facebook

Sunday, 11 October 2015

mohammad rafi

મોહમ્મદ રફી અને ગુજરાતી ગીત?
ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આપણને ખૂબ પ્રિય છે. આજે જ્યારે ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા થઈ રહી છે ત્યારે એ વાતનો ગર્વ પણ લેવો જોઈએ કે આપણી ભાષામાં જે તાકાત છે એનો સ્વીકાર મોહમ્મદ રફી જેવા મહાન ગાયકે પણ કર્યો છે. તેમણે જે લગનથી ગુજરાતી ગીતો ગાયાં છે એ ધન્યવાદને પાત્ર છે. આ ગીતો સાંભળ્યા પછી આપણને એમ જ થાય કે. . .



    આજે તમારી સમક્ષ રફીસાહેબે ગાયેલાં ગુજરાતી ગીતોની યાદી રજૂ કરું છું.
૧૯૬૦, ફિલ્મ : મેંદી રંગ લાગ્યો
લતા મંગેશકર સાથે, સંગીતકાર : અવિનાશ વ્યાસ
નયન ચકચૂર છે, મન આતુર છે...

૧૯૬૧, ફિલ્મ : ચુંદડી અને ચોખા
સમૂહગીત, સંગીતકાર : અવિનાશ વ્યાસ
આંખ મારી... એક રાત માટે...
અને આ જ ફિલ્મનું બીજું ગીત
મુબારક તમને એ રૂપિયાની...

૧૯૬૧ફિલ્મ : ઘર દીવડી
સુમન કલ્યાણપુર અને સાથીઓ સાથે, સંગીતકાર : અવિનાશ વ્યાસ
એક બાજુ નર, બીજી બાજુ ખર...
અને આ જ ફિલ્મમાં સુમન કલ્યાણપુર સાથે
એ... એ... લપસી, અરે બહુ ઠસ્સામાં ઠસી...
અને આ જ ફિલ્મમાં સુમન

કલ્યાણપુર અને સાથીઓ સાથે
એક બાજુ ધોતી અને બીજી બાજુ સાડી...

૧૯૬૩ફિલ્મ : સત્યવાન સાવિત્રી
સંગીતકાર : દિલીપ ધોળકિયા
મન મૂંઝારો થાય, મીઠડી નજર્યું લાગી...
અને ફિલ્મમાં લતા મંગેશકર સાથે ગાયેલાં બે ડ્યુએટ ગીતો
આવી રસીલી ચાંદની, વન-વગડો રેલાવતી...
નાહોલિયા રે...

૧૯૬૪, ફિલ્મ : રમત રમાડે રામ
સંગીતકાર : અવિનાશ વ્યાસ
રોજ પ્રભાતે... તો રમત રમાડે રામ...

૧૯૬૬ફિલ્મ : મોટી બા
સંગીતકાર : વસંત દેસાઈ
લખ્યા લલાટે લેખ...

૧૯૬૭ફિલ્મ : મોટા ઘરની દીકરી જેનું બીજું નામ હતું સ્નેહબંધન
સંગીતકાર : દિલીપ ધોળ

મિલનના દીપક સૌ બુઝાઈ
ગયા છે...

૧૯૬૮ફિલ્મ : લીલુડી ધરતી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
અધવચ્ચ ફાટ્યો ડુંગરો, સૂરજ પોઢી ગયો...

૧૯૬૯ફિલ્મ : વિધિના લેખ
સંગીતકાર : સુરેશકુમાર
વિધિએ લખેલી વાત કોઈએ જાણી...
અને ફિલ્મમાં રવિબાળા સાથે ગાયેલું
મારા પાતળિયા આજ, મને કેડ
કાંટો વાગ્યો...

૧૯૭૬, ફિલ્મ : સતી જસમા ઓડણ
સંગીતકાર : મહેશ-નરેશ
દેવોમાં તું મહાદેવ, તારો મહિમા અપરંપાર...

૧૯૭૭ફિલ્મ : ચંદુ જમાદાર
ઉષા મંગેશકર સાથે, સંગીતકાર : સુશીલકુમાર
ચીતડાની ચાંદનીમાં આવો રમવા...
અને ફિલ્મમાં ઉષા મંગેશકર અને સાથીઓ સાથે
કે સાયબા મારા, પહેરી અંગરખું ખાખી...

૧૯૭૭ફિલ્મ : જનમ-જનમના સાથી
આરતી મુખરજી અને અનુરાધા પૌડવાલ સાથે સમૂહગીત,
સંગીતકાર : બપ્પી લાહિરી
હે ગિરધારી તારી ગલી આવ્યા,
જય જય ગોપાલ બોલો...
અને ફિલ્મમાં ઉષા મંગેશકર સાથે
ગોપાલ ભૈયા, તને તારો
મીત પોકારે...

૧૯૭૮ફિલ્મ : પિયરવાટ
સંગીતકાર : નવીન કંથારિયા
કંધોતર દીકરાની મોંઘી જનેતા,
આજ અધવચમાં હડદોલા ખાય...

૧૯૭૯ફિલ્મ : રજપૂતાણી
અનુરાધા પૌડવાલ સાથે, સંગીતકાર : સુરેશકુમાર
નેણ ક્યારે મળે, હું જાણું...

ફિલ્મ : જે પીડ પરાઈ જાણે રે
સંગીતકાર : વનરાજ ભાટિયા
નજર તમારી વીંધી અમારા જિગરને...
ફિલ્મ અધૂરી રહી, રિલીઝ
નથી થઈ.
    ફિલ્મ જય શ્રીરામની બુકલેટમાં મોહમ્મદ રફીનું નામ છે, પણ ગીતની કોઈ માહિતી મળતી નથી.
ઉપરાંત તેમણે ગાયેલાં ગેરફિલ્મી ત્રણ ગીતો...
કહું છું જવાનીને પાછી વળી જા...
કવિ : અવિનાશ વ્યાસ
ભૂલેચૂકે મળે તો મુલાકાત માગશું...
કવિ : અમીન આઝાદ
દિવસો જુદાઈના જાય છે...
ગઝલકાર : ગની દહીંવાલા
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
    અચાનક રસ્તામાં વર્ષો પછી સ્કૂલનો એક મિત્ર મળી જાય અને તેની સાથે ભૂતકાળનાં અનેક સ્મરણો તાજાં થઈ જાય એવી વાત છે. વર્ષો પછી ગીતોની યાદી બનાવતાં હું પણ અતીતના દિવસોમાં ખોવાઈ ગયો. આજે સ્મરણોની ધૂળ ખંખેરતાં ગીતો ફરી પાછાં હાથવગાં થયાં છે એનો આપણને સૌને આનંદ છે.
    મોહમ્મદ રફી વિશે ઘણાંય સંસ્મરણો ફિલ્મજગતની હસ્તીઓ પાસેથી જાણવા મળ્યાં છે, પણ ફરી કોઈ વખત. હવે પછીના લેખમાં રફીસાહેબની કારકર્દિીનો બીજો તબક્કો જેમાં કિશોરકુમારની ગાયકીને કારણે જે હલચલ મચી ગઈ હતી એની વાતો યાદ કરીશું.



n  ગજ્જર નીલેશ








No comments:

Post a Comment