facebook

Monday, 12 October 2015

kayum momin

સમયની ઘડિયાળ એવી ફરી કે બનવું હતું અભિનેતા અને બની ગયા કેમેરામેન - કયુમ મોમીન


    ફિલ્મના કેમેરામેન જે કલાકારોને કચકડાની એક પટ્ટીમાં કંડારવાનું કામ કરે છે તેની બહુ ઓછા લોકો કે દર્શકો નોંધ લેતા હોય છે. જેમ એક ફિલ્મ માટે દરેક નાના મોટા કામ કરતા વ્યક્તિની જરૂર હોય છે તેનાથી વિશેષ જરૂરત એક કેમેરામેનની પડે છે. કારણકે ફિલ્મની દરેક ફ્રેમ તેની નજર સામેથી જાય છે અને તે પણ સૌથી પહેલા. સ્ટંટ શું કોઈ કલાકાર જ કરતા હશે? આ સવાલ જો તમારા મનમાં હોય તો કાઢી નાખજો. કારણકે એક સ્ટંટ સીન લેવા માટે કલાકારે જેટલી મહેનત કરવી પડતી હોય છે તેનાથી ક્યારેક વધારે પણ દાદ માગી લે તેવું કામ કેમેરામેન કરી જાણતા હોય છે. ક્યારેક હાથમાં કેમેરો લઈને પણ શૂટ કરવું પડે છે જેમાં પરિસ્થિતિ એવી હોય છે કે ત્યાં કેમેરાનું સ્ટેન્ડ કે ટ્રોલી કામ નથી લાગતી હોતી. ક્યારેક પાણીમાં શૂટ કરતા સમયે પોતાનું તો ધ્યાન રાખવું જ પડે છે સાથે સાથે કેમેરાનું પણ એટલું જ ધ્યાન રાખવું પડતું હોય છે. જો તેમાં જ પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો ફ્રેમમાં સીન બરાબર ફિલ્માવાય નહિ અથવા તો ફરીથી શૂટ કરવું પડે. આવા સ્ટંટમાં પણ શૂટ કરી જાણતા કેમેરામેન એટલે કયુમ મોમીન.
    ખ્વાજા ગરીબ નવાઝ અજમેર શરીફ તથા પોતાના માતા – પિતાના આશીર્વાદથી તેઓ અત્યારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમાનદારી પૂર્વક પોતાની કેમેરામેન તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. શરૂઆતમાં એટેન્ડર તરીકે અને પછી આસીસ્ટન્ટ તરીકે ઘણી ફિલ્મો કરી. ત્યારબાદ એક સ્વતંત્ર કેમેરામેન તરીકે તેઓ જીવરાજ ઠાકોરની ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ માં પહેલી વાર કામ મળતા ખુશ થઇ ગયા. તેઓ કહે છે કે, હું જીવરાજ ઠાકોરનો આભારી છું કે તેમણે મને તેમની ફિલ્મ માટે લીધો. મે તે ફિલ્મમાં મન દઈને કામ કરીને સૌને ખુશ કરી દીધા હતા અને તેમાં મે દર્શકો એક એક સીન પર તાળીઓ પાડે તેવા સીન આપ્યા છે. બાકી તો ઉપરવાળો માલિક છે. હમણાં હમણાં તેઓની એક કે બે નહિ પણ ઘણી ફિલ્મો આવી રાઈ છે. જેમાં ઢોલીડા, સાથી જોજે સાથ ન છૂટે, હીરો ૭૮૬, માવતર પહેલા મળે મને મૌત જેનું શુટિંગ હમણાં તેઓ પૂર્ણ કરી ચુક્યા છે. કાંતિ પ્રજાપતિની ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ ફિલ્મના ગીતો અને કથા પણ તેઓએ પોતે જ લખી છે. પટકથા – સંવાદ કયુમ મોમીન, જનક વ્યાસ, જય ચૌધરી અને ફિરોઝ શેખ તેઓએ ચારેય મળીને લખ્યા છે.
    વાસ્તવિકમાં તેઓને ડાન્સ કરવાનો શોખ હતો પણ તેને તેઓ અપનાવી ન શક્યા. તેનો તેમને વસવસો છે. પહેલા તેઓ ગામડે ગામડે એક ગ્રુપમાં જઈને મંડળીમાં કામ કરતા હતા જેમાં તેઓ સ્ટેજ પર પોતાનું ડાન્સ પર્ફોમન્સ રજૂ કરતા હતા. પરંતુ સમયની ઘડિયાળ એવી ફરી કે બનવું હતું અભિનેતા અને બની ગયા કેમેરામેન. કયુમ મોમીન જણાવે છે કે, હિતેશ બેલદારના તેઓ ખૂબ ખૂબ આભાર મને છે કે જયારે પણ તેઓ કોઈ ફિલ્મના શૂટ પર સાથે હોય ત્યારે રાત્રે તેઓ તેમની પાસેથી કેમેરાવર્ક કેવી રીતે કરવું તેની માહિતી મેળવતા અને શીખતા. તેઓ આગળ જણાવે છે કે હું જયારે પણ શુટિંગ કરતો હોઉં છું તો યુનિટના અમુક સભ્યો હોય છે જેનાથી મને ટોર્ચર થતું હોય છે. તેઓ પ્રોડ્યુસર પાસે જઈને કહે કે આ કેમેરામેન આવું ખરાબ કામ કરે છે, આ ન ચાલે વગેરે. પણ મને મનમાં વિશ્વાસ છે કે હું કંઇ પણ બોલ્યા વગર રહીને શાંતિથી પોતાનું કામ કરું છું. કારણ કે હું નહિ બોલું પણ મારૂ કામ બોલશે. મને કાંતિભાઈની ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ માં શૂટ કરવાની મજા પડી. જેમાં મને જે જોઈતું હતું તે અલ્યું જેમકે. લાઈટીંગ વગેરે જે પણ ફિલ્મ માટે ઉપયોગી હતું તે તમામ વસ્તુ મને સરળતાથી મળી જતી હતી. મારી દરેક રીક્વાયરમેન્ટ પૂરી થઇ.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment