હેપ્પી વેલેન્ટાઇન ડે
હિતેન
કુમાર - વેલેન્ટાઇન ડે એ વિદેશી લોકોનો તહેવાર છે પણ આપણે એની પાછળ પડી ગયા છીએ
અને ઉજવીએ છીએ.
મમતા
સોની - ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે –
હેપ્પી વેલેન્ટાઇન ડે.
ચંદન
રાઠોડ – પ્રેમીઓ માટે જાણે બેસતું વર્ષ એટલે હેપ્પી વેલેન્ટાઇન ડે. મારા માટે તે
એક દિવસ ઓછો પડે છે.
કોમલ
ઠક્કર – હું મારા પ્રિય ચાહકો માટે કામના કરીશ કે તેમને ૨૦૧૫ ના આ વર્ષમાં પોતાની
એક વેલેન્ટાઇન મળી જાય અને મને પણ જલ્દી એક વેલેન્ટાઇન મળી જાય. હેપ્પી વેલેન્ટાઇન
ડે ફ્રેન્ડસ.
રીના
સોની – દરેક રિલેશનના માટે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવવો જોઈએ. સર્વ લોકો જેમાં
ફ્રેન્ડસ અને ફેમીલી પણ મનાવી શકે છે.
કિરણ
આચાર્ય - વેલેન્ટાઇન એટલે કે એક એવી વ્યક્તિ જેના પર તમે ખાસ વિશ્વાસ મૂકી શકો. જેની
તમે કાળજી રાખતા હોય અને તે વ્યક્તિ માટે તમે કંઇ પણ કરી શકવા સમર્થ હો.
નિશાંત પંડ્યા - વેલેન્ટાઇન
ડે પ્રેમીઓનો દિવસ છે. તેઓ ખાસ રીતે આ દિવસ ઉજવતા હોય છે. મારા તરફથી દરેક પ્રેમીઓ
શુભકામના કે તેઓ એકબીજાથી ક્યારેય અલગ ના થાય.
બીપીન
બાપોદરા - વેલેન્ટાઇન ડે પ્રેમનો તહેવાર છે. લોકો એમ કહે છે કે તે આપણો તહેવાર નથી
પરંતુ પ્રેમના દરેક તહેવારો આખા વિશ્વના છે. આપણો ભારત દેશ પ્રેમની એક અવિરત વહેતી
સરિતા છે. હેપ્પી વેલેન્ટાઇન ડે.
પી.
સી. ડોન – બસ એક પ્રેમની અભિવ્યક્તિ કરવાનું બહાનું મળી ગયું છે. પણ તે માટે કોઈ વેલેન્ટાઇન
ડે ની જરૂર નથી હોતી. અત્યારે એવું થયું છે કે છોકરા અને છોકરી માટે જ તે દિવસ છે.
બાકી ઘરના બીજા વ્યક્તિઓ સાથે પણ રોજ આવો જ દિવસ હોવો જોઈએ.
રતન
રંગવાણી - વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ. પરંતુ પ્રેમીઓ માટે કોઈ દિવસો કે
મહિનાઓ કે કોઈ પ્રેમ કરવા માટેનો સમય નથી હોતો. તે તો પ્રેમ ગમે ત્યારે કરી શકે
છે.
યજ્ઞેશ
દવે - વેલેન્ટાઇન ડે જે લોકો પ્રેમમાં હોય તેના માટે સારો દિવસ છે અથવા કોઈને
પ્રપોઝ કરવું હોય તો કોઈપણ રિસ્ક વગરનો દિવસ ગણાય. કારણ કે તે દિવસે તમને કોઈ કંઇ
કહી ન શકે.
રાની
શર્મા - વેલેન્ટાઇન ડે પ્રેમી લોકો માટે એક ખાસ દિવસ છે. પ્રેમ એ તો ભગવાને આપણને
આપેલી કુદરતી બક્ષિશ છે. જેને દરેકે ઉત્સાહથી માણવી જોઈએ. હેપ્પી વેલેન્ટાઇન ડે ઓલ
માય ફ્રેન્ડસ.
ટીના
રાઠોડ - વેલેન્ટાઇન ડે જરૂરી નથી કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જ મનાવે. તે પ્રેમના
દિવસ રૂપે મનાવવામાં આવે છે તો આપણી જીંદગીમાં આપણે તે દરેક વ્યક્તિ સાથે મનાવી
શકીએ જેને આપણે ખૂબ જ પ્રેમ કરતા હોઈએ.
અરવિંદ
વેગડા - વેલેન્ટાઇન ડે તહેવાર એટલો પોપ્યુલર છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં માનીએ
છીએ. એટલા બધા રંગાયેલા છીએ અને આપણા ભારતીયો વિદેશોમાં વસે છે. તો તે સંસ્કૃતિ
આવવાની જ છે. આ તહેવાર બધા માણે છે તો માણવો જોઈએ.
ભારતી
પટેલ – એ દિવસ મને યાદ આવે છે કે ત્યારે મને મારા એક પ્રેમીએ ગુલાબનું ફૂલ આપેલું.
જેને હું હજી સુધી યાદ કરું છું. જે મારા માટે એકદમ ખાસ દિવસ હતો.
ભગવાન
વાઘેલા - વેલેન્ટાઇન ડે આપણા ભારત દેશનો તહેવાર નથી. તે જ્યાંનો તહેવાર છે ત્યાંના
લોકો જ મનાવે તે સારૂ રહેશે. આપણા દેશમાં ધાર્મિક તહેવારોની કમી નથી. તે આપણે
મનાવવા જોઈએ.
ચંદુ
રાવલ – મારૂ એવું માનવું છે કે પ્રેમીઓ માટે કોઈ એક દિવસ ના હોવો જોઈએ. તેના માટે
બધા દિવસો સરખા જ હોય છે. એટલે દરેક પ્રેમીએ આ દિવસે જેટલું પોતાના પ્રેમ માટે
કરતા હોય તે સામાન્ય દિવસે પણ કરવું જોઈએ.
ડીમ્પલ
ઉપાધ્યાય - વેલેન્ટાઇન ડે પ્રેમીઓ માટે પોતાના પ્રેમનો એકરાર કરવાનો દિવસ છે. તે માટે તેઓ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હોય છે. મારા
માટે તો દરેક દિવસ વેલેન્ટાઇન ડે જ છે એવું હું માનું છું.
હેતલ સુથાર - વેલેન્ટાઇન
ડે એક ખુશીનો મોટો તહેવાર બનાવી દીધો છે. જે પ્રેમીઓ છે તેના માટે જ નહિ પણ
ફેમિલીમાં હસબંડ વાઈફ પણ એકબીજાને રોઝ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે.
જલ્પા
ભટ્ટ - વેલેન્ટાઇન ડે એટલે બે વ્યક્તિઓ વચ્ચે જે પ્રેમ છે તેના એકરાર કરવાનો દિવસ
છે. એમાં એવું નથી કે પ્રેમીઓ જ હોય. તેમાં બાપ દીકરી, માતા પુત્ર કે ભાઈ બહેન પણ
હોઈ શકે. એમને અહેસાસ થવો જોઈએ કે તમે એને કેટલો પ્રેમ કરો છો.
જયેશ
ઠાકોર – તે દિવસે ફ્રેન્ડસ લોકો મળે, પ્રેમીઓ મળે અને પોતાની ખુશી એકબીજા પ્રત્યે
વ્યક્ત કરે. પહેલી વાર મળેલા તે સમય યાદ કરે વગેરે.
જીયા - વેલેન્ટાઇન
ડે વિષે હું એમ કહીશ કે આ દિવસ પ્રેમી પંખીડાઓ માટે એકદમ બેસ્ટ દિવસ છે.
ખ્યાતી મધુ - વેલેન્ટાઇન
ડે જેવું હું કંઇ માનતી નથી. તમને જયારે એવું ફિલ થાય કે તમારે કોઈને આઈ લવ યુ
કહેવું છે તો તે દિવસ તમારા માટે વેલેન્ટાઇન ડે.
મંગલ
ગઢવી – હું જે પણ હિંદુ સંસ્કૃતિના તહેવારો હોય તેમાં જ માનું છું. હું આમ પણ લોક
સંગીત વિષે જાણું છું. મારા માનવામાં હિંદુ તહેવારો સિવાય બીજું કશું નથી આવતું.
મોનલ
પટેલ - વેલેન્ટાઇન ડે માં હું નથી માનતી. કારણ કે તે ફોરેન કન્ટ્રીનો તહેવાર છે
અને હું મારા દેશને માનું છું. આપણા તહેવારો ઓછા નથી. જેથી બીજા બહારના તહેવારો
ઉજવવા જોઈએ.
નિકિતા
સોની - વેલેન્ટાઇન ડે એક પ્રેમીઓ માટેનો દિવસ છે. પણ હું આ દિવસમાં નથી માનતી.
કારણ કે, બીજા બધા દિવસો પ્રેમીઓ માટે તો સરખા જ હોય છે.
નિશા સોની – તે દિવસ બધા પ્રેમીઓ માટે એક મજ્જાનો
દિવસ હોય છે. તેના આગળના દિવસથી જ પ્રેમીઓ તૈયારી કરતા હોય કે કાલે કઈ રીતે રેમ
વ્યક્ત કરીશું. મારા તરફથી તમામ મિત્રોને હેપ્પી વેલેન્ટાઇન
ડે.
નદીમ
વઢવાણીયા – પ્રેમીઓ માટે એક ખૂબસૂરત દિવસ છે. મારી વેલેન્ટાઇન ફક્ત રૂબીના બેલીમ જ
છે. જેને હું એક સરપ્રાઈઝ આપવાનો છું.
દીપ્તિ
ગોંડલ – પ્રેમ કોઈ એક દિવસમાં શરૂ ન થાય કે પ્રેમ કોઈ એક દિવસમાં પૂરો ન થાય. જેના
પ્રત્યે લાગણી હોય તે લાઈફ ટાઈમ રહે છે. તેના માટે દરેક દિવસ વેલેન્ટાઇન ડે જ છે.
ઈશ્વર સમીકર – આ દિવસે એક પ્રેમી તેની પ્રેમિકા માટે સરેન્ડર થઇ
જાય છે. આખા વર્ષની જે પણ ભૂલ થઇ હોય તેને માફ કરવાનો સારો અવસર છે. આ ફેસ્ટીવલ
લવર્સનો છે પણ મારા લવર્સ તો મારા ચાહકો જ છે.
રવિ
શર્મા - વેલેન્ટાઇન ડે સારી રીતે ઉજવાય તો સારૂ છે. તેમાં છીછરાપણું ન આવવું જોઈએ.
ખરેખર જેમાં પ્રેમનું મહત્વ સમજાય તેવી રીતે ઉજવાય તો સારૂ. જે ફક્ત પ્રેમીઓ માટે
જ નહિ પણ તમે ફેમીલી સાથે પણ ઉજવી શકો છો.
રૂબીના
બેલીમ - વેલેન્ટાઇન ડે તહેવાર તો પશ્ચિમનો છે પણ પ્રેમનો સંદેશ આપે છે એટલે મને
ગમે છે. જેમાં હું નદીમને એક સરપ્રાઈઝ આપવાની છું.
સુષ્મા
જાધવ - વેલેન્ટાઇન ડે હું ફક્ત મારા ફ્રેન્ડસ સાથે જ મનાવું છું. આ પર્વ એક્ચ્યુલી
કપલ માટે જ છે. પણ હું ફ્રેન્ડસ, મારા મમ્મી પપ્પા કે ઇવન મારા કોઈપણ ફેમીલી
મેમ્બર સાથે જ મનાવું છું.
સન્ની
ખત્રી – મારી કોઈ લાવાર નથી તો મને વધુ ખ્યાલ નથી પણ મારા સહ કલાકારો હિતુ
કનોડિયા, મોના થીબા, ચંદન રાઠોડ વગેરે તમામ કલાકારો ખુશ રહે.
ફોરમ
પટેલ - વેલેન્ટાઇન ડે મારા માટે એટલા માટે ખાસ છે કે તે દિવસ મારા મોમ અને ડેડની
મેરેજ એનીવર્સરી છે. પ્રેમીઓ માટે એક ખાસ દિવસ છે. જે સાચા પ્રેમીઓ હોય તેના માટે
ખાસ.
No comments:
Post a Comment