જો ફિલ્મ જેવી ફિલ્મ નહિ બનાવો તો તમે લારી લઈને
વેચવા નીકળશો તો પણ કોઈ તમારી ફિલ્મનો ખરીદાર નહિ મળે - અભિલાષ
ઘોડા
મહારાષ્ટ્ર
સરકારે થીયેટરો માટે જે જાહેરનામું બહાર પાડ્યું તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં
પણ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે સાંજના છ વાગ્યે ત્યાની માતૃભાષાની ફિલ્મો
માટે એક એક શો ફરજીયાત બતાવવો એવો કાયદો ઘડ્યો તો આપણી ગુજરાત સરકાર પણ આપણી
ગુજરાતી ભાષાની ફિલ્મો માટે આવા કાયદા અમલમાં લાવશે કે નહિ એ એક પ્રશ્ન છે. આ માટે
ભૂતકાળમાં પણ ગુજરાત સરકારને ઘણી અરજીઓ કરવામાં આવી છે જેનો હજી સુધી કોઈ સચોટ
નિર્ણય આવ્યો નથી. જેના વિષે અભિલાષ ઘોડાએ જણાવ્યું કે, આમાં આપણે સરકારનો વાંક ના
કાઢી શકાય. મરાઠી ફિલ્મનો આ નિર્ણય સરાહનીય છે અને તેમાં એ શક્ય છે કારણ કે, મરાઠી
ફિલ્મો અને મુંબઈ તે બંને એકબીજાને કનેક્ટેડ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું મેઈન સેન્ટર
જ મુંબઈ કે એટલે ત્યાં પ્રોડક્શન એ લેવલના હોય છે અને બીજું કે તેને ત્યાની ફિલ્મો
માટે પૂરતું ઓડીયન્સ મળી રહે છે. આપણે અહીં પરિસ્થિતિ જુદી છે પરંતુ જે ફિલ્મો
આવકાર દાયક છે તેને કંઇ નડતું જ નથી. જેમકે, એક ફિલ્મ આવી હતી ‘બે યાર’ જેને ખૂબ
સફળતા મળી. જે લોકો થીયેટર માટે આટલા આટલા ઊંચા થઈને પછડાઈ છે તેને મારે કહેવું છે
કે ‘બે યાર’ ને ક્યાં થીયેટર મેળવવા માટે મુશ્કેલી પડી? ગુજરાતી ફિલ્મોને થીયેટર
નથી મળતા તે વાત હું માનતો નથી અને તે વાત તદ્દન ખોટી છે. ફિલ્મો ભલે સારામાં સારી
બનતી હોય પણ જ્યાં સુધી દર્શકોને જોવા લાયક નહિ બને ત્યાં સુધી ફિલ્મો નહિ ચાલે.
અત્યાર ના ઘણા બધા થીયેટરો પણ સારી રીતે ચાલે છે અને તેનું રીનોવેશન થઈને એકદમ
સારા બની ગયા છે અને જે થીયેટરોની હાલત ખખડધજ છે તેના થીયેટર માલિકોને પૈસા
ખરચવામાં રસ નથી. છતાં પણ તે ચાલે છે અને એને જોઈતું ઓડીયન્સ મળી રહે છે તો આગળ
શું કરવાનું?
હું એમ માનું છું કે કોઈપણ વસ્તુની ડિમાન્ડ
કરતા પહેલા એટલે કે, થીયેટરની ડિમાન્ડ કરો, સબસીડીની ડિમાન્ડ કરો કે ફિલ્મોના
ટેક્સ ફ્રીની ડિમાન્ડ કરો પણ તે પ હેલા તમારી
પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ. જો પ્રોડક્ટમાં દમ હશે તો ઘરે બેઠા માલ વેચાશે. બાકી
તમે લારી લઈને વેચવા નીકળશો તો પણ કોઈ ખરીદાર નહિ મળે. જ્યાં સુધી સારા મેકરો આ
ઇન્ડસ્ટ્રીઝને નહિ મળે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ધૂંધળું જ છે. પહેલાના
ડિરેક્ટરોએ તેમના પ્રોડ્યુસરો પાસે જે ડિમાન્ડ કરી હતી તે તેમના નિર્માતાઓએ પૂરી
કરી હતી અથવા તો પૂરી કરવી પડી હતી. દિગ્દર્શકોનો એટલો વટ હતો. જયારે અત્યારની
પરિસ્થિતિમાં ગણ્યાગાંઠયા પ્રોડ્યુસરો એવા છે જેને મુહુર્તના આગલે દિવસે યાદ આવે
કે, સાલો ડિરેક્ટર તો બૂક કરવાનો રહી ગયો. એટલે ગમે તેને બોલાવી લે કે તને આવડે છે
ને શોટ લેતા. આવી જા ચલ ફિલ્મ બનાવ. આ ફિલ્મ શું બનવાની હતી. એમાં એવું કહેવામાં
આવે છે કે અમને સબસીડી નથી મળતી તો તમને કંઇ મળવું જ ના જોઈએ. હું એવું માનું છું.
મજાક બનાવી દીધી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment