રંજનબેન પરમારની ફિલ્મ ‘મનડું મળ્યું મહેસાણામાં’
નું ભવ્ય રીતે મુહુર્ત યોજાયું
થોડા
સમય પહેલા આવેલી ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ ના નિર્માત્રી રંજનબેન પરમારે ટૂંક સમય
પહેલા જ મૌલિક મહેતાના રેકોર્ડીંગ સ્ટુડીઓ ખાતે ભવ્યાતિભવ્ય મુહુર્ત થઇ ગયું.
ફિલ્મનું ટાઈટલ ‘મનડું મળ્યું મહેસાણામાં’ છે જેના કલાકારોમાં જગદીશ ઠાકોર, દિશા
પટેલ, પલ્લવી પાટીલ, ડીમ્પલ ઉપાધ્યાય, મહેન્દ્ર પંચાલ, રત્ના રબારી, માધુરી
ભારદ્વાજ વગેરે તમામ કલાકારો રેકોર્ડીંગના મુહુર્ત સમયે હાજર હતા. શરૂઆતમાં
ફિલ્મના નિર્માત્રી રંજનબેન પરમાર તેમના પતિ સાથે ફિલ્મોના શુટિંગ માટે સાથે જતા
હતા. તે સમયે તેમને વિચાર આવ્યો કે અમે પણ એક સારી અને સુઘડ ફિલ્મ બનાવીએ. જે
સહપરિવાર સાથે બેસી જોઈ શકે. તેથી તેમણે એક યંગ જનરેશનને ધ્યાને લઇ ‘ઘર મારૂ
મંદિર’ જેવી મનોરંજક ફિલ્મ બનાવી. જે ફિલ્મને ઇન્ડસ્ટ્રીઝના ફિલ્મ વિવેચકોએ પણ
વખાણી હતી. જેનાથી તેમને વધુ ઉત્સાહ જાગ્યો અને તેઓ હવે એક આધુનિક પ્રેમકથા લઈને
ગુજરાતના દર્શકોને પ્રેમમાં તરબોળ કરવા આવી રહ્યા છે. ‘સિદ્ધેશ્વરી સિને આર્ટ
ક્રીએશન’ ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને લઈને તેઓ દર્શકોને ઘણું નવું આપવા
માંગે છે. જે ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળશે. મનુ રબારીની કલમે લખાયેલા
સુંદર અને એકદમ લોકજીભે ચડી જાય તેવા શબ્દોમાં બનેલા ગીતોને સંગીત સાંપડ્યું છે
મૌલિક મહેતા અને રાહુલ મુંજારીયાનું.
ફિલ્મના નામમાં જ મહેસાણા આવે છે તો દર્શકોને
થશે કે અહીં એવું કંઇ હશે પણ કે નહિ? પણ હા, મહેસાણા રંજનબેનનું મૂળ વતન હોય તેથી
તેઓ તેમના વતનને ઉજાગર કરવા માટે અને કંઇક ત્યાની લાક્ષણિકતાઔને બહાર લાવવા માટે જ
આ ફિલ્મ બનાવી રહ્યા છે તેવું તેમનું કહેવું છે. લમણા ગીતો વિષે કહ્યું કે, ફિલ્મ
એક પ્રેમકથા છે એટલે ફિલ્મમાં ત્રણ યુગલ ગીતો છે જયારે એક ટાઈટલ સોંગ અને એક
લગ્નનું ફટાણા સોંગ છે. આમ પણ આપણા સમાજમાં લગ્નોમાં ફટાણા તો ગવાતા જ આવ્યા છે.
તો હવે વધુ એક ફતાનું લઈને રંજનબેન આવી રહ્યા છે જે તેમના મુજબ એવું બન્યું છે કે
જો લગ્નોમાં ગાવાનું શરૂ થઇ જાય તો નવાઈ નહિ. આ ઉપરાંત કોમેડી સોંગ પણ જોવા અને
સાંભળવા મળશે. જે તમામ ગીતોને જગદીશ ઠાકોર, અમિત બારોટ સ્વર આપશે. ફીમેલ સિંગરમાં
હજુ વાત ચાલી રહી છે જેમાં દિપાલી સોમૈયા નક્કી થશે તેવું તેઓએ જણાવ્યું હતું.
સિદ્ધેશ્વરી સિને આર્ટ ક્રીએશનના બેનર હેઠળ
બની રહેલી ફિલ્મ ‘મનડું મળ્યું મહેસાણામાં’ ના નિર્માત્રી રંજનબેન પરમાર છે
દિગ્દર્શક ઉષા ગોસ્વામી છે. ફિલ્મના કલાકારોમાં જગદીશ ઠાકોર અને પલ્લવી પાટીલ લીડ
ભૂમિકા ભજવી રહ્યા છે. હિતુ કનોડિયા તરફથી ફિલ્મમાં કામ કરવાની લીલી ઝંડી મળી ગઈ
છે જેની સાથે દિશા પટેલ હશે. ત્રીજા કલાકાર મહેન્દ્ર પંચાલ છે જેને સાથ આપશે
ડીમ્પલ ઉપાધ્યાય. અન્ય કલાકારોમાં ફિરોઝ ઈરાની, પ્રશાંત બારોટ, હિતેશ રાવલ, તેજસ
શાહ, છાયા શુકલ, માધુરી ભારદ્વાજ વગેરે હશે. સ્પેશ્યલ ભૂમિકામાં દિલીપસિંહ વાઘેલા
અને રમેશ પરમાર છે. બીજા કલાકારોની હાલ વરણી ચાલુ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment