૨૦૧૫ માં પાંચ ફિલ્મો લઈને આવી રહ્યા છે વિક્રમ
રાજપૂત જેમાંની બે હિન્દી હશે
ઢોલીડા, સપના સતાવે મને સાજણના, મણિયારો આયો સાજણના દેશમાં, હિન્દી
ફિલ્મ ડોન ભાઈ જેવી ફિલ્મ બનાવનાર દિગ્દર્શક અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું આગવું
નામ ધરાવનાર વિક્રમ રાજપૂત એક સાઉથ ટાઈપની ફિલ્મ લઈને ટૂંક સમયમાં આવી રહ્યા છે. જેનું
નામ છે ‘એક શુરવીર’. અત્યારે જે રીતે સાઉથની ફિલ્મોના અમુક સીન ઉઠાવીને ગુજરાતી
ફિલ્મો બનાવવાવાળા દિગ્દર્શકો આ લાઈનમાં વધી ગયા છે ત્યારે એક પણ સીનની ઉઠાંતરી
કર્યા વગર પોતાના વિચારો જ ફિલ્મમાં લેતા વિક્રમ રાજપૂત આ ફિલ્મથી ઘણા ઉત્સાહિત
છે. એક વ્યક્તિ જે મૂળ તો સાવ ભોળો અને સાલસ સ્વભાવનો હોય છે અને તેના પિતા પણ
તેના વ્યક્તિત્વથી પ્રભાવિત હોય છે. જોકે તેના પિતા પણ ધર્માત્મા જેવું જ પાત્ર
ભજવી રહ્યા છે. તો તેના પિતાના ગુણોનો વરસો જ પોતાના સંતાનમાં ઉતારેલો હોવાથી તેઓ
ખુશ હોય છે. પરંતુ જેમ એક સારા વ્યક્તિના દુશ્મનો હજાર એમ તેના પિતાના આ સ્વભાવના
લીધે જ તેમનું મર્ડર થઇ જાય છે. ત્યારબાદ પુત્રના સ્વભાવમાં જે બદલાવ આવે છે તેનું
ચિત્રણ વિક્રમ રાજપૂતે આ ફિલ્મમાં જોરદાર કર્યું છે. તેના પિતાની ગાદી સંભાળવાથી
લઈને મજબુર લોકોને મદદ કરવી જેવા તમામ કામ પુત્ર સંભાળે છે.
ફિલ્મ ‘એક શુરવીર’ ના નિર્માતા આર.કે.રાજપૂત
અને રાહુલ સિંહ છે. દિગ્દર્શક વિક્રમ રાજપૂત છે જયારે સહદિગ્દર્શન કર્યું છે કિંજલ
પરમાર, રવિ રાણા અને હંસરાજ પુવારે. કથા લખી છે નવીન સિંઘલે અને પટકથા, સંવાદ
હંસરાજ પુવારે લખેલા છે. ફિલ્મના દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે વિનોદ પરમારે.
ડાન્સ માસ્ટર મહેશ બલરાજ તથા ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી (પરવેઝ અમદાવાદી) છે.
ફિલ્મના મસ્ત મજાના ગીતો લખ્યા છે સતીશ દલવાડીએ જે ગીતોને સંગીત આપ્યું છે અજય
વાઘેશ્વરીએ. સંકલનકાર અજય વાઘેશ્વરી જ છે. ફિલ્મના કલાકારો સંજય મૌર્ય, પૂજા નાયક,
ઝાકીર ખાન, ગોપી ગુજરાત, ગોપાલ બારોટ, રસિક મોદી, અજય ભરવાડ, વિજય સોની, છાયા
શુક્લા વગેરે. ફિલ્મ જો સાઉથ ટાઈપ બની રહી હોય તો ગીતો પણ તેવા જ હશે એવું ફિલ્મના
દિગ્દર્શક વિક્રમ રાજપૂત જણાવી રહ્યા છે. વધુમાં કહ્યું કે, અમે આ ફિલ્મના ગીતોને
વેસ્ટર્ન અને ટ્રેડીશનલ બંને લૂક આપવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે જે રીતે આઈટમ
સોંગનો ક્રેઝ વધી રહ્યો છે તો દર્શકોને આ ફિલ્મમાં પણ એક મસ્તીભર્યું આઈટમ સોંગ
સાંભળવા મળશે જે એકદમ રેપ સોંગ બની રહ્યું છે. જે ગુજરાતી ગીતથી દર્શકોને હની
સિંહના ગીતો જે રીતે લોકપ્રિય છે તેની યાદ આવી જશે.
પ્ર
– સંજય મૌર્ય એક રોમાન્ટિક હીરોને એક્શન ફિલ્મમાં?
ઉ
– અમારે ફિલ્મના ટાઈટલ પ્રમાણે એક એવા હીરોની જરૂર હતી જેનું બોડી સ્ટ્રક્ચર અને
સિક્સ પેક એકદમ દેખાય એવા હોવા જોઈતા હતા. અમે ઘણા હીરોને ધ્યાનમાં લીધા કે આમાં
ટાઈટલ રોલ માટે કોણ ફીટ બેસશે તો અમારી મીટીંગમાં અમે સંજય મૌર્ય પર પસંદગી ઉતારી.
જેની પાસે હેન્ડસમ લૂક છે, બોડી સ્ટ્રક્ચર પણ સારૂ છે અને સિક્સ પેક પણ છે. માત્રને
માત્ર સંજય મૌર્ય જ અમને આ રોલ માટે પરફેક્ટ લગતા અમે તેમને આ ફિલ્મમાં કંઇક અલગ
અંદાઝમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. એક એક્શન ફિલ્મ હોવાથી અમે હીરો પાસે તો
ફાઈટ કરાવ્યા જ છે પણ આ ફિલ્મમાં હિરોઈન પણ તમને ફાઈટ કરતી જોવા મળશે. અમને એમ
લાગતું હતું કે સીન કરતી વખતે તેને ઘણી મુશ્કેલી નડશે પણ તેણે એવા સીન ભજવી
બતાવ્યા કે અમને પણ થોડા સમય માટે અચંબામાં મૂકી દીધેલા.
પ્ર
– ફિલ્મના નિર્માતા વિષે?
ઉ
– અત્યારના પ્રોડ્યુસરો કરતા અમને આ ફિલ્મના પ્રોડ્યુસર આર.કે.રાજપૂત અને રાહુલ
સિંહે સારો એવો સપોર્ટ આપ્યો. અમે વિચારેલું કે વીસેક દિવસમાં શુટિંગ પૂર્ણ થઇ જશે
પણ સમય લંબાતો ગયો અને એક મહિનો શૂટ ચાલુ રહ્યું તે છતાયે ફિલ્મના પ્રોડ્યુસર
રાહુલ સિંહે અમને કહ્યું કે ભલે હજી વાર લાગે પણ આ ફિલ્મ સારી બનવી જોઈએ. જો આવા
પ્રોડ્યુસરો ફિલ્મોમાં આવે તો દિગ્દર્શકો સારી ક્વોલીટીવાળી ફિલ્મો બનાવી શકે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment