facebook

Wednesday, 28 October 2015

disha patel

નવી જનરેશનના પ્રોબ્લેમ વધુ હોય છે - દિશા પટેલ


    સાયબાને સથવારે ફિલ્મથી પોતાની કેરિયર શરૂ કરનાર દિશા પટેલ ટૂંક સમયમાં શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત ફિલ્મ ‘વ્હાલનો વારસદાર’ માં જોવા મળશે. એકદમ હસમુખો ચેહરો અને તેને જોતા જ દિલ ખુશ થઇ જાય તેવું ભાવવાહી સ્મિત દિશા પટેલનો પ્લસ પોઈન્ટ છે. દિશા પટેલ અત્યારે એક સાથે બે ફિલ્મો પર તૈયારી કરી રહી છે જેમાં એક તો મે હમણાં જ કહ્યું તે અને બીજી છે ‘ધમો ધમાલિયો’ જેના વિષે પણ આપણે તેઓ પાસેથી જાણીશું. ‘વ્હાલનો વારસદાર’ ફિલ્મમાં તે હીરોના જે એક બોસ છે તેની સેક્રેટરીનું પાત્ર ભજવી રહી છે. ગુજરાતી ફિલ્મોમાં જેમ હિરોઈનો ચણીયા ચોળી કે ઘાઘરામાં જ જોવા મળે છે તેનાથી અલગ આ ફિલ્મમાં દિશા પટેલનો લૂક તદ્દન જુદો છે. લૂક બાબતે દિશાએ કહ્યું કે મને આ લૂક ખૂબ જ પસંદ આવેલો. કોર્પોરેટ સ્ટાઈલનો લૂક પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મ પ્રણય ત્રિકોણ પર આધારિત છે જેમાં ગુજરાતી ફિલ્મોના હંમેશા પોતાની દરેક ફિલ્મે કંઇક નવું આપતા શૈલેશ શાહ પાસેથી આપણી અપેક્ષાઓ પણ વધી જાય છે કે આ ફિલ્મ પણ બધી ફિલ્મોના વિષય કરતા જુદો વિષય લઈને આવે.

    શૈલેશ શાહ અને વસંત નારકર વિષે પૂછતાં દિશા પટેલે જણાવ્યું કે શૈલેશ શાહ સાથે હું પ્રથમવાર કામ કરી રહી છું. અત્યારે હું ફિલ્મના ફ્લોર પર જ છું. ફિલ્મનું શૂટ ચાલુ છે પણ મને થોડો સમય મળ્યો એટલે તરત થોડો થાક પણ લાગ્યો હતો એટલે બેસી હતી. અહીં કલાકારો માટે તમામ પ્રકારની સવલતો મળે છે જે મે શૈલેશ શાહના નિર્માણમાં પહેલી જ વખત જોયું છે બીજી ફિલ્મોમાં પણ સગવડો મળે જ છે પરંતુ હું અહીં આ યુનિટમાં નવી છું એટલે મને હજી અહીં સેટ થતા થોડી વાર લાગશે. ફિલ્મના દિગ્દર્શક વસંત નારકર ખૂબ જ સારા માણસ તરીકે અને દિગ્દર્શક તરીકે તો સારૂ કામ લઇ જાણે છે. તેમની પાસે ઘણા વર્ષોનો અનુભવ છે. જેના દ્વારા અમને પણ તેમની પાસેથી ઘણું શીખવા મળે છે.
પ્ર – ‘ધમો ધમાલિયો’ ફિલ્મ વિષે?
ઉ – ‘ધમો ધમાલિયો’ ફિલ્મ હીરાલાલ ખત્રીની છે. નિર્માતા યોગેશ પટેલ છે. જેમાં મારૂ પાત્ર રઈસ ખાનદાનની દીકરીનું છે જે નાનપણથી જ ધમા સાથે રમીને મોટી થયેલી હોય છે. ગુજરાતી ફિલ્મોમાં જેમ બનતું આવ્યું છે તેમ નાનપણના મિત્રો એક યુવક અને એક યુવતી મોટા થઈને પ્રેમમાં પડે છે અને બીજી પણ એક વાત કે કાં તો યુવતી ગરીબ અને યુવક અમીર હોય છે અથવા તો તુવતી અમીર અને યુવક ગરીબ હોય. આવું જ અહીં પણ આ ફિલ્મમાં છે. જેમાં કાંટારૂપ હિરોઈનનો ભાઈ નથી ઈચ્છતો કે તેની બહેનની પાછળ કોઈ ગરીબ ઘરનો યુવાન પડે અને તેને પ્રેમ જાળમાં ફસાવે. તે પણ સાચી વાત છે કે દરેક ભાઈ તેની બહેનનો ખ્યાલ તો રાખતો જ હોય છે.

પ્ર – આપના ફિલ્મ દરમિયાનના અનુભવો વિષે કહેશો.
ઉ – ઘણી જગ્યાઓ પર એવું થયું છે કે ટાઈમસર કોઈ વસ્તુ ના આવે. ઘણી મુશ્કેલી પડે. સારા અનુભવો પણ થાય અને કડવા અનુભવો પણ થાય. ખરાબ અનુભવોને ધ્યાનમાં રાખીને હું આગળ વધુ છે એ એટલા માટે કે, એ બીજી વાર રીપીટ ન થાય.
પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મ સ્વીકારવાનું મુખ્ય કારણ એ જ છે કે હીરાલાલ ખત્રી સાથે મારે ઘણા જુના સંબંધો છે. એમની સાથે અગાઉ પણ મે એક ફિલ્મ કરેલી ‘જીંદગી લખી મે તો પીયુ તરે નામ’ એમનો મને ફોન આવ્યો અને ભાર દઈને કહ્યું કે આ ફિલ્મમાં મને તું જ જોઈએ. મને તે રોલ પણ ખૂબ પસંદ આવેલો જેમાં બીજી રેગ્યુલર ફિલ્મો કરતા તે પાત્ર મારા માટે ખૂબ સરસ લખાયું હતું. ફિલ્મના નિર્માતા યોગેશ પટેલ ફિલ્મમાં મારા બોસ છે. તેમના વિષે કહીશ કે તેઓ નિર્માતા તરીકે બહુ જ સારા વ્યક્તિ છે.  




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment