facebook

Sunday, 25 October 2015

ravi sharma

નિર્માતા પ્રકાશ પટેલની ફિલ્મમાં ‘અગ્નિપરીક્ષા’ આપશે – રવિ શર્મા


    ગુજરાતી ફિલ્મોમાં દિવસે દિવસે નવા કલાકારોનો ઉદય થઇ રહ્યો છે. ગયા વર્ષમાં ઘણા નવલોહિયા અને ઉત્સાહિત કલાકારો આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા જેમાંથી અમુકને સફળતા મળી તો અમુક કલાકારો ક્યારે આવ્યા અને ક્યારે તેમની ફિલ્મો રીલીઝ થઇ તે પણ નથી જાણવા મળ્યું. આ એક જ ઉદ્યોગ એવો છે જ્યાં સફળતાની કોઈ ગેરંટી આપવા તૈયાર નથી. ક્યારેક જુના અને પીઢ કલાકારને પણ આ ઇન્ડસ્ટ્રીઝ આસમાન પરથી જમીન પર બેસાડી દે છે. એક પ્રકારે દરેક કલાકારે અહીં અગ્નિપરીક્ષા આપવી પડે છે. આવી નહિ પણ અહીં પ્રેમની અગ્નિપરીક્ષાની વાત છે. ફિલ્મના નિર્માતા પ્રકાશ પટેલ છે જયારે દિગ્દર્શક નીલેશ મોહિતે છે. એક નવોદિત કલાકાર આ ફિલ્મથી ગુજરાતી પડદે ડેબ્યુ કરી રહ્યા છે. જેનું નામ રવિ શર્મા છે.

પ્ર – ફિલ્મમાં આપનું પાત્ર?
ઉ – આ ફિલ્મમાં હું એક રોમેન્ટિક હીરોની ભૂમિકા ભજવી રહ્યો છું. આજની જે યંગ જનરેશન છે તેમને ગમે તેવો રોલ કરવાનો મે પ્રયત્ન કર્યો છે. જૂની જે પેઢીઓમાં વેરઝેર ચાલ્યા આવતા હોય તેને ખતમ કરવાનું બીડું મે ઝડપ્યું છે. જેટલો પણ સમાજમાં વેર કે દ્વેષ છે તેને જડમૂળથી નાશ કરવા માટે મારે ફિલ્મમાં કેવા કેવા ઉપાયો કરવા પડે છે તે બતાવવામાં આવ્યું છે. મને મારી પ્રથમ ફિલ્મમાં જ આવું અત્યંત પ્રભાવશાળી પાત્ર મળ્યું જેનાથી હું બહુ જ ખુશ છું.  

પ્ર – નિર્માતા દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા પ્રકાશ પટેલને હું સ્પેશ્યલ થેન્ક્સ કહીશ કે મને આ રોલ માટે તેમણે સિલેક્ટ કર્યો અને મને એક મોટો ચાન્સ આપ્યો એ બદલ મારા વતી અને સિનેમેજિક વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને હું એકવાર મળેલો પણ એ અગાઉ તેમણે મને સોશ્યલ મીડિયા પર જોયેલો અને તેમને મારો લૂક પસંદ પડ્યો અને હું આ રોલ માટે સિલેક્ટ થઇ ગયો. દિગ્દર્શક વિષે કહીશ કે એમની સાથે મારો બહુ જ સરસ અનુભવ રહ્યો. મારી પ્રથમ ફિલ્મ હતી જેમાં મને તેમણે આટલી સરસ રીતે ટ્રીટ કર્યો અને મને એવું જરાય નહોતું લાગવા દીધેલું કે હું નવો કલાકાર છું. મારી અંદરની પ્રતિભાને એમણે એટલી સાહજીકતાથી બહાર કાઢી કે મને પણ કામ કર્યાનો સંતોષ થયો. એ બંનેનો હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે.

પ્ર – ફિલ્મના કલાકારોનો કેવો સપોર્ટ રહ્યો?
ઉ – ફિલ્મના તમામ કલાકારો આલા દરજ્જાના હતા. જગદીશ ઠાકોરે મને એવું નથી લાગવા દીધું કે હું નાનો કલાકાર છું. તેમણે મારી સાથે પોતાના નાના ભાઈ જેવો વ્યવહાર રાખેલો પૂરી ફિલ્મ કરી ત્યાં સુધી અને બીજા પણ જેટલા કલાકારો હતા પ્રીનલ ઓબેરોય, પ્રશાંત બારોટ, ચેતન દોશી વગેરેએ પણ મને પૂરેપૂરો સપોર્ટ કર્યો તે કેમ હું ભૂલી શકું. જેટલા પણ મારા કરતા સીનીયર આર્ટીસ્ટ હતા તેમણે મને ક્યાંય એવું નથી લાગવા દીધી કે હું જુનિયર આર્ટીસ્ટ છું. એ લોકોની પણ એવી ઈચ્છા હતી કે તારામાં ટેલેન્ટ છે તે બહાર કાઢ.
પ્ર – આ ક્ષેત્રમાં આવીને કેવું લાગે છે?
ઉ – મારૂ નાનપણથી એક સપનું હતું કે હું એક હીરો જ બાનું. જે અત્યારે પૂરું થવા જઈ રહ્યું છે. મને પ્રકાશ પટેલે સારી રીતે લોન્ચ કર્યો છે જેની હું કલ્પના પણ નહોતો કરી શકતો. અહીં કામ કરવા માટેના ઘણા બધા માધ્યમ છે જેનો તમે સરસ રીતે અને પોતાના કામ પ્રત્યે વફાદાર રહીને ફાયદો ઉઠાવો તો તમને સફળતા મળતા વાર નથી લાગતી. હું પહેલા પણ સ્ટેજ પર કામ કરતો ત્યારે લાગતું કે ક્યારેક મોટા પડદે પણ આવીશ અને અત્યારે હું મોટા પડદે આવી ગયો છું.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment