‘જો બકા' અર્બન ગુજરાતી ફિલ્મ, IIM કિટલી અને શુંભ કોફીબારમાં થયુ શુંટિંગ
કેવી
રીતે જઈશ ? અને બે યાર
જેવી ગુજરાતી ફિલ્મોની સફળતાના પગલે ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. આ ક્રેઝને આગળ
વધારવા ઉત્પલ મોદી 'જો બકા'
ફિલ્મ લઈને આવી રહ્યા છે. જો બકા રોમ કોમ (રોમેન્ટિક
કોમેડી) ફિલ્મ છે અને યંગસ્ટર્સ માટેની ફિલ્મ છે તેવો મોદીનો દાવો છે. આ
ફિલ્મ 27 ફેબ્રુઆરીએ અમદાવાદ, કડી, કલોલ ,મહેસાણાનાં
મસ્ટિપ્લેક્સીસમાં રીલીઝ થશે. અહીં સારો પ્રતિસાદ મળે તો વડોદરા, સુરત અને રાજકોટમાં ફિલ્મ રીલીઝ કરાશે.
બે કલાકની ફિલ્મ જો બકાનું અમદાવાદમાં યંગસ્ટર્સનાં પ્રિય
મીટીંગ પ્લેસ
એવાં આઈઆઈએમ કીટલી, શંભુઝ, લો ગાર્ડન, ગ્રીન પેપર રેસ્ટોરન્ટ, એ.એલ રોડ,
ખાઉ ગલી વગેરે સ્થળોએ શૂટિંગ કરાયું છે. યંગસ્ટર્સ લવ મેરેજ
કરવાં કે એરેન્જ્ડ
મેરેજ કરવાં એ અંગે મૂંઝવણ અનુભવતાં હોય છે. ફિલ્મની કથા આ મૂંઝવણની આસપાસ રમે છે.
આ ફિલ્મની ખાસિયત એ છે કે ઉત્પલ મોદીએ આ પિલ્મ બનાવ્યા પછી યંગસ્ટર્સનાં
જુદાં જુદાં ગ્રુપને ફિલ્મ બતાવી હતી ને તેમનાં સૂચનોને આધારે તેમણે
ફિલ્મનું ફરી એડિટિંગ કર્યું. આ ઉપરાંત તેમણે ફિલ્મ બનાવતાં પહેલાં સ્ક્રીપ્ટ
પણ તૈયાર નહોતી કરી. પહેલાં ત્રણ દિવસનું શૂટિંગ કર્યું પછી સ્ક્રીપ્ટ પર કામ કર્યું. પછી ફરી
શૂટિંગ કર્યું ને પછી પાછી સ્ક્રીપ્ચટ
લખી. એ રીતે આકી ફિલ્મ બની છે.
આ ફિલ્મ ૪૦
લાખના ખર્ચે બની છે. ફિલ્મમાં નિશિથ ભ્રહ્મભટ્ટ, પ્રેયસી નાયક,
ખ્યાતિ મધુ, મુકેશ
રાવ, અલ્પના
મજુમદાર તથા હરીશ ડાકિયા એ છ મુખ્ય
પાત્રો છે. ફિલ્મના ગીતો ઉત્પલ મોદીના પિતા ચિનુ મોદીએ લખ્યાં
છે. સ્ક્રીનપ્લે
લલિતા લાડે લખ્યું છે. નિમિષ દેસાઈ સંગીતકાર છે અને પૃથ્વીશ મિસ્ત્રી ડારેક્ટર ઓફ ફોટોગ્રાફી છે.
No comments:
Post a Comment