ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એકમાત્ર નિર્માત્રી
- ડી. એચ. પટેલ
ટૂંક સમય પહેલા જ જેઓએ એક એવી ફિલ્મનું મુહુર્ત
કર્યું જેમાં એક્શન, ઈમોશન, ડ્રામા વગેરેની સાથે દર્શકોને અમીરી ગરીબી વચ્ચેની એક
પાતળી ભેદરેખાનો પણ ખ્યાલ આવશે.
આપણી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા
નિર્માતાઓ છે પણ કોઈ નિર્માત્રીનું નામ કહે તો એક જ નામ સાંભળવા મળે છે. ડી. એચ.
પટેલ. તેઓ ઘણા સમયથી આ ક્ષેત્રે કાર્યરત છે. પોતે એક સોફ્ટવેર એન્જીનીયર અને તેમના
પતિ હિમાંશુ પટેલ ફિલ્મો દિગ્દર્શિત કરતા હતા. હિમાંશુએ તેમના પત્ની દિવ્યા પટેલની
સામે એક પ્રસ્તાવ રાખ્યો કે જો તમે તમારી મરજીના માલિક છો. તમને જે ગમે તે કરી શકો
છો. મતલબ કે જો તમારે જોબ કરવી હોય તો તે પણ કરી શકો છો અને ફિલ્મોમાં રસ હોય તો આ
લાઈનમાં તમને મારા તરફથી વેલકમ છે. ભગવાન જયારે ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન
જવાય એ કહેવત પ્રમાણે ડી. એચ. પટેલે આ પ્રસ્તાવ તુરંત સ્વીકારી લીધો. તે સમયે
મનમાં તો એક સાથે ઘણા વિચારો આવી ગયા પણ તેઓએ દિલથી ફીસલો કર્યો કે જીંદગી એકવાર જ
મળે છે. પતિ પત્ની બંને જો અલગ અલગ કામ કરતા હોય તો ક્યારેક વચ્ચે સમય પણ વિલન
બનતો હોય છે. તો ડી. એચ. પટેલે વિચાર્યું કે જો આ લાઈનમાં હું તેમની સાથે રહીશ તો
બંને એકબીજાને સમય પણ આપી શકીશું. તેઓની જાણીતી ફિલ્મો જય દેવી દશામાં, સતી
સાવિત્રી સિદ્ધેશ્વરી, અમે રે લુટાયા તેરી પ્રીતમાં, પ્રીત ભરી ઓઢણી, શિખંડી,
ધર્માત્મા તમામ ફિલ્મો તેઓના હોમ પ્રોડક્શનમાં જ બની છે. જેમાં શિખંડી ફિલ્મે તો
એટલા માટે ઘણી પ્રખ્યાત બની હતી કે તેમાં ડી. એચ. પટેલે જીત ઉપેન્દ્રને એક
કિન્નરના રૂપમાં પડદે લાવવામાં સફળ રહ્યા હતા.
પ્ર
– આપની ફિલ્મ વિષે?
ઉ
– પહેલા તો ફિલ્મનું નામ છે ‘શું કરૂ એ છોકરી બહુ યાદ આવે’ એવું છે. એક હીરો જે
તેની પ્રેમિકાને પોતાના ગામ એકલી મૂકી વધુ અભ્યાસ માટે શહેરમાં જાય છે. પણ જયારે
તે પરત આવે છે ત્યારે તે એક જીવલેણ બીમારી પણ સાથે લેતો આવ્યો હોય છે. જેનો તેને
ખ્યાલ આવે છે ત્યારે તે પોતાની પ્રેમિકાને આ વાત જણાવી નથી શકતો અને તેનાથી ધીરે
ધીરે દૂર થતો જાય છે. પણ મુસીબતના સમયે તો તેની સાથે જ રહે છે. જેમાં એક સમયે
ગામડાના અસામાજિક તત્વોથી હીરોનું મૃત્યુ થાય છે અને હીરોઈનની આંખો પણ તે ઝઘડામાં
જતી રહે છે. પછી શું થાય છે? હિરોઈનની આંખો જતી રહે છે તો શું તે ફરી દુનિયા જોઈ
શકે છે? હીરો વચ્ચે જ મૃત્યુ પામે છે તો પછી ફિલ્મ આગળ કેવી રીતે વધે છે? ફિલ્મનો
વિષય એકદમ નવો છે. આગળ શું થાય છે તે માટે તો ફિલ્મ કમ્પ્લીટ થાય ત્યારે જ ખબર
પડશે. એક પારિવારિક ફિલ્મ છે જેમાં એક્શન, ઈમોશન, કોમેડી, ડ્રામા વગેરે બધું જ છે.
સાથે સાથે અમીરી ગરીબી વચ્ચેની ભેદરેખા પણ બતાવવાની કોશિશ કરવામાં આવી છે.
મારુતિ આર્ટસ પ્રોડક્શનમાં બનનારી આ ફિલ્મ
‘શું કરૂ એ છોકરી બહુ યાદ આવે’ ના નિર્માત્રી ડી. એચ. પટેલ છે. સહનિર્માતા રાકેશ
ઠાકોર છે. દિગ્દર્શક હિમાંશુ પટેલ છે. છબીકલા મહેન્દ્ર સભાણીની છે. ડાન્સ માસ્ટર
જાણીતું નામ અશ્વિન માસ્તરજી અને ફાઈટ માસ્ટર મહંમદભાઈ છે. ગીતકાર હિતેશ ઠાકોર અને
જગદીશ મોટપિયા છે જેને સંગીત આપ્યું છે હર્ષદ ઠાકોરે. મેકઅપ અલ્પેશભાઈએ સંભાળ્યો
છે જયારે હેર ડ્રેસર ગીતા પ્રજાપતિ કરી રહ્યા છે. ફિલ્મના કલાકારોમાં હિતેશ ઠાકોર,
સુધા ત્રિપાઠી ઉર્ફે માહી, હીરો હિરોઈન વચ્ચે કાંટો બને છે સુનીલ બેલદાર. બીજા
કલાકારોની વરણી હાલ ચાલુ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment