઇક આપ્યાનો સંતોષ
પણ રહે. ફિલ્મના કથા લખી છે પ્રીતમ બેરાડીયાએ તથા ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે
અનુભવી અને જાણીતા કારણ સાથળીયા જેઓ આ ફિલ્મમાં મેઈન વિલનની પણ ભૂમિકા ભજવી રહ્યા
છે. કથા – પટકથાકાર ક્રિષ્ના છે. ફિલ્મમાં સંગીત પીરસ્યું છે જાણીતી બેલડી મનોજ –
વિમલે. ફિલ્મમાં મહંમદ અમદાવાદી ફાઈટ માસ્ટર છે જયારે ડાન્સ માસ્ટર પંકજ પરમાર છે.
જેઓએ ફિલ્મના હીરો હિરોઈનને ઠુમકા લગાવ્યા છે. ફિલ્મની વાર્તા રસપ્રદ બની રહે તે
માટે નિર્માતા તરફથી ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. ફિલ્મના સાવરકુંડલા
ખાતેના રમણીય લોકેશનો પર હાલ પુરજોશમાં શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં
આજુબાજુના ગામના લોકોનો જબ્બર ધસારો શુટિંગ જોવા માટે આવી રહ્યો હોય કલાકારોમાં પણ
તેને જોઇને એટલો જ ઉત્સાહ જોવા મળતો હતો.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment