કિંજલ પંડ્યાની પ્રથમ ફિલ્મ ‘દિગ્દર્શક તેજસ
પડિયાની ‘આ તે કેવી દુનિયા’
આગામી તારીખ ૯ જાન્યુઆરીથી ભગત
એન્ટરટેઈનમેન્ટની ગુજરાતી ફિલ્મ ‘આ તે કેવી દુનિયા રીલીઝ થઇ રહી છે તેના પ્રમોશન
અર્થે શહેરમાં તેમના કલાકારો તથા ડિરેક્ટર આવ્યા હતા. જાણીતા સંગીતકાર કલ્યાણજી
(કલ્યાણજી – આણંદજી જોડીવાળા) ના પુત્ર વિજુ શાહ આ ગુજરાતી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ
ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે. કોમેડિયનોની ઈમેજ બદલવાનો પ્રયાસ કરતા જોવા મળશે
સુનીલ વિસરાની. ગુજરાતી ફિલ્મોનો કાચબા ચાલે વિકાસ તો થઇ જ રહ્યો છે જે આપણા સૌ
માટે ગૌરવની વાત છે. નવયુવાન નિર્માતા – દિગ્દર્શકો ગુજરાતી પ્રેક્ષકને કંઇક નવું
આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત તો આ ફિલ્મથી સારી જ થઇ છે. આગળ પણ
આવી હેતુલક્ષી અને મનોરંજક ફિલ્મો બનતી રહે અને આ બધી ફિલ્મોથી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીઝના લોકો કંઇક બોધપાઠ લેતા રહે કે દર્શકને શું જોઈએ છે. ફિલ્મના પ્રમોશન
દરમિયાન ફિલ્મની અભિનેત્રી કિંજલ પંડ્યા છે. જેનો જન્મ ભાવનગરમાં થયો હતો જે તેનું
મોસાળ છે. પરંતુ તેમના પપ્પા વર્ષોથી અમદાવાદ સ્થાયી થઇ ગયેલા એટલે પ્રાથમિક
અભ્યાસ અને નાટકોમાં શરૂઆત પણ ત્યાંથી જ થઇ. જેણે અમદાવાદમાં જ પોતાના અભ્યાસ
બી.એસ.સી વિથ કેમેસ્ટ્રીની સાથે સાથે નાટકોમાં પણ અભિનય કર્યો છે એટલે અભિનયમાં તે
પાવરધી જ છે. ત્યારબાદ તેઓ અમદાવાદથી મુંબઈ શિફ્ટ થઇ ગયા જ્યાં તેઓએ ઘણી ટીવી
સીરીયલ્સમાં કામ પણ કર્યું. હાલ કિંજલ પંડ્યાની ઝી ટીવી પર ‘કુબૂલ હૈ’ નામની
સીરીયલ આવી રહી છે.
પ્ર
– આપનું પાત્ર?
ઉ
– ‘આ તે કેવી દુનિયા’ ફિલ્મમાં મારું અંજલી નામનું કેરેક્ટર છે. જે આજની યંગ અને
વીસમી સદીની જેવી છોકરી હોય તેવી બતાવવામાં આવી છે. જે પોતાની જ લાઈફમાં રહેવાવાળી
છે અને સાથે સાથે મેરેજ માટે એક્સાઈટેડ છે. ફિલ્મની સ્ટોરી બે ચોરોની છે જેમાંથી
એક ચોર અંજલીનું દિલ ચોરી લે છે. તે બંને ચોર જે દુનિયામાં આવે છે અને ત્યાં
અંજલીનું દિલ ચોરે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. તે
જાણવા માટે તમારે ફિલ્મ તો જોવી જ પડશે.
પ્ર
– નાટકોના કલાકારો ફિલ્મોમાં સફળ થાય એવું માનો છો?
ઉ
– હા એ તો છે જ. થોડું ઘણું તમે પહેલા કામ કરેલું હોય પછી ફિલ્મો કે કોઈ મોટા
પ્રોજેક્ટ પર હાથ અજમાવો તો ફરક પડે છે. એમાં એવું નથી કે નાટક કે ફિલ્મ. તમે
પહેલા ફિલ્મ પણ કરી હશે તો પણ ફરક પડે. હવે તમે કોઈ સુપર સ્ટારને પણ જુઓ તો તેની
પ્રથમ ફિલ્મ અને અત્યારે રજૂ થયેલી ફિલ્મ બંનેમાં તેના અભિનયમાં તમને અને એને પણ
તફાવત તો નજરે પડશે જ. ઘણીવાર તે લોકોને પોતાને એમ થાય કે મે આવું કામ કરેલું છે. કોઈ
વ્યક્તિ શીખીને તો આવતું નથી તે ધીરે ધીરે અનુભવથી જ પરફેક્ટ બનતો હોય છે. તો મારો
કહેવાનો મતલબ એમ છે કે તેની ચાર ફિલ્મોમાં તેનો અભિનય ના વખણાયો હોય પણ કદાચ તેની
પાંચમી ફિલ્મમાં તેનો અભિનય કાબિલ-એ-દાદ બને જ.
પ્ર
– ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ
– ફિલ્મ દરમિયાન અમારા અનુભવ બહુ જ સારા રહ્યા. હું થેન્ક્સ કહીશ વિજયજી અને
તેજસજીને જેમને મારામાં રહેલું ટેલેન્ટ મને તેમની ફિલ્મમાં કામ આપીને બહાર લાવવાનો
પ્રયત્ન કર્યો. કારણ કે, ઘણા લાંબા સમયથી હું એક સારી ગુજરાતી ફિલ્મ કરવાનું
વિચારી રહી હતી. આપણા ગુજરાત પાસે ટેલેન્ટ હોવા છતાં પણ આપણે ક્વોલીટી વર્ક નથી
કરતા. અમે અ બોલીવૂડ ગુજરાતી મુવી બનાવી છે જેનો કન્સેપ્ટ બહુ જ સારો છે. એ
ફિલ્મનો પાર્ટ હું બની તો હું માનું છું કે હું નસીબદાર છું. ફ્રેન્કલી અમે લોકોએ
શુટિંગ કર્યું છે. બંને બહુ જ ડાઉન ટુ અર્થ છે. આગળ જતા પણ જો એમની સાથે કામ કરવા
મળશે તો ચોક્કસ કરીશ.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment