‘માવતર પહેલા મળે મને મૌત’ ફિલ્મના નિર્માતા - કાન્તીભાઈ
પ્રજાપતિ
કલોલ પાસેના ખાત્રજ ગામના વતની અને મૂળ
કેટરર્સનું કામ કાર્ય કાંતિભાઈ પ્રજાપતિએ ઘણા સમય પહેલા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા
હતા. તેઓએ અગાઉ ઓડિયો કેસેટ્સના જમાનામાં આજના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને લઈને
આલ્બમો પણ બનાવી ચુક્યા છે. હવે તેઓ એક સુંદર પારિવારિક ફિલ્મ લઈને ટૂંક સમયમાં
આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે ‘માવતર પહેલા મળે મને મૌત’ જેના નામ પરથી જ ખ્યાલ
આવી જાય છે કે ફિલ્મ માતા – પિતા અને દીકરા વચ્ચે આકાર લે તેવી હશે. ફિલ્મ એટલી
પારિવારિક છે કે આ ફિલ્મમાં એક પ્રેમાળ પરિવારની વાત કરવામાં આવી છે. જેમ એક
પરિવારમાં નાના મોટા પણ મીઠા ઝઘડાઓ થતા હોય પણ તેથી ય વધારે તે પરિવારમાં પ્રેમ
હોય છે. આ એકબીજા પ્રત્યેનો પ્રેમ વરસાવતી આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના ઘણા
કલાકારો અભિનય આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આટલા કલાકારોને એક જ ફિલ્મમાં અભિનય
કરતા કોઈ દર્શકે નહિ જોયા હોય. ફિલ્મ મલ્ટી સ્ટારર છે. આજના જમાનામાં જે છોકરાઓ
પોતાના માતા – પિતાનું કહ્યું નથી માનતા અને આડે રવાડે ચડી જાય છે તેના પર આ ફિલ્મ
છે. ફિલ્મના નિર્માતા કાન્તીભાઈ પ્રજાપતિ કહે છે કે મારી આ ફિલ્મથી જો અમુક છોકરાઓ
પણ સુધરશે તો મને ખૂબ આનંદ થશે. અત્યારના યુવાનો વડીલનું કંઇ સાંભળતા જ નથી કે નથી
તેના પરિવારના વૃદ્ધ વ્તાક્તિની સેવા ચાકરી કરતા. તો પરિવારમાં તો નાનાથી લઈને
મોટા દરેક વ્યક્તિ હોય છે. જેની કાળજી તમારે રાખવી પડે છે. પોતાના નાના દીકરા પર
ક્યારેક કોઈ આફત આવી પડે ત્યારે તેના માતા – પિતા જ તેની ઢાલ બનીને તેની સાથે ઉભા
રહે છે. તો તે દીકરાઓએ મોટા થઈને પોતાના માતા – પિતાની તે સેવાનો બદલો તેને
ઘડપણમાં સહારો આપીને ચૂકવવો પડે તે ભૂલવું ન જોઈએ.
ફિલ્મના નિર્માતા કાન્તી એસ. પ્રજાપતિ અને સહનિર્માતાઓ
કમલેશ પ્રજાપતિ, શૈલેશ પ્રજાપતિ છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે ફિરોઝ શેખે. કથા
લખી છે કયુમ મોમીને જયારે પટકથા લખી છે જનક વ્યાસ અને જય ચૌધરીએ. ફિલ્મના ગીતો ખૂબ
જ કર્ણપ્રિય બન્યા છે. કયુમ મોમીનના લખેલા ગીતોને સંગીતથી મઢ્યા છે સારેગામા સ્ટુડીઓવાળા
અનવર શેખે. ધર્મેશ ચાંચડીયા ફિલ્મના એડિટર છે. ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે જયારે
ફાઈટ માસ્ટર લંડન કુરેશી છે. ફિલ્મના કલાકારોમાં ગુજરાતના જાણીતા કલાકારો ઈશ્વર
ઠાકોર, ટીના રાઠોડ, ડીમ્પલ ઉપાધ્યાય, કોમલ પંચાલ, ઈશ્વર સમીકર મનોજ રાવ, વંદન
સરવૈયા, મીનાક્ષી બેન પોતાની કલા બતાવશે. ફિલ્મનું શ્હુતિંગ હાલ પૂર્ણ થઇ ચુક્યું
છે.
n ગજ્જર નીલેશ
નીલેશ
No comments:
Post a Comment