‘મે તો સિંદુર પૂર્યું સાજણ તારી પ્રીતનું’
ફિલ્મમાં લીડ રોલ કરતી જોવા મળશે - અલકા જોશી
અલકા જોશી નામ સિને મેજિકના વાચકો માટે નવું
નામ નથી. હા, પણ જે ગુજરાતી ફિલ્મોના દર્શકો છે તેના માટે તો નવું જ નામ છે. તેમણે
અત્યાર સુધીમાં ઘણી ટેલી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે
બધા પાત્રો બહેનના કે પછી કોઈ હિરોઈનની સખીના હતા. હવે અલકા જોશી એક ગુજરાતી
ફિલ્મથી લીડ રોલ ભજવી રહી છે. નાનપણથી જ અભિનયનો શોખ ધરાવતી અલકાને ફિલ્મોમાં
આવવાની પહેલેથી જ ઈચ્છા હતી. તે એવા સપના જોતી હતી કે જે ફિલ્મોમાં તે આવા રોલ
કરશે. આવી ભૂમિકા ભજવશે. અને અંતે તેણે પોતાનું સપનું પૂરું કર્યું ખરૂ. છેલ્લા ૬
વર્ષમાં અલકાએ આ ક્ષેત્રમાં ઘણા આલ્બમો અને ટેલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના
જીવનનો મંત્ર છે કે જ્યાં સુધી કામ કરી શકાય ત્યાં સુધી ફિલ્મ લાઈનમાં કામ કરવું
છે. તેઓએ કરેલા આલ્બમોમાં ‘પરદેશી ઢોલા’ ખૂબ જ પ્રખ્યાત થયેલું આલ્બમ હતું. જે
અલકાએ કલ્પેશ પ્રજાપતિ સાથે કર્યું હતું. ત્યાર બાદ અલકાની અભિનય યાત્રા ખરા
અર્થમાં ચાલુ થઇ હતી. તેમણે ત્યાર પછી ઘણી સારા સારા દિગ્દર્શકોની ફિલ્મો કરી
જેમાં તેઓનું કામ વખણાયું હતું. ટીવી નાઈન પર આવતી સીરીઝ ફિંગર પ્રિન્ટના પણ અમુક
એપિસોડમાં અલકા જોશી કામ કરી ચુકી છે. જે ન્યુઝના રૂપે આવતી હતી જેના દર્શકો
ખાસ્સા પ્રમાણમાં હતા. સાથે સાથે સિને મેજિક વર્લ્ડ વાઈડ પ્રોડક્શન હાઉસની બે
ફિલ્મો ‘સંત શ્રી કહારનાથની અમરગાથા’ અને ‘મને સાયબો મળ્યો દશામાના ધામમાં’ કામ
કરી ચુકી છે.
તેઓ આ ક્ષેત્રમાં આવવા માટે કે ખરૂ કહો તો
લાવવા માટે સિને મેજીકના તંત્રી શ્રી ભરત શર્મા તથા નવાબ રાજજી નો આભાર માનવાનું
ક્યારેય ચૂકતી નથી. ખરૂ પૂછો તો આ જ મોટી વાત છે કે તમારા જીવનનો જેણે પાયો ચણ્યો
હોય તેને જ તમે ભૂલી જાવ તે યોગ્ય ન ગણાય.
પ્ર
– આપની આવનારી ફિલ્મ વિષે કહેશો.
ઉ
– મારી આવનારી ફિલ્મ ‘મે તો સિંદુર પૂર્યું સાજણ તારી પ્રીતનું’ છે. જેમાં હું લીડ
રોલ કરી રહી છું. ફિલ્મની વાર્તા આજના દર્શકોને ગમે તેવી લખવામાં આવી છે. મને આ
ફિલ્મથી પ્રથમવાર ખરા અર્થમાં અભિનય કરવાની તક મળી રહી છે. જેના માટે હું ખુશીથી
ફૂલી નથી સમાતી. જેમાં એક ગરીબ ઘરની દીકરી કેવી રીતે એકલી તેના પિતા સાથે ઉછરીને
મોટી થાય છે અને તેને એક યુવક સાથે પ્રેમ થાય છે. અમુક સંજોગોના કારણે તે યુવક
બીમાર થતા તેને કંઇ હોશ રહેતો નથી. જે પોતાની પત્નીને પણ ભૂલી જાય છે અને અહીંથી
શરૂ થાય છે જિંદગીના તાણાવાણા. જેમાં આ યુવતી પીસતી જ ચાલી જાય છે. વધારે તો હું
નહિ કહી શકું કારણ કે અત્યારે હાલ ફિલ્મ ફ્લોર પર છે અને તેના વિષે વધારે કહેવું
મને યોગ્ય નથી લાગતું. આગળ ફિલ્મ જયારે તૈયાર થશે અને પડદા પર આવશે તેની દર્શકોએ
રાહ જોવી પડશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment