facebook

Wednesday, 28 October 2015

mahesh kalavadiya

‘પ્રેમની સજા મૌત’ માં કોલેજીયનોની મસ્તી અને પ્રેમ પર થતા વાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવશે : મહેશ કાલાવડીયા


    એક અલગ જ શીર્ષક સાથે યુવા દિગ્દર્શક મહેશ કાલાવડીયા ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘પ્રેમની સજા મૌત’ શીર્ષક પરથી જ ખ્યાલ આવી જાય છે કે તેમાં બે પ્રેમીઓના મિલન અને વિરહની વેદના રજૂ કરતુ મનોરંજન હશે. ફિલ્મમાં સામાજિક મુદ્દાઓ પર લોકોને ખ્યાલ આવે તેવા મેસેજ પણ હશે. જેમ અમુક ગામડાઓમાં ખાપ પંચાયતના પ્રેમીઓ માટેના એવા એવા નિયમો હોય છે કે જે લોકો પ્રેમ કરે છે તે જાણીજોઈને ઊંડા કુવામાં ખાબકવાનું કામ કરે છે પરંતુ પ્રેમીઓની એક અલગ જ દુનિયા છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાચા પ્રેમીઓ કદી હાર નથી માનતા. ફિલ્મમાં ત્રણ ત્રણ હીરો અને ત્રણ ત્રણ હિરોઈનો હોવા છતાં તેમાં પ્રણય ત્રિકોણ બતાવવામાં આવ્યો છે જે ફિલ્મનું જમા પાસું છે. બીજું જમા પાસું એ છે કે આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં રોમાન્સનું નામોનિશાન નથી. કોલેજ લાઈફ પર આધારિત ‘પ્રેમની સજા મૌત’ માં કોલેજીયનોની મસ્તી અને પ્રેમ પર થતા વાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવશે.

    કોલેજ લાઈફ પર છે તો દરેક સોન્ગ્સ પણ હટકે બન્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. કોલેજમાં બનતા સમારોહમાં એન્યુઅલ ફંક્શન, વિદાય સમારોહ વગેરેને લગતા કર્ણપ્રિય ગીતો તેમાં સાંભળવા મળશે. વધુ એક ગીત એવી રીતે ઉમેરવામાં આવશે જેમાં આત્મા પર તેનું ફિલ્માંકન થશે જે એક વિરહ ગીત હશે. જેના શબ્દોમાં પ્રેમ મારતો નથી પણ જીવે છે તેનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. શીર્ષક ગીત સુફીમાં છે જે પણ એક અલગ તરજ પર અંકિત કરવામાં આવ્યું છે. એક ડિસ્કો સોંગ ‘પપ્પુએ પાર્ટી આપી છે, પપ્પુએ ગર્લફ્રેન્ડ પટાવી છે’ જેનું ત્રણેય હીરો પર ફિલ્માંકન કરવામાં આવશે. એટલે ટૂંકમાં કહીએ તો દરેક ગીતોની જે થીમ છે તે અલગ અલગ અંદાજ પર છે જે પ્રયોગ ભાગ્યે જ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે.

    નર્મદા ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘પ્રેમની સજા મૌત’ ના નિર્માતા જિસન કાલાવડીયા છે જયારે સહનિર્માતા જયેશ પટેલ છે. કથા – પટકથા, સંવાદ, ગીતો અને દિગ્દર્શનની જવાબદારી મહેશ કાલાવડીયાએ સંભાળી છે. કર્ણમંજુલ સંગીત આપ્યું છે અનવર શેખે. કલાકારોમાં હાલ સંજય મૌર્ય, ઈશ્વર ઠાકોર, શ્વેતા જૈન, ચાંદની પટેલ, રિયા ચૌહાણ વગેરે ફિલ્મમાં એન્ટ્રી લઇ ચુક્યા છે. બીજા કલાકારોની વરણી હાલ ચાલુ છે. આસી, ડિરેક્ટર વિજય પંચાલ છે. છબીકલા મોહિત વાજાની છે. ડાન્સ માસ્ટરમાં ગુડ્ડુ રાણા હોઈ શકે છે, ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે.
    આવતી ૧૫ મે થી ફિલ્મ ઓન ફ્લોર જઈ રહી છે જેનું શુટિંગ અમદાવાદમાં એક કોલેજ, ચા ની કીટલી, આણંદ ખાતે અમુક રમણીય લોકેશનોનો ઉપયોગ થશે. આ ઉપરાંત શામળાજી, ઇડર બાજુ પણ મનોરમ્ય લોકેશનો પર ફિલ્મના દ્રશ્યો શૂટ થશે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment