facebook

Tuesday, 27 October 2015

patel ni patelai thakor ni khandani

‘પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની’ ફિલ્મનું એસ.એન.સ્ટુડીઓ ખાતે મુહુર્ત યોજાયું


    ટૂંક સમયમાં એટલે કે ૨૭ માર્ચના રોજ એક ફિલ્મ ‘પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની’ નું મુહુર્ત થઇ ગયું. જેમાં બે મિત્રોની વાત હશે જે ફિલ્મના શીર્ષક પરથી જ ખ્યાલ આવી જાય છે. ફિલ્મમાં મિત્રતા, રોમાન્સ, કોમેડી, મારામારીના દિલધડક દ્રશ્યો વગેરે તમામ મસાલો છે જે દર્શકોને ફિલ્મ જોવા માટે થીયેટર સુધી ખેંચી લાવવા પુરતું છે. ફિલ્મની હાઈલાઈટ એ છે કે આ ફિલ્મ ‘પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની’ માં વિક્રમ ઠાકોરને તેની રીયલ લાઈફ પ્રમાણે સિંગર જ બતાવવામાં આવ્યો છે જયારે તેનો પટેલ મિત્ર હિતુ કનોડિયા તેને મદદ કરે છે કે તે તેના જીવનમાં આગળ આવે. જીવનમાં જેટલો મિત્ર કામ લાગે તેટલો કોઈ સગો કામ નથી લાગતો તે સમજાવવાનો સફળ પ્રયાસ ફિલ્મમાં કરવામાં આવશે. પહેલાના સમયમાં એવી ગેરસમજ હતી કે પટેલ અને ઠાકોરની યારી ક્યારેય ના થાય તો તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર થઇ રહી છે આ ફિલ્મ. તે બંને કોમને જમીનની બાબત હોય કે કોઈ બીજી વાત હોય તો બનતું ના હોય પણ આ ફિલ્મ જોઇને દર્શકો પણ જો કોઈ પટેલ કે ઠાકોર હશે તો તેમને પણ પટેલ કે ઠાકોર સાથેની દોસ્તી કેવી હોય તેનો ખ્યાલ આવી જશે. પટેલની પટલાઈ એટલે કે પટેલની એક આવડત હોય તેને ગામડામાં પટલાઈ કહે છે તે તેનો ઉપયોગ કરીને જ આગળ આવતા હોય છે. બીજું કે ઠાકોરની ખાનદાની એટલે કે તેનામાં કોઈ છળ કપટ કે કોઈને પાછળથી વાર કરવો એવું હોતું નથી. તેનું એક વેણ નિભાવવા માટે તે પોતાની જાનના જોખમે પણ પાર પાડે છે.
    રેવાપૂરી ફિલ્મ ઇન્ટરનેશનલ (અલારસા)ના બેનર હેઠળ અને પ્રિય એડવર્ટાઈઝિંગ (આણંદ) પ્રસ્તુત ફિલ્મ ‘પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની’ ના નિર્માતા નીતિન પટેલ, પંકજ પટેલ, રમેશ ચાવડા, નીતિન પંડ્યા છે. કથા નીતિન પટેલની છે પટકથા – સંવાદ લખ્યા છે રસિક નિર્મલે. ગીતો મહેશ ભવરિયા અને લખુભા સરવૈયાએ લખ્યા છે જેને સુમધુર સંગીતથી મઢ્યા છે મહેશ ભવરિયાએ. મલ્ટી સ્ટારર આ ફિલ્મના કલાકારોનું લીસ્ટ બહુ જ લાંબુ છે. જેમાં વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, મમતા સોની, નવોદિત તારિકા તાનિયા શુક્લા, ફિરોઝ ઈરાની, રૂપલ દેસાઈ, કામિની પંચાલ, આયુષ જાડેજા, મહેશ રબારી, રાયસંગ ઠાકોર, રાજદીપ, પાર્થ પટેલ, પંકજ પટેલ, ભાવેશ સોલંકી, જતિન અમીન, આરતી ભાવસાર, વિજય આર. ઠાકોર (હોર્ષ), અમૃત જી. ઠાકોર, કૃપાદેવ યાજ્ઞિક, પ્રકાશ મંડોલા, રિયા પંચાલ, ઇકબાલ કેશ્ટો, ભોઈ રમેશકુમાર, પ્રિયા ધારિયા, મધુ શ્રીવાસ્તવ, છાયા રાઠોડ, હસમુખ ભાવસાર, મનોજ પ્રજાપતિ અને સાથે મેગા મીલેનીયમ સુપરસ્ટાર નરેશ કનોડિયા પોતાના અભિનય દ્વારા આ ફિલ્મને ચાર ચાંદ લગાવશે. બાળ કલાકારોમાં રાજવીર રાઠોડ, જીયા મનીયાર અને વિશાલ ઠાકોર છે.
    ગીતો વિષે જાણવા મળ્યું છે કે એક દોસ્તી પર આધારિત સોંગ છે જે ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછા બને છે. ટાઈટલ સોંગ છે, ફેટા ડાન્સ છે. જે દરેક પ્રસંગમાં ગવાય એ રીતે લેવામાં આવ્યા છે. છબીકલા મનુભાઈ ઝાલા સંભાળે તેવું મનાય છે. હાલ ફિલ્મનું મુહુર્ત થઇ ગયું છે અને ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે તેવું જાણવા મળ્યું છે.


n  ગજ્જર નીલેશ

 

No comments:

Post a Comment