facebook

Tuesday, 27 October 2015

lakkad pura

લક્કડપૂરમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનો કાફલો આવી પહોંચ્યો હતો

    પેટલાદના લક્કડપુરા ગામને એક કલરથી રંગવા માટે આણંદ જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે શનિવારના રોજ લક્કપુર ગામે યોજાયેલાં એક સમારંભમાં જણાવ્યું હતું. અશોકકુમાર યાદવે લક્કડપુર ગામને દત્તક લીધું છે અને ગામમાં સ્વચ્છતાને લઇ માળખાકીય સુવિધા ઊભી કરી આદર્શ ગામ બનાવવામાં આવશે. પિન્ક સિટી જયપુરની થીમ પરથી લક્કડપુરાના મકાનોને પણ એક રંગથી રંગવાની જાહેરાતના પગલે લક્કડપુરા રાજ્યનું પ્રથમ એવું ગામ બનશે, જે ખાસ યુનિફોર્મમાં જોવા મળશે.
    આણંદ જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે આદર્શ ગામ યોજના અંતર્ગત પેટલાદ તાલુકાના લક્કડપુર ગામને દત્તક લીધું છે. યોજના અંતર્ગત શનિવારના રોજ એક સમારંભનું આયોજન કર્યું હતું. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કેલક્કડપુરામાં એક ગામ, એક કલરની થીમ મુજબ દરેક ઘરને એક રંગથી રંગવામાં આવશે. મુખ્ય રસ્તાઓ પાકા બનાવવામાં આવશે. દરેક ઘર શૌચાલય યુક્ત બનાવાશે. ગામમાં સ્ટ્રીટલાઇટની સુવિધા, પીવાના શુદ્ધ પાણી માટે આરઓ પ્લાન્ટ સાથે દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. લોકભાગીદારીથી લક્કડપુરામાં સર્વાંગી વિકાસ સાધવામાં આવશે.
    પ્રસંગે અશોકકુમાર દ્વારા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ડસ્ટબીનનું વિતરણ, ગામ ખાતે ચકલીઓના રહેવા માટેની જગ્યા, પક્ષીઓનો માળો અને પક્ષીઓને પીવાનું પાણી મુકવા માટે કુંડાનું વિતરણ નેચર કલબ વિદ્યાનગરના સહયોગથી તથા 21 શૌચાલય બ્લોકનું વિતરણ કર્યું હતું. ગ્રામજનો માટે ફ્રિ હોર્સ રાઇડિંગ કેમ્પ પણ યોજવાનું નક્કી કરાયું હતું. પ્રસંગે લક્કડપુરા ગામે શનિવારે ગુજરાતી ફિલ્મી કલાકારોની ખાસ હાજરીમાં સમારંભ યોજવામાં આવ્યો હતો. નરેશ કનોડિયા, ફિરોઝ ઇરાની, હિતેનકુમાર પ્રિન્સ પાર્થ સ્ટુડીઓવાળા શૈલેશ શાહ, નિર્માતા પંકજ પટેલ, દિગ્દર્શક વસંત નારકર, કેતન ઠક્કર, હસમુખ ભાવસાર, યામિની જોશી, રાજદીપ, આયુષ જાડેજા, દિશા પટેલ, નિહારિકા દવે, કાજળ વૈદ્ય, જયેશ ત્રિવેદી, રોહિત રાજ જેવા કલાકારોને જોઈને ગ્રામજનો અચંબામાં મૂકાઈ ગયાં હતા અને તેમને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઊમટી પડ્યાં હતાં.
લક્કડપુરામાં સમારંભ દરમિયાન એસપીએ કચરાં પેટી વિતરણ કરી હતી.
કલર માટે વાટાઘાટો ચાલી રહી છે
    ^લક્કડપુરાનેઆદર્શ ગામ બનાવવા સાથે ગામના તમામ મકાનને એક કલરથી રંગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રંગ બાબતે હજુ આખરી પસંદગી થઇ નથી. બાબતે ગ્રામ પંચાયત, ગામના અગ્રણીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત શૌચાલય બનાવવા દાતાઓનો સહયોગ લેવા તથા સરકારી યોજનાનો લાભ લેવા પણ વિચારણા ચાલી રહી છે. > અશોકકુમારયાદવ,જિલ્લા પોલીસવડા, આણંદ.

n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment