૫૦ રૂ.માં પતાયાના જલસા! ભાઇ ભાઇ આ છે ગુજ્જુનો આઇડિયા – અરવિંદ વેગડા
ગત વર્ષે ‘કેવી
રીતે જઇશ?’ નામની ગુજરાતી ફિલ્મ આવી હતી. આ
ફિલ્મની ખાસિયત એ હતી કે તે બીબાઢાળ ગુજરાતી ફિલ્મોથી અલગ પ્રકારની હતી અને આધુનિક સમયના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર બનેલી હતી. ત્યાર બાદ જાણે ઢોલીવુડમાં પણ
પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ આવી જ એક ફિલ્મ બની રહી છે ‘ક્યારે
જઇશું પતાયા’.
દેશ
વિદેશના પ્રવાસીઓ માટે મજા માણવાનું સ્થળ પતાયા હવે ગુજરાતીઓ માટે અજાણ્યું નથી રહ્યું. હવે ત્યાં મોટા
પ્રમાણમાં ગુજરાતીઓ જોવા મળે છે. હવે તો યુવા અને વૃદ્ધો એમ દરેક ચર્ચા કરી રહ્યાં છે કે એક વખત તો પતાયા
ફરવા જવું જ છે. ખાસ
કરીને ગુજરાતીઓમાં હવે પતાયાને જાણવાની અને માણવાની ઇચ્છાઓ પ્રબળ બની છે ત્યારે આ વિષયને પકડી લઇને ‘ભાઇ ભાઇ’ ગીત ફેમ અરવિંદ
વેગડા પોતાની આગામી ફિલ્મ ‘ક્યારે જઇશું પતાયા’ બનાવી રહ્યાં
છે.
પ્ર
- કોણ છે ફિલ્મના કલાકાર? શું છે?
ઉ
- ઢોલીવુડ ફિલ્મ ‘ક્યારે જઇશું પતાયા’નાં
નિર્માતા અરવિંદ વેગડા છે. એટલું જ નહીં તેઓ આ ફિલ્મના હીરો પણ છે. આ ફિલ્મમાં તેમની સાથે કાવ્યા શર્મા
લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. આ સિવાય સોહન માસ્તર, જીગર બુંદેલા
અને પ્રણામ મહેતા અભિનય કરી રહ્યાં છે.
અરવિંદ
વેગડાએ આ ફિલ્મની સ્ટોરી વિશે જણાવ્યુ હતું કે, આ
ફિલ્મ ચાર મિત્રો પર
આધારિત છે. આ તમામ મિત્રોને માત્ર પતાયા જઇ ફરવાની અને મોજ કરવાની ઇચ્છા છે. પરંતુ પતાયા જવા માટે રૂપિયા ક્યાંથી લાવવા અને
પરિવારને એકલા દેશમાં
મૂકી કેવી રીતે વિદેશ ટૂર માણવી તેની મથામણ કર્યા કરે છે. આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ સંગીત છે તથા ફિલ્મ એકદમ નેચરલ રીતે શૂટ
કરવામાં આવી છે.
‘ક્યારે
જઇશું પતાયા’ના અભિનેતા એવા અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, આ
ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, થાઇલેન્ડ, પતાયા તથા દુબઇમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાના
આરે છે અને તેને
રિલિઝ કરવામા જરૂરી પ્રોસેસ ચાલું છે. આ ફિલ્મનું ટ્રેલર પર લોન્ચ કરી દેવામાં આવ્યું છે જે યુટ્યુબ અને
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ખૂબ જ જોવાઇ રહ્યું છે.
‘ક્યારે
જઇશું પતાયા’ ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મોથી અલગ હશે તે
અંગે વાત કરતાં
અરવિંદભાઇએ જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે
ગુજરાતી ફિલ્મોના હીરો ઘોડા,
મોટરસાઇકલ કે કોઈ કારમાંથી ઉતરતો હોય અને તેની
ફિલ્મમાં એન્ટ્રી બતાવાય
છે, પરંતુ આ ફિલ્મમાં હીરો પ્રાઇવેટ જેટમાંથી
ઉતરતો નજરે પડશે.
ફિલ્મના એક ગીત વિશે વાત કરતાં ફિલ્મના નિર્માતા અને અભિનેતા વેગડાએ
જણાવ્યુ કે, ‘ક્યારે જઇશું પતાયા’ પ્રખ્યાત ગુજરાતી ગીત ‘છોરા ક્યાં
ક્યાં જ્યોતો’ પરથી એક ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દોમાં થોડો ફેરફાર
કરી તેમાં પતાયાને ઉમેરવામાં આવ્યું
છે. જે લોકોને ખૂબ જ ગમશે.
ફિલ્મના
નામ વિશે અરવિંદભાઇને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘ક્યારે
જઇશું પતાયા’ પર ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? જવાબમાં તેમણે કહ્યું પતાયા હાલ ગુજરાતીઓ માટે પ્રવાસનનું સૌથી મોટુ આકર્ષણનું સ્થળ બન્યું
છે. આ ફિલ્મમાં પતાયા જવા
માંગતા મિત્રોની કથા-વ્યથા હળવી કોમેડી સાથે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરાયો છે
અત્રે ઉલ્લેખનીય છે પતાયા ગુજરાતીઓ માટે હાલ સૌથી હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
બન્યું છે. મોટાભાગના ગુજરાતીઓ અને ખાસ કરીને યુવા અને આધેડ એક વખત તો પતાયા જવું જ જોઈએ એવી વાતચીત
કરતાં નજરે પડતા હોય છે.
નોંધનીય છે કે પતાયા તેના કુદરતી સૌદર્યની સાથે ત્યાં થતાં ખુલ્લેઆમ દેહ વ્યાપાર માટે પણ એટલું પ્રચલિત બન્યું છે, ત્યાં જઇ ગુજરાતીઓ
સેક્સ અને શરાબમાં મદમસ્ત બની જાય છે. ત્યારે આવા વિષય પર આ ફિલ્મમાં ફેમિલી જોઇ શકે તેવી કોમેડી જોવા મળશે.
ગુજરાતીઓ પતાયા કેમ વધારે જાય છે તેવો સવાલ વડોદરાની એક એડ એજન્સી સારી પોસ્ટ
નોકરી વ્યક્તિને કરવામાં આવતા તેમણે
નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, હાલમાં
જ તેઓ પોતાના મિત્રો સાથે
પતાયાનો પ્રવાસ ખેડીને આવ્યાં છે. પોતાના પતાયા પ્રવાસ વિશે વર્ણવતા તેમણે કહ્યું કે જ્યારે મુંબઇથી પતાયાની
ફિલ્મા ઉપડે ત્યારે સમગ્ર વિમાનમાં ૮૦ ટકા
ગુજરાતીઓ જ જોવા મળે. એટલું તો ઠીક વિમાનમાં ડાયરા જેવી મહેફિલ જામે દુહાઓ અને ગરબા લલકારાય છે. ત્યા
સુધી તો ઠીક પણ પતાયા પણ એટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ જોવા મળે છે કે તમે જાણે ગુજરાતમાં જ પાછા નથી આવી ગયાને એવું લાગે. ખાસ કરીને અહીં શરાબ અને
સેક્સની છૂટ હોવાના કારણે ગુજરાતીઓ
સૌથી વધુ આકર્ષાઇ રહ્યાં છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment