સિનેમાની
સેન્ચુરી અને સ્ટંટમેનની ગુમનામ દુનિયા – હસમુખભાઈ પ્રજાપતિ
ઝાકઝમાળભરી
ફિલ્મી દુનિયામાં હજુ કોઈને પૂરેપૂરી આઈડેન્ટિટી મળી ન હોય તો એ છે સ્ટંટમેન. પોતાના જીવને મુઠ્ઠીમાં
રાખી ખતરનાક કરતબ કરતા આ લોકો પોતાની ઓળખ માટે તરસે છે. હોલિવૂડમાં પણ કાગડા
તો કાળા જ છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટંટ માટે ઓસ્કર એવોર્ડ
ફાળવવાની ચળવળ ચાલે છે પણ કોઈ પરિણામ આવતું નથી. સ્ટંટમેન રિઅલ હીરો છે પણ
તેના ચહેરા ક્યારેય સ્ક્રીન પર ચમકતા નથી. જે લોકોના કારણે સ્ટાર્સને તાળીઓ
અને વાહવાહી મળે છે તેને થોડાક રૂપિયા આપીને ભૂલી જવામાં આવે છે.
ગ્લેમર વર્લ્ડના આ વિરલાઓ હજુ ગુમનામીમાં જ જીવે છે. પોરબંદરનાં સંતોકબહેન જાડેજાના જીવન પરથી બનેલી ફિલ્મ 'ગોડમધર'નું શૂટિંગ મોરબીમાં થયું હતું. મોરબીના
સુપ્રસિદ્ધ ટાવર પરથી છલાંગ મારવાનો એક સીન ફિલ્મમાં છે. આ દૃશ્યનું શૂટિંગ ચાલતું હતું. સ્ટંટમેને ટાવર
ઉપરથી છલાંગ લગાવી.
કમનસીબે નીચે પાથરેલાં ગાદલાં ઉપર પડવાને બદલે સ્ટંટમેન નીચે
ખાબક્યો અને મૃત્યુ પામ્યો. એક દિવસ
શૂટિંગ બંધ રાખી બધા જ લોકો બીજા દિવસે પાછા કામ પર ચડી ગયા. એક સ્ટંટમેનની જગ્યાએ બીજો આવી ગયો.
આપણે બધા ફિલ્મોમાં
કાર ચેઈઝ, ટ્રેન કે હેલિકોપ્ટરમાંથી કૂદવાની ઘટના કે આગમાં ઝપાઝપીનાં દૃશ્યો
જોઈએ છીએ. કેટલાંક દૃશ્યો તો એવાં હોય છે જે જોઈને આંખો પહોળી થઈ જાય. આપણને એમ થાય કે એ સ્ટારે શું કામ કર્યું છે, પણ
આ દૃશ્યો જ્યારે શૂટ થતાં હોય છે ત્યારે કલાકારો તો એરકન્ડિશન્ડ વેનિટી વેનમાં આરામ ફરમાવતા હોય છે અને તેના
બદલે જીવસટોસટનો ખેલ
સ્ટંટમેન ભજવતા હોય છે. લોકોને
કલાકારો, ગાયકો, સંગીતકારો,
ડિરેક્ટરોથી માંડીને ડ્રેસ ડિઝાઇનર અને મેકઅપમેન સુધ્ધાંનાં નામો મોઢે હોય છે પણ ફિલ્મના રસિયાને પણ ક્યારેક પૂછી જોજો કે કોઈ પણ
એક સ્ટંટમેનનું નામ કહો તો, એકેય નામ યાદ આવે તો
પૈસા પાછા.
આવા
સ્ટંટમેનોની કમી ગુજરાતમાં પણ નથી. ઘણા એવા સ્ટંટમેનો છે જે દિવસ રાત જોયા વિના
આકસ્મિક દ્રશ્યો પણ ભજવતા ડરતા નથી. આવા જ એક સ્ટંટમેન છે હસમુખભાઈ પ્રજાપતિ. જેઓ
ઘણા સમયથી આખું સ્ટંટમેનોનું ગ્રુપ ચલાવે છે. કોઈ પ્રસંગ હોય, કોઈ કાર્યક્રમનું
આયોજન હોય, કોઈ સેલિબ્રિટીના રક્ષણ માટે જરૂર હોય ત્યારે બાઉન્સર (સિક્યુરીટી)
પૂરા પાડતું વડોદરાનું એક અનોખું ગ્રુપ એટલે ‘બોડીગાર્ડ’. પાંચ સભ્યોથી શ્હારૂ
થયેલ આ ગ્રુપ આજે ૩૦૦ કરતા પણ વધુનું બની ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત
‘બોડીગાર્ડ’ ના હસમુખભાઈ પ્રજાપતિના કહેવા મુજબ શહેરમાં કોઈ દુર્ઘટના બને ત્યારે
પણ સહાય કરવા આ ગ્રુપ તૈયાર હોય છે. આ ગ્રુપે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
વડોદરાના ફટાકડા બજારમાં લાગેલી આગમાં તેઓ બચાવમાં દોડી ગયા હતા.
તેઓ પોતાના ગ્રુપના સભ્યો માટે ઘણું જ ધ્યાન
આપે છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે અમુક સ્ટંટ ભજવતી વખતે ઇન્જર્ડ થઇ જવાય.
તો તેઓ તેમના ગ્રુપના સભ્યોને ડોકટરી સહાય પણ આપે છે અને જો વધારે અકસ્માત નડ્યો
હોય તો ત્યાં સુધી તેમને આરામ કરવાનું કહી પોતે પણ તેમની નિયમિત ખબર કાઢવા જતા
આવતા હોય છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment